Guru Gochar 2024: સુખ – સંપત્તિના દાતા ગુરુ ગ્રહ આ 3 રાશિઓ પર થશે મહેરબાન; ધન લાભ થશે અને દરેક કાર્યમાં મળશે સફળતા

Guru Nakshatra Gochar 2024: ગુરુ ગ્રહ રાશિ પરિવર્તનની જેમ નક્ષત્ર પરિવર્તન કરે છે, જેની તમામ 12 રાશિઓ પર અલગ- અલગ અસર થાય છે. ગુરુના નક્ષત્ર ગોચરથી આ 3 રાશિની કિસ્મત ચમકશે.

Written by Ajay Saroya
February 22, 2024 21:36 IST
Guru Gochar 2024: સુખ – સંપત્તિના દાતા ગુરુ ગ્રહ આ 3 રાશિઓ પર થશે મહેરબાન; ધન લાભ થશે અને દરેક કાર્યમાં મળશે સફળતા
Brihaspati Guru : ગુરુ ગ્રહ એ દેવતાઓના ગુરુ છે.

Guru Nakshatra Gochar 2024: ગુરુ ગ્રહ જે દેવતાઓના ગુરુ છે, તે ચોક્કસ સમયગાળા પછી રાશિ પરિવર્તન કરે છે. તમને જણાવી દઈએ કે આ સમયે ગુરુ પોતાની રાશિ મેષ રાશિમાં સ્થિત છે અને મે સુધી આ રાશિમાં રહેશે. આ ઉપરાંત, ગુરુ ચોક્કસ સમયગાળા પછી નક્ષત્ર પરિવર્તન કરે છે, જે ચોક્કસપણે 12 રાશિઓના જીવનને કોઈને કોઈ રીતે અસર કરે છે.

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ સમયે ગુરુ શતભિષા નક્ષત્રમાં બિરાજમાન છે. તે 6 એપ્રિલ, બપોરે 3:55 વાગ્યે પૂર્વાભાદ્રપદ નક્ષત્રમાં પ્રવેશ કરશે. જ્યાં તેઓ 3 ઓક્ટોબર 2024 સુધી રોકાવાના છે. તમને જણાવી દઈએ કે આ રાશિના સ્વામી શનિદેવ છે. આથી અમુક રાશિના જાતકોને અઢળક લાભ થઇ શકે છે. ચાલો જાણીયે ગુરુ ગ્રહના પૂર્વ ભાદ્રપદ નક્ષત્રમાં પ્રવેશથી કઇ કઇ રાશિઓની કિસ્મત ચમકશે

guru margi 2023 | guru gochar | guru transit | jupiter transit
ગુરુ ગ્રહ માર્ગી ફોટો ફ્રીપિક્સ

સિંહ રાશિ (Leo Zodiac)

દેવ ગુરુ આ રાશિના નવમા ભાવમાં એટલે કે ભાગ્યના ઘરમાં બિરાજશે. આવી સ્થિતિમાં, આ રાશિના લોકો તેમના લાંબા સમયથી અટકેલા કામ પૂર્ણ કરશે. આ સાથે, તમને તમારી મહેનત અને સમર્પણનું ફળ ચોક્કસપણે મળશે. લાંબા સમયથી અટકેલા કામ ફરી એકવાર શરૂ થશે. જે લોકો વિદેશ જવાનું સપનું જોઈ રહ્યા છે તેમને પણ લાભ મળવાની સંભાવના છે. વિદ્યાર્થીઓની વાત કરીએ તો તેમને ઉચ્ચ શિક્ષણ મેળવવાની તક મળી શકે છે. આધ્યાત્મિકતા તરફ પણ રસ વધશે. તેની સાથે પિતા અને ગુરુનો સહયોગ મળશે. સમાજમાં માન-સન્માન વધશે.

કર્ક રાશિ (Kark Zodiac)

કર્ક રાશિમાં દેવ ગુરુનું ગોચર દસમા ઘરમાં છે. આવી સ્થિતિમાં કર્ક રાશિના લોકોને લાભ થવાની સંભાવના છે. કરિયરમાં ચાલી રહેલી સમસ્યાઓનો હવે અંત આવશે. આ સાથે તમને સરકારી અધિકારીઓનો સહયોગ મળશે તેમજ સન્માન પણ મળશે. લાંબા સમયથી અટકેલા કામ પૂર્ણ થશે. તેનાથી આવકના નવા સ્ત્રોત ખુલશે અને તમે બચત કરવામાં પણ સફળ રહી શકો છો.

શનિ ગ્રહની સપ્તમ દ્રષ્ટિ ધનના ભવમાં પડવાને કારણે તમારી આર્થિક સ્થિતિ સારી રહેશે. સંતાનો તરફથી તમને ખુશી મળી શકે છે. આ સાથે તમે શેર અને લોટરીમાંથી કમાણી કરી શકો છો. શેરબજારમાંથી તમને મોટો નફો થવાની સંભાવના છે. લગ્ન જીવનમાં ખુશીઓ આવશે. આ સાથે અવિવાહિત લોકોને લગ્નનો પ્રસ્તાવ મળી શકે છે.

kark rashifal | cencer horoscope | Astrology | Yearly horoscope
કર્ક રાશિફળ, આગામી 8 વર્ષનું રાશિ ભવિષ્ય

મિથુન રાશિ (Mithun Zodiac)

ગુરૂનું પૂર્વાભાદ્રપદ નક્ષત્રમાં ગોચર મિથુન રાશિના લોકો માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. તમને ભાગ્યનો પૂરો લાભ મળશે. તેનાથી આવકના નવા સ્ત્રોત ખુલશે અને તમે ઘણા પૈસા કમાવવામાં સફળ થઈ શકો છો. રાજકારણ સાથે સંકળાયેલા લોકો ઉચ્ચ અધિકારીઓ સાથે સારા સંબંધો સ્થાપિત કરશે. તેમજ તમારી નિર્ણય લેવાની ક્ષમતામાં વધારો થશે, જેનાથી ભવિષ્યમાં તમને ઘણો ફાયદો થવા સંભવ છે.

નોકરિયાત વર્ગને પણ લાભ મળવાની પૂરે પૂરે શક્યતા છે. નવું કામ શરૂ કરવા ઇચ્છો છો, તો તેમા તમને ફાયદો થઇ શકે છે. પરિવારની સાથે સારો સમય વિતાવશો અને સંતાન સુખની પ્રાપ્તિ થઇ થઇ શકે છે.

આ પણ વાંચો | માર્ચ ગ્રહ ગોચર : માર્ચ મહિનામાં ગ્રહોનું મહાપરિવર્તન, આ રાશિના જાતકો થશે ધનવાન

(Disclaimer : આ લેખમાં આપેલી કોઈપણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ સ્ત્રોતમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પૂરી પાડવાનો છે. તેની સાચી સાબિત કરવાનો નથી. કોઈપણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા, કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી.)

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ