Krishna Janmashtami 2024: જન્માષ્ટમી પર રાશિ મજુબ કરો શ્રીકૃષ્ણ લડ્ડુ ગોપાલનો શ્રૃંગાર, બધી મનોકામના પુરી થશે

Krishna Janmashtami 2024 Laddu Gopal Shringar: જન્માષ્ટમી પર ભગવાન શ્રીકૃષ્ણનો જન્મોત્સવ ઉજવાય છે. તમારી રાશિ મુજબ જન્માષ્ટમી પર ભગવાન શ્રીકૃષ્ણ અને તેમના બાળ સ્વરૂપ લડ્ડુ ગોપાળનો શ્રૃંગાર કરવાથી ખાસ આશીર્વાદા પ્રાપ્ત થાય છે.

Written by Ajay Saroya
August 22, 2024 19:01 IST
Krishna Janmashtami 2024: જન્માષ્ટમી પર રાશિ મજુબ કરો શ્રીકૃષ્ણ લડ્ડુ ગોપાલનો શ્રૃંગાર, બધી મનોકામના પુરી થશે
Krishna Janmashtami 2024: જન્માષ્ટમી પર રાશિ મુજબ ભગવાન શ્રીકૃષ્ણના બાળ સ્વરૂપ લડ્ડુ ગોપાલનો શ્રૃંગાર કરવાથી બધી મનોકામના પુરી થાય છે. (Photo: @laddu.gopal_creations)

Krishna Janmashtami 2024: જન્માષ્ટમી ભગવાન શ્રીકૃષ્ણનો જન્મદિન છે. શ્રાવણ સુદ આઠમ પર સમગ્ર દેશમાં જન્માષ્ટમી તહેવાર ધામધૂમ પૂર્વક ઉજવાય છે. જન્માષ્ટમી પર ભગવાન કૃષ્ણની વિશેષ પૂજા અર્ચના કરવામાં આવે છે. આ સાથે તેમનો ખાસ વસ્ત્રો અને આભૂષણ સાથે શ્રૃંગાર થાય છે. ઘણા લોકો ઘરે જન્માષ્ટમી ઉજવો છે અને શ્રીકૃષ્ણના બાળ સ્વરૂપ લડ્ડુ ગોપાળને વિવિધ સુંદર શ્રૃંગાર કરે છે. જો તમારી રાશી મુજબ ભગવાનનો શ્રૃંગાર કરવામાં આવે તો શુભ ફળ પ્રાપ્ત થાય છે. ચાલો જાણીયે કઈ રાશિના લોકોએ કેવો ભગવાન શ્રીકૃષ્ણનો શ્રૃંગાર કરવો જોઇએ.

મેષ રાશિ

કૃષ્ણ જન્માષ્ટમી પર તમારે ભગવાન શ્રીકૃષ્ણને લાલ વસ્ત્રથી શણગારવા જોઈએ. એવું માનવામાં આવે છે કે કૃષ્ણનો લાલ વસ્ત્રથી શ્રૃંગાર કરવાથી વ્યક્તિના વિવાહિત જીવનમાં ખુશી આવે છે. તમારે ભગવાનને તારે માખન મિશ્રીનો ભોગ લાવવો જોઈએ.

વૃષભ રાશિ

વૃષણ રાશિના લોકોએ ભગવાન શ્રીકૃષ્ણના બાળ ગોપાલ સ્વરૂપનો ચાંદીની વસ્તુઓથી શ્રૃંગાર કરવો જોઈએ. આમ કરવાથી વૃષભ રાશિના જાતકોને ભગવાન શ્રીકૃષ્ણના આશીર્વાદ મળશે. આ સાથે વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરવો જોઈએ.

janmashtami 2024 | જન્માષ્ટમી 2024 | krishna janmashtami 2024 date | કૃષ્ણ જન્માષ્ટમી 2024 તારીખ | krishna janmashtami 2024 puja time | lord krishna worshipping according zodiac sings | lord krishna shringar according zodiac sings | janmashtami upay according zodiac signs | janmashtami shringar | laddu gopal shringar on janmashtami | laddu gopal puja | laddu gopal photo
Krishna Janmashtami 2024: જન્માષ્ટમી પર ભગવાન શ્રીકૃષ્ણના બાળ સ્વરૂપ લડ્ડુ ગોપાલનો સુંદર શ્રૃંગાર કરવામાં આવે છે. (Photo: @laddu.gopal_creations)

મિથુન રાશી

આ રાશિના જાતકોએ ભગવાન શ્રીકૃષ્ણને લોહરિયા પ્રિન્ટવાળા વસ્ત્રો અર્પણ કરવા જોઈએ. આમ કરવાથી મિથુન રાશિના લોકોની હિંમત અને પરાક્રમમાં વધારો થશે. આ સાથે જ કૃષ્ણ ચાલીસાનો પાઠ કરવો જોઈએ.

કર્ક રાશિ

કર્ક રાશિના જાતકો એ ભગવાન શ્રીકૃષ્ણનો સફેદ વસ્ત્રો થી શ્રૃંગાર કરવો શુભ માનવામાં આવે છે. કારણ કે તમારી રાશિનો સ્વામી ચંદ્ર દેવ છે. ભગવાનને દૂધ અને કેસર અર્પણ કરો.

સિંહ રાશી

સિંહ રાશિના જાતકોએ કૃષ્ણ ભગવાનને ગુલાબી વસ્ત્રોથી શ્રૃંગાર કરવું શુભ માનવામાં આવે છે. કારણ કે તમારી રાશિનો સ્વામી સૂર્ય દેવ છે. સાથે જ ભગવાનને અષ્ટગંધનું તિલક લગાવો.

janmashtami 2024 | જન્માષ્ટમી 2024 | krishna janmashtami 2024 date | કૃષ્ણ જન્માષ્ટમી 2024 તારીખ | krishna janmashtami 2024 puja time | lord krishna worshipping according zodiac sings | lord krishna shringar according zodiac sings | janmashtami upay according zodiac signs | janmashtami shringar | laddu gopal shringar on janmashtami | laddu gopal puja | laddu gopal photo
Krishna Janmashtami 2024: જન્માષ્ટમી પર રાત્રે 12 વાગે કૃષ્ણ જન્મોત્સવ ઉજવાય છે. (Photo: Social Media)

તુલા રાશિ

તુલા રાશિના જાતકોએ ભગવાન શ્રીકૃષ્ણને કેસરી રંગના વસ્ત્રોથી શણગારવા જોઈએ. આ પછી ઘી માંથી બનેલી મીઠાઈનો ભગવાનને ભોગ લગાવવો જોઇએ.

વૃશ્ચિક રાશિ

વૃશ્ચિક રાશિના લોકોએ જન્માષ્ટમી પર ભગવાન શ્રીકૃષ્ણનો લાલ વસ્ત્રથી શ્રૃંગાર કરવો જોઈએ. કારણ કે તમારી રાશિનો સ્વામી મંગળ છે. કૃષ્ણનો પંચામૃતથી અભિષેક કરો, જ્યારે આમ કરવાથી ભગવાન શ્રીકૃષ્ણ સુખ-સમૃદ્ધિના આશીર્વાદ આપે છે.

ધન રાશિ

ધન રાશિના લોકોએ જન્માષ્ટમી પર ભગવાન શ્રીકૃષ્ણના બાળ સ્વરૂપ લડ્ડુ ગોપાલને પીળા વસ્ત્રો પહેરાવવા જોઈએ. કારણ કે તમારી રાશિનો સ્વામી ગુરુ છે. સાથે જ ભોગમાં ભગવાન શ્રીકૃષ્ણને પીળા રંગની મીઠાઈ અર્પણ કરવી જોઈએ.

janmashtami 2024 | જન્માષ્ટમી 2024 | krishna janmashtami 2024 date | કૃષ્ણ જન્માષ્ટમી 2024 તારીખ | krishna janmashtami 2024 puja time | lord krishna worshipping according zodiac sings | lord krishna shringar according zodiac sings | janmashtami upay according zodiac signs | janmashtami shringar | laddu gopal shringar on janmashtami | laddu gopal puja | laddu gopal photo
Krishna Janmashtami 2024: જન્માષ્ટમી પર શ્રીકૃષ્ણને પીળો રંગ પ્રિય છે, આથી પીતાંબર એટલે કે પીળા વસ્ત્રો પહેરાવવા શુભ માનવામાં આવે છે. (Photo: Social Media)

મકર રાશિ

મકર રાશિના જાતકોએ જન્માષ્ટમી પર લડ્ડુ ગોપાલને નારંગી રંગના વસ્ત્રનો શ્રૃંગાર કરવો જોઇએ અને મિશ્રીનો ભોગ લગાવવો જોઇએ. આમ કરવાથી તમને શ્રી કૃષ્ણના આશીર્વાદ મળશે.

કુંભ રાશિ

કુંભ રાશિના લોકોએ આસમાની રંગના વસ્ત્રોથી શ્રીકૃષ્ણનો શ્રૃંગાર કરવો શુભ રહે છે. એવું માનવામાં આવે છે કે આમ કરવાથી તેમને ખ્યાતિ અને કીર્તિ મળે છે.

આ પણ વાંચો | રાજસ્થાનનું શ્રીકૃષ્ણ મંદિર જ્યાં મસ્તકની પૂજા થાય છે, મહાભારત યુદ્ધ સાથે સંબંધ, દર્શન માત્રથી બને છે બગડેલા કામ

મીન રાશિ

મીન રાશિના જાતકોએ જન્માષ્ટમી પર પિતાંબર રંગના વસ્ત્રોથી ભગવાન શ્રીકૃષ્ણનો શ્રૃંગાર કરવો જોઈએ. ઉપરાંત, ભગવાનને પીળા રંગના કુંડળ પહેરાવવા જોઈએ. આમ કરવાથી શ્રી કૃષ્ણની કૃપા હંમેશા માટે તમારા પર રહેશે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ