Guru Mahadasha: 16 વર્ષ ચાલે છે ગુરુ ગ્રહની મહાદશા, જાણો જીવનમાં પ્રભાવ અને ઉપાય વિશે

જો કુંડળીમાં ગુરુ ગ્રહ સકારાત્મક બેઠો છે તો વ્યક્તિ ભાગ્યશાળી કહેવાય છે. એના પ્રભાવથી જાતકોનું વ્યક્તિત્વ સુંદર અને આકર્ષક થાય છે.

Updated : October 31, 2022 12:33 IST
Guru Mahadasha: 16 વર્ષ ચાલે છે ગુરુ ગ્રહની મહાદશા, જાણો જીવનમાં પ્રભાવ અને ઉપાય વિશે
પ્રતિકાત્મક તસવીર

Guru Mahadasha Effect: જ્યોતિષમાં નવગ્રહોનું વર્ણન મળે છે. આ ગ્રહોની મહાદશાનો પ્રભાવ માણસ પર પડે છે. વ્યક્તિને કેવું ફળ પ્રાપ્ત થશે, એ આ વાત પર નિર્ભર કરે છે કે તેની કુંડળીમાં ગ્રહ કેવી સ્થિતિમાં બેઠો છે. અહિંયા આપણે વાત કરી રહ્યા છીએ ગુરુ ગ્રહની મહાદશા વિષે જે 16 વર્ષ સુધી રહે છે. જો કુંડળીમાં ગુરુ ગ્રહ સકારાત્મક બેઠો છે તો વ્યક્તિ ભાગ્યશાળી કહેવાય છે. એના પ્રભાવથી જાતકોનું વ્યક્તિત્વ સુંદર અને આકર્ષક થાય છે. એવા વ્યક્તિ શિક્ષિત, જ્ઞાનવાન અને ઉદારવાદી વિચારોના હોય છે. આવો જાણીએ ગુરુની મહાદશાનો જીવનમાં પ્રભાવ અને ઉપાય.

ગુરુ ગ્રહની મહાદશાનો જીવન પર પ્રભાવ

જો કુંડળીમાં ગુરુ ગ્રહ શુભ હોય તો

ગુરુ ગ્રહ જો કુંડળીમાં શુભ બિરાજમાન હોય તો વ્યક્તિના કાર્યક્ષેત્રમાં લાભ પ્રાપ્ત થાય છે. સાથે જ મૂળ શિક્ષણના ક્ષેત્રમાં પ્રથમ રહે છે. તેના જીવનમાં પૈસાની કમી રહેતી નથી. વ્યક્તિનું પૂજા પાઠમાં મન લાગે છે. એટલે કે તે વ્યક્તિ આશાવાદી અને ભગવાનમાં આસ્થા રાખતા હોય છે. તે જ્ઞાની અને ઈમાનદાર હોય છે. ગુરુ બૃહસ્પતિ સંતાન સુખ પણ આપે છે. ગુરુ ગ્રહ સકારાત્મક હોવાથી વ્યક્તિ શિક્ષા વિભાગમાં કામ પણ કરે છે. સાથે જ જ્યોતિષના ક્ષેત્રમાં પણ સારું નામ કમાઈ લે છે. જ્યારે જો વ્યક્તિ કોઈ વ્યક્તિ પર ગુરુ ગ્રહની મહાદશા ચાલી રહી હોય તો વ્યક્તિને આ વસ્તુ સંબંધિત ફળ પ્રાપ્ત થાય છે.

જો કુંડળીમાં ગુરુ ગ્રહ અશુભ હોય

ગુરુ ગ્રહ જો જન્મ કુંડળીમાં અશુભ સ્થિત હોય તો વ્યક્તિને કાર્યક્ષેત્રમાં પડકારોનો સામનો કરવો પડે છે. તેમનું પૂજા પાઠમાં મન નથી લાગતું સાથેજ તે વ્યક્તિ નાસ્તિક પણ હોય છે.બૃહસ્પતી ગ્રહથી વ્યક્તિને પેટ સંબંધીત રોગ, પેટનો દુખાવો, એસીડીટી, કમજોર પાચનતંત્ર, કેન્સર જેવા રોગ થવાનું જોખમ રહે છે. સાથે વ્યક્તિને વૈવાહિક જીવનનું સુખ પ્રાપ્ત થતું નથી અને લગ્ન થવામાં અડચણ આવે છે.

ગુરુ ગ્રહના ઉપાય

1- જો કુંડળીમાં ગુરુ અશુભ સ્થિત હોય તો ગુરુવારના વ્રત કરો, ભગવાન બૃહસ્પતિ દેવની પૂજા કરો

2- નાહવાના પાણીમાં હળદર નાખીને એ પાણીથી ન્હાવું, એવું કરવાથી ગુરુ ગ્રહનો અશુભ પ્રભાવ ઓછો થશે.

3- ગુરુવારના દિવસે મંદિર જઈ કેળાના ઝાડની પૂજા કરવી, પૂજા કરતી વખતે કેળાના ઝાડ પર હળદર, ગોળ અને ચણાની દાળ ચડાવો.

4- ગુરુવારના દિવસે ગરીબો કે જરૂરિયાતમંદોને પીળી ચણાની દાળ, કેળા અને પીળી મીઠાઈ દાન કરવી.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ