આજે પરિણીત સ્ત્રીઓએ પોતાના પતિના લાંબા આયુ અને ઘરમાં સુખ સમૃદ્ધીનો વાસ થાય તે હેતુથી વ્રત રાખે હોય છે. ત્યારે આવો જાણીએ આ વ્રત સંબંધિત કેટલીક માન્યતાઓ અને આજે કેટલા વાગ્યે ચાંદ દેખાશે. એક માન્યતા અનુસાર કરવા ચોથના દિવસે ભગવાન શિવ, માતા પાર્વતી, ગણેશજી તેમજ કાર્તિકેયની પૂજા ચંદ્રોદયના એક કલાક પહેલાં કરવામાં આવે છે. જ્યોતિષના મતે કરવા ચોથનું વ્રત સૂર્યોદયના પહેલાથી ચંદ્રોદય સુધી રાખવામાં આવે છે. સૌભાગ્યવતી સ્ત્રીઓ આ દિવસે રાત્રે ચંદ્ર દર્શન તેમજ જલ અર્પણ કરી પોતાનું વ્રત ખોલે છે.
કરવા ચોથના દિવસે પરોઢિયે બ્રહ્મ મુહર્તમાં ઉઠીને સ્નાન કરી ત્યારબાદ ઘરની સફાઇ કરવામાં આવે છે. જે બાદ વહુએ સાસુ આપે એ જ ભોજન લેવાનું હોય છે. ભોજેન બાદ વ્રતનું સંકલ્પ અને સાંજના સમયે વેદી બનાવીને ભગવાન શિવ, પાર્વતી, ગણેશ તેમજ કાર્તિકેયની આરાધના કરવામાં આવે છે.
એક એવી પણ માન્યતા લોકોમાં છે કે, કરવા ચોથનું વ્રત કરવાથી પતિનું લાંબુ આયુષ્ય થાય છે તેમજ ઘરમાં પણ સુખ-સમૃદ્ધિનો વાસ થાય છે. આ સાથે ભગલાન શિવની અસીમ કૃપાથી બધા દુ:ખ દુર થાય છે.
આ પણ વાંચો: Karwa Chauth 2022: 13 ઓક્ટોબરે છે કરવા ચોથ, પૂજા – વિધિની સામગ્રીમાં શું શું રાખવું
આ સમય પર ચાંગ દેખા દેશે
મોસમ વિભાગ પ્રમાણે આજે દેશના વિવિધ શહરોમાં સાનુકુળ વાતાવરણ અને મોસમ સાફ રહેશે. આ સાથે આ શહેરોમાં અલગ અલગ સમય પર ચાંદ દેખા આપશે. દિલ્હીમાં રાત 8.09 વાગ્યે, મુંબઇમાં રાત 8.48, કોલકત્તામાં રાત 7.37 વાગ્યે તો લખનઉમાં 7.78 વાગ્યે, ગુડગાંવમાં રાત્રે 8.11 વાગ્યે જ્યારે ચંદીગઢમાં 8.06 વાગ્યે, ભોપાલમાં રાત 8.21 વાગ્યે, પટનામાં 7.44 અને દેહરાદુનમાં 8.02 વાગ્યે તથા પ્રયાગરાજમાં રાત 7.57 તેમજ નોઇડામાં 8.08 ચાંદ નીકળશે.