Janmashtami Live Darshan, જન્માષ્ટમી 2025 લાઇવ દર્શન : કૃષ્ણ જન્માષ્ટમીનો તહેવાર ધામધૂમથી મનાવવામાં આવી રહ્યો છે. રાતના 12 વાગતા જ મંદિરોમાં ભગવાન કૃષ્ણ જન્મોત્સવ ઉજવણી કરવામાં આવી હતી. નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલકી…હાથી ઘોડા પાલખી જય કનૈયા લાલકી..જય રણછોડ માખણ ચોર, મંદિરમાં કોણ છે રાજા રણછોડ છે.. જેવા નાદથી કૃષ્ણ મંદિરો ગુંજી ઉઠ્યા હતા. જન્માષ્ટમી પ્રસંગે દ્વારકામાં આવેલું જગત મંદિર, ડાકોરમાં રણછોડરાય મંદિર અને વૃંદાવન મંદિરથી લાઇવ દર્શન કરાવી રહ્યા છીએ.
દ્વારકા જગત મંદિરથી લાઈવ દર્શન
સવારથી ભારે વરસાદ હોવા છતા કૃષ્ણ મંદિરોમાં ભક્તોના ઘોડા પૂર ઉમટી પડ્યા હતા. નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલકી…હાથી ઘોડા પાલખી જય કનૈયા લાલકી..જય રણછોડ માખણ ચોર, મંદિરમાં કોણ છે રાજા રણછોડ છે.. જેવા નાદથી કૃષ્ણ મંદિરો ગુંજી ઉઠ્યા હતા.
ડાકોર રણછોડરાય મંદિરથી લાઈવ દર્શન
જન્માષ્ટમી પર શ્રીકૃષ્ણ મંદિરોમાં લાઇટ અને ફુલોની સુંદર સજાવટ કરવામાં આવી છે. જન્માષ્ટમી નિમિત્તે શ્રીકૃષ્ણ મંદિરમાં દર્શન માટે ભક્તોની લાઇનો લાગી હતી. ભક્તો કૃષ્ણમય બની ગયા છે.
વૃંદાવન મંદિરથી લાઈવ દર્શન
શ્રી કૃષ્ણ જન્માષ્ટમીના શુભ અવસર પર અમદાવાદના ઇસ્કોન મંદિરમાં ભક્તોની ભારે ભીડ ઉમટી પડી હતી. મંદિરને આકર્ષક ફૂલો, રોશની અને રંગોળીથી શણગારવામાં આવ્યું હતું. ભક્તોએ ભગવાન કૃષ્ણની વિશેષ પ્રાર્થના કરી અને ભક્તિમય ભજનોમાં ભાગ લીધો હતો
અમદાવાદ ઇસ્કોન મંદિર લાઇવ દર્શન
ભાડજ હરે કૃષ્ણા મંદિરમાં પણ મોટી સંખ્યામાં ભક્તોની ભીડ છે. ભગવાન શ્રી કૃષ્ણની નગરી મથુરા-વૃંદાવનને ઓપરેશન સિંદૂરની તર્જ પર શણગારવામાં આવ્યું છે. કૃષ્ણ જન્માષ્ટમી પર, ભક્તિની સાથે લોકો દેશભક્તિની ભાવનામાં પણ ડૂબેલા જોવા મળે છે.