Panchamrit aur Charnamrit: હિંદુ ધર્મમાં પંચામૃત અને ચરણામૃત બંનેનું વિશેષ મહત્ત્વ છે. ભગવાન સત્યનારાયણની કથા હોય કે પછી કોઈ પણ ધાર્મિક વિધિ, તેને પ્રસાદ તરીકે વહેંચવામાં આવે છે. એટલું જ નહીં જન્માષ્ટમી પર કાન્હાને પંચામૃત અને પંજીરીનો ભોગ પણ લાગે છે. પરંતુ શું તમે જાણો છો કે પંચામૃત અને ચરણામૃતમાં શું ફરક છે, જો નહીં, તો અહીં તેનો જવાબ અને કેવી રીતે બનાવવો તે જાણો.
પંચામૃત એટલે શું?
તેના નામ પ્રમાણે પંચામૃત એટલે એવી વસ્તુ જેને બનાવવામાં પાંચ વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે. આ ભોગ બનાવવા માટે દૂધ, દહીં, મધ, ખાંડ અને ઘી ની જરૂર પડે છે. તેનો ઉપયોગ જન્માષ્ટમી પર બાલ ગોપાલના અભિષેકમાં થાય છે.
પંચામૃત કેવી રીતે બનાવશો?
પંચામૃત બનાવવા માટે સૌ પ્રથમ દૂધ, દહીં, ઘી, મધ, ખાંડની જરૂર પડે છે. સૌ પ્રથમ ગાયના તાજા દૂધમાં ખાંડ ઉમેરો. ત્યારબાદ મધ, દહીં અને ઘી નાખો. બધી વસ્તુઓની સારી રીતે મિક્સ કરી લો. છેલ્લે તુલસીના પાન ઉમેરો. તમારું પંચામૃત તૈયાર છે.
ચરણામૃત શું છે?
તેના નામ પરથી એ પણ સ્પષ્ટ થાય છે કે ચરણામૃત એટલે ભગવાનના ચરણોનું અમૃત. શાસ્ત્રોમાં તેને ગ્રહણ કરવાને લઇને ઘણા નિયમો બતાવવામાં આવ્યા છે.
આ પણ વાંચો – નોર્મલ પાણીના બદલે Alkaline Water પીવો, આ રીતે સેવન કરવાથી બોડી થશે ડિટોક્સ
ચરણામૃત બનાવવાની રીત
તેને બનાવવા માટે તમારે તાંબાના વાસણની જરૂર પડશે. તાંબાના વાસણમાં પાણી રાખવાથી તેને તાંબાના ઔષધીય ગુણો મળે છે. આ પછી તમે તેમાં તુલસીના પાન ઉમેરો. તેને મંદિરમાં રાખી દો. તમે તેમાં ગંગાજળ પણ ઉમેરી શકો છો. તમારું ચરણામૃત તૈયાર છે.