Janmashtami 2024 Date And Puja Shubh Muhurat: જન્માષ્ટમી 2024 તારીખ અને સમય: જન્માષ્ટમી એટલે ભગવાન શ્રીકૃષ્ણનો જન્મદિવસ છે. શ્રાવણ વદ આઠમ તિથિ પર ભગવાન શ્રીકૃષ્ણની જન્માષ્ટમી તરીકે ઉજવાય છે. આ દિવસને સમગ્ર વિશ્વમાં કૃષ્ણ ભક્તો દ્વારા ઉજવવામાં આવે છે. મથુરામાં એક મહિના પહેલા જ તૈયારીઓ શરૂ થઇ જાય છે અને આ અવસર પર અહીં એક સામાન્ય ઘર પણ મંદિર જેવું દેખાય છે. ઉપરાંત દુનિયાના અલગ-અલગ ખૂણે લોકો આ તહેવારને પોતાની રીતે ઉજવે છે. જન્માષ્ટમી પર વ્રત ઉપવાસ કરવાનું ઘણું મહત્વ છે. શ્રાવણ વદ આઠમની રાતે 12 વાગે ભગવાન શ્રીકૃષ્ણનો જન્મોત્સવ ઉજવાય છે. ચાલો જાણીયે વર્ષ 2024માં જન્માષ્ટમી ક્યારે છે, કેવી રીતે વ્રત ઉપવાસ કરવો જોઇએ.
જન્માષ્ટમી 2024 તારીખ (Janmashtami 2024 Date)
શ્રાવણ વદ સુદ આઠમના દિવસે જન્માષ્ટમી ઉજવાય છે. વર્ષ 2024માં જન્માષ્ટમી 26 ઓગસ્ટના રોજ ઉજવવામાં આવશે. આ દિવસે દુનિયાભરના કૃષ્ણ ભક્તો ભગવાનની પૂજા અર્ચના કરે છે.
જન્માષ્ટમીનું વ્રત ક્યારે કરવું
26 ઓગસ્ટ એટલે કે સોમવારે જન્માષ્ટમી મનાવવામાં આવશે. આ દિવસે આઠમ તિથિ 3.39 વાગ્યાથી શરૂ થશે, તેથી જન્માષ્ટમીનું વ્રત, ઉપવાસ અને પૂજા 26 ઓગસ્ટના દિવસે કરવામાં આવશે.
2024માં જન્માષ્ટમી ક્યારે છે?
વર્ષ 2024માં જન્માષ્ટમી 26 ઓગસ્ટનો રોજ ઉજવાશે. જન્માષ્ટમી તિથિ 26 ઓગસ્ટ, 2024ના રોજ સવારે 3.39 વાગે શરૂ થશે અને 27 ઓગસ્ટ સવારે 2.19 મિનિટ સુધી રહેશે.
જન્માષ્ટમી વ્રત ઉપવાસ અને પારણાનો સમય
જન્માષ્ટમીનો વ્રત ઉદય તિથિ અનુસાર 26 ઓગસ્ટ, 2024ના રોજ રાખવામાં આવશે. તો જન્માષ્ટમી વ્રતના પારણા 27 ઓગસ્ટ 2024ના રોજ સવારે સૂર્યોદય બાદ કરવામાં આવશે.
જન્માષ્ટમી 2024 પૂજા શુભ મુહૂર્ત (Janmashtami 2024 Puja Shubh Muhurat)
જન્માષ્ટમી પૂજાનુ શુભ મુહૂર્ત 26 ઓગસ્ટની રાતે 12 વાગે થી લઇ 12.45 મિનિટ સુધી રહેશે. આ દરમિયાન તમે ભગવાન શ્રીકૃષ્ણ અને બાળ ગોપાલની પૂજા કરી શકો છો.
કૃષ્ણ જન્માષ્ટમીનું મહત્વ
જન્માષ્ટમી ભગવાન શ્રીકૃષ્ણના જન્મ તરીકે ઉજવવામાં આવે છે. ભગવાન શ્રીકૃષ્ણના ભક્તો આ દિવસને ખૂબ જ ભક્તિ અને શ્રદ્ધા સાથે ઉજવે છે. તેમને દિવ્યતા, પ્રેમ અને ધાર્મિકતાના પ્રતીક તરીકે જોવામાં આવે છે. પૌરાણિક કથા અનુસાર ભગવાન વિષ્ણુના આઠમા અવતાર ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ શ્રાવણ વદ આઠમની રાત્રે 12 વાગ્યે મામા કંસની જેલમાં માતા દેવકીને ત્યાં થયો હતો. આ પછી તેના પિતા વાસુદેવ તેમને નંદગાંવ લઈ ગયા અને માતા યશોદા પાસે મુકીને પાછા આવી ગયા. નંદગાંવમાં જ કૃષ્ણનો ઉછેર થયો અને વિવિધ લીલાઓ દેખાડી હતી. તેમણે મથુરાના રાજા મામા કંસનો વધ કર્યો અને ધર્મની સ્થાપના કરી.