શુક્ર બુધ યુતિથી બનશે લક્ષ્મી નારાયણ રાજયોગ, આ રાશિઓને થશે આકસ્મિક ધનલાભ, દરેક ક્ષેત્રમાં સફળતા

lakshmi narayan yoga : ધન અને વૈભવ સુખ દાતા શુક્ર અને વેપાર, બુધ્ધિના દાતા બુધ દેવની યુતિ સિંહ રાશમાં બનવા જઈ રહી છે. જેનાથી લક્ષ્મી નારાયણ યોગ બનશે. આ યોગનો પ્રભાવ દરેક રાશિઓના જાતકો પર પડશે.

Written by Ankit Patel
August 14, 2023 14:33 IST
શુક્ર બુધ યુતિથી બનશે લક્ષ્મી નારાયણ રાજયોગ, આ રાશિઓને થશે આકસ્મિક ધનલાભ, દરેક ક્ષેત્રમાં સફળતા
બુધ શુક્ર યુતિ લક્ષ્મી નારાયણ રાજયોગ

Lakshmi Narayan Rajyog : જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે ગ્રહ ગોચર દરેક યુતિનું નિર્માણ કરે છે. જેની અસર માનવ જીવન અને પૃથ્વી પર સીધી રીતે પડી શકે છે. ધન અને વૈભવ સુખ દાતા શુક્ર અને વેપાર, બુધ્ધિના દાતા બુધ દેવની યુતિ સિંહ રાશમાં બનવા જઈ રહી છે. જેનાથી લક્ષ્મી નારાયણ યોગ બનશે. આ યોગનો પ્રભાવ દરેક રાશિઓના જાતકો પર પડશે. પરંતુ ત્રણ રાશિઓ એવી છે જેને આ યોગ શુભ ફળદાયી સાબિત થઈ શકે છે. આ લકી રાશિ કઈ છે.

ધન રાશિ (Dhan Zodiac)

આ રાશિના જાતકો માટે લક્ષ્મી નારાયણ રાજયોગનું બનવું શુભ સાબિત થઇ શકે છે કારણ કે આ યોગ તમારી રાશિના ભાગ્ય સ્થાનમાં બનવા જઈ રહ્યો છે. આ સમયે તમારે ભાગ્યનો સાથ મળી શકે છે. સાથે જ પ્રતિયોગી વિદ્યાર્થીઓને તૈયારી માટે પણ સમય પુરતો છે જેના યોગ્ય પરિણામ પણ મળશે. આ સમયે તમારા ઘર અથવા પરિવારમાં કોઈ ધાર્મિક અથવા માંગલિક કાર્યક્રમ થઇ શકે છે. સાથે જ આ સમયે તમે ધાર્મિક અથવા અન્ય યાત્રા પર પણ જઇ શકો છો.

વૃશ્ચિક રાશ (Scorpio Zodiac)

લક્ષ્મી નારાયણ રાજયોગનું બનવું લાભપ્રદ સિદ્ધ થઈ શકે છે. કારણ કે આ યોગ તમારી રાશિના કર્મભાવ પર બનશે. એટલા માટે આ દરમિયાન તમારે કામ-કારોબારમાં સારી સફળતા મળી શકે છે. જે લોકો બેરજોગાર છે તેમને નોકરીના અવસર પ્રાપ્ત થઇ શકે છે. આ સમયે ધનનો વિસ્તાર કરવા માટે તમારે યોગ્ય અવસર પ્રાપ્ત થશે. વેપારીઓને આ સમયે સારો ધનલાભ થઇ શકે છે. આનાથી કારોબારનો વિસ્તાર પણ થઇ શકે છે. આ સમયે તમને પિતાનો સહયોગ પણ પ્રાપ્ત થશે.

સિંહ રાશિ (Leo Zodiac)

તમારા લોકો માટે લક્ષ્મી નારાયણ રાજયોગનું બનવું આર્થિક રૂપથી શુભ સાબિત થઇ શકે છે. કારણ કે આ રાજયોગ તમારી રાશિના લગન ભાવમાં બનવા જઈ રહ્યો છે. આ માટે આ સમયે તમારે આત્મવિશ્વાસમાં વૃદ્ધિ જોવા મળશે. સાથે જ તમારા વ્યક્તિત્વમાં નિખાર આવશે. આ દરમિયાન તમારે તમારા જીવનસાથી સાથે સંબંધ ખુબ જ સારા રહેશે. આ જાતકોનું સ્વાસ્થ્ય પણ યથાવત રહેશે. આ સમયે આવકમાં વૃદ્ધિ જોવા મળી શકે છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ