scorecardresearch

કાર્તિક પૂર્ણિમા ક્યારે છે, જાણો શુભ મુહૂર્ત, પૂજા વિધી અને પૌરાણિક કથા

Kartik Purnima 2022 : કાર્તિક પૂર્ણિમા 2022 8 નવેમ્બરના રોજ ઉજવવામાં આવશે. આ દિવસે ભગવાન વિષ્ણુ (God Vishnu) અને તુલસી પૂજા (Tulsi Puja) નું મહત્ત્વ જણાવવામાં આવ્યું છે. તુલસીની પૂજા કરવાથી દેવી લક્ષ્મી (Devi Lakshmi) ની કૃપા પ્રાપ્ત થાય છે.

કાર્તિક પૂર્ણિમા ક્યારે છે, જાણો શુભ મુહૂર્ત, પૂજા વિધી અને પૌરાણિક કથા
કાર્તિક પૂર્ણિમા 2022

Kartik Purnima 2022 : આ વખતે કાર્તિક પૂર્ણિમા 8મી નવેમ્બર 2022ના રોજ આવી રહી છે. કારતક માસના શુક્લ પક્ષમાં આવતી પૂર્ણિમાને કારતક પૂર્ણિમા કહેવામાં આવે છે. આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે.

કાર્તિક પૂર્ણિમા 2022 મુહૂર્ત

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કાર્તિક પૂર્ણિમા તિથિ 7 નવેમ્બરે સાંજે 4.15 કલાકે શરૂ થશે અને બીજા દિવસે 8 નવેમ્બરે સાંજે 4.31 કલાકે સમાપ્ત થશે.

કાર્તિક પૂર્ણિમા 2022 પૂજા વિધિ

સવારે વહેલા ઊઠીને ગંગા કે કોઈ પવિત્ર નદીમાં સ્નાન કરો. આ દિવસે વ્રત પણ રાખવામાં આવે છે. ભગવાન વિષ્ણુ અને તુલસીની પૂજાનું મહત્વ જણાવવામાં આવ્યું છે. ઉગતા સૂર્યને પણ અર્ઘ્ય ચઢાવવું જોઈએ. માન્યતા અનુસાર આ દિવસે દાન કરવાથી પુણ્ય પ્રાપ્ત થાય છે.

કાર્તિક પૂર્ણિમા 2022 પૌરાણિક કથા

દંતકથા અનુસાર, ભગવાન વિષ્ણુએ આ દિવસે રાક્ષસ સંઘાસુરને મારવા માટે મત્સ્યાવર લીધુ હતું. આ દિવસે દીપ દાનનું પણ ખૂબ મહત્વ છે. ત્રિપુરા નામના રાક્ષસની કઠોર તપસ્યાથી પ્રસન્ન થઈને બ્રહ્માએ તેને વરદાન માંગવા કહ્યું.

તેણે વરદાન માંગ્યું કે તે કોઈ દેવ અને માણસના હાથે મૃત્યુ ન પામે. બ્રહ્માજીએ તેને એવું વરદાન આપ્યું. આ પછી તેના અત્યાચારથી બધા પરેશાન થઈ ગયા અને તેણે કૈલાશ પર પણ હુમલો કર્યો. આ પછી ભગવાન શિવે ભગવાન વિષ્ણુની મદદથી તેનો વધ કર્યો.

આ પણ વાંચોભાગ્યશાળી લોકોના હાથમાં હોય છે ગુરૂ પર્વતનું આ નિશાન

કારતક પૂર્ણિમાના ઉપાયો

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કારતક પૂર્ણિમાના દિવસે તુલસીની સામે ઘીનો દીવો પ્રગટાવો. તુલસીને સૌંદર્ય પ્રસાધનો અર્પણ કરો. આ દિવસે તુલસી વિવાહ પણ કરવામાં આવે છે. માન્યતા અનુસાર આ દિવસે તુલસીની પૂજા કરવાથી દેવી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે.

Web Title: Kartik purnima 2022 shubh muhurat puja vidhi story

Best of Express