Religion: જાપ માળમાં 108 મણકા કેમ હોય છે? જાણો ધાર્મિક અને વૈજ્ઞાનિક મહત્વ

Why 108 Beads In Japa Mala : હિન્દુ ધર્મમાં મંત્રોચ્ચાર માટે વરરાતી જાપ માળામાં 108 મણકા હોય છે. ચાલો જાણીયે જાપ માળાના 108 મણકાનું ધાર્મિક અને વૈજ્ઞાનિક મહત્વ

Written by Ajay Saroya
Updated : December 03, 2025 18:22 IST
Religion: જાપ માળમાં 108 મણકા કેમ હોય છે? જાણો ધાર્મિક અને વૈજ્ઞાનિક મહત્વ
Japa Mala : જાપ માળામાં 108 મણકા હોય છે.

Why 108 Beads In Japa Mala : વૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં ગ્રહની ખરાબ અસર ઘટાડવા માટે મંત્ર અને રત્નોનું વર્ણન કરવામાં આવ્યું છે. જેમા માળાનો ઉપયોગ મંત્ર જાપ કરવા માટે થાય છે. તે માળામાં મોતીની સંખ્યા 108 છે અને ઉપર સુમેરુ હોય છે. પરંતુ શું તમે જાણો છો કે માળામાં મોતીની સંખ્યા માત્ર 108 કેમ હોય છે?

તમને જણાવી દઈએ કે જ્યોતિષશાસ્ત્રમાં નક્ષત્રોની સંખ્યા 27 છે. તો દરેક નક્ષત્રના 4 તબક્કા હોય છે અને 27 નક્ષત્રોના કૂલ 108 તબક્કા થાય છે. આ માળાનો દરેક મણકો નક્ષત્રના દરેક તબક્કાનું પ્રતિનિધિત્વ કરે છે. ચાલો જાણીએ જાપ માળાના 108 મણકાનું ધાર્મિક અને વૈજ્ઞાનિક મહત્વ

108 અંકનો રાશિ ચિહ્ન અને નવગ્રહ સાથે સંબંધ

જ્યોતિષશાસ્ત્ર અનુસાર, બ્રહ્માંડ 12 ભાગમાં વહેંચાયેલું છે. એટલે કે બ્રહ્માંડમાં 12 રાશિ છે. આ 12 રાશિમાં મેષ, વૃષભ, મિથુન, કર્ક, સિંહ, કન્યા, તુલા, વૃશ્ચિક, ધન, મકર, કુંભ અને મીન રાશિ છે. આ 12 રાશિઓમાં સૂર્ય, ચંદ્ર, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ, રાહુ અને કેતુ જેવા નવ ગ્રહોનું વર્ચસ્વ છે. આવી સ્થિતિમાં, જો ગ્રહોની સંખ્યાને 9 વડે 12 રાશિઓ દ્વારા ગુણાકાર કરવામાં આવે તો 108 સંખ્યા આવે છે. તેથી, જાપ માળામાં 108 મણકા હોય છે.

સૂર્યની કળાઓ સાથે 108 અંકનો સંબંધ

ખગોળશાસ્ત્ર અનુસાર, સૂર્ય એક વર્ષમાં 216000 કળા બદલે છે. એટલે કે સૂર્ય દેવ પણ વર્ષમાં બે વાર પોતાનું સ્થાન બદલી નાખે છે. સૂર્ય ભગવાન છ મહિના ઉત્તરાયણ અને છ મહિના દક્ષિણાયન રહે છે. તેથી, સૂર્ય છ મહિનાની સ્થિતિમાં 108000 વખત તબક્કા બદલાય છે. આવી સ્થિતિમાં, જપ માળામાં 108 મણકા સૂર્ય ભગવાનની કળા સાથે સંબંધિત છે. જેના કારણે માળામાં 108 મણકા હોય છે.

108 અંકનું વૈજ્ઞાનિક કારણ

વિજ્ઞાન અનુસાર, એક વ્યક્તિ 24 કલાકમાં લગભગ 21600 વખત શ્વાસ લે છે. આમ એક દિવસના 24 કલાકમાંથી, 12 કલાક દરરોજ કામ કરે છે અને બાકીના 12 કલાકમાં વ્યક્તિ 10800 વખત શ્વાસ લે છે. આ સમયે દેવતાઓનું ધ્યાન કરવું જોઈએ. પરંતુ ઘણી વખત વ્યક્તિ જાપ કરી શકતો નથી. તેથી જ 10800 વખત શ્વાસની સંખ્યામાંથી છેલ્લા બે શૂન્યને દૂર કરીને જાપ માટે 10800 અંક સેટ કરવામાં આવ્યો છે. આથી જ જાપ માળામાં 108 મણકા હોય છે.

108 અંકનો અર્થ

  • 1 = એકતા, એકત્વ
  • 1 = પૂર્ણતા
  • 8 = સર્જન અને પુનર્જન્મનું અનંત અને અંતહીન ચક્ર.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ