Jyotish Tips of Turmeric in Gujarati: હળદરને ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. હળદરનો ઉપયોગ પૂજાપાઠમાં પણ કરવામાં આવે છે. હળદર એક ખાસ પ્રકારની દવા છે, તેમાં દૈવી ગુણો જોવા મળે છે. તેમજ હળદર માત્ર ભોજનનો સ્વાદ જ નથી વધારતી, પણ જીવનમાં સુખ-સમૃદ્ધિ પણ લાવે છે. ઉપરાંત હળદરનો સંબંધ ભગવાન વિષ્ણુ અને ગુરુ બૃહસ્પતિ સાથે હોવાનું માનવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત ગુણકારી હળદરના અમુક ઉપાયો દર્શાવવામાં આવ્યા છે, જે કરવાથી જીવનમાં સુખ-સમૃદ્ધિ અને સંપત્તિની પ્રાપ્તિ થાય છે. ચાલો જાણીયે હળદરના ચમત્કારી જ્યોતિષ ઉપાયો વિશે…
ગુરુ દોષ દૂર થશે
જો કોઈ વ્યક્તિની કુંડળીમાં ગુરુ ગુરુ નકારાત્મક અથવા નબળા હોય તો તે વ્યક્તિએ પોતાના ગળામાં પીળા દોરામાં હળદર ધારણ કરવી જોઈએ. તેમજ નહાવાની પાણીમાં એક ચપટી હળદર નાખીને સ્નાન કરવું જોઈએ. આમ કરવાથી ગુરુ દોષમાંથી મુક્તિ મેળવી શકાય છે સાથે સાથે ગુરુ કૃપા પણ મળી શકે છે.
ફસાયેલા પૈસા પરત મળશે
જો તમે ઘણા પ્રયત્નો પછી પણ ફસાયેલા પૈસા પરત મેળવી શક્યા નથી, તો હળદરનો ચમત્કારી ઉપાય તમારી મુશ્કેલી દૂર કરશે. ગુરુવારના દિવસે થોડા ચોખાને હળદરથી રંગીલો અને તેને લાલ કપડામાં બાંધીને તમારા પર્સમાં રાખો. આમ કરવાથી ફસાયેલા પૈસા પરત મળવાના યોગ બનશે.
ખરાબ સ્વપ્નમાંથી મુક્તિ મેળવવા
જો તમને ઉંઘમાં ખરાબ સ્વપ્ન આવતા હોય અને તમને ડરી જતા હોવ તો હળદરની એક ગાંઠ પર નાડાછડી બાંધીને પોતાના માથા પાસે રાખો. હળદરના ઉપાયથી તમને ખરાબ સ્વપ્ન આવશે નહીં.
ધંધા-વેપારમાં વૃદ્ધિ અને નાણાકીય મુશ્કેલી દૂર કરવા
જો તમે ઘણા પ્રયત્નો પછી પણ આર્થિક સંકટમાંથી મુક્તિ મેળવી શક્યતા નથી, તો ગુરુવારે ભગવાન ગણેશને હળદરના ગાંઠની માળા અર્પણ કરો. આમ કરવાથી કાર્યમાં આવતી અડચણો દૂર થાય છે. ધંધો પણ સારો ચાલે છે.
લગ્ન સંબંધિત અડચણો દૂર કરવા
લગ્નની ઉંમર થઈ ગયા પછી પણ જો લગ્નની શક્યતાઓ ન બની રહી હોય તો તમારે દરરોજ એક ડોલ પાણીમાં હળદર નાખીને સ્નાન કરવું જોઈએ. આમ કરવાથી લગ્નની યોગ બનશે.





