Raj Yog: ધનરાશિમાં બનશે લક્ષ્મી નારાયણ રાજયોગ, આ રાશિઓના જાતકોના શરુ થશે સારા દિવસો

lakshmi narayan yoga zodiac effect: બુદ્ધિ અને વ્યાપારના દાતા બુધ ગ્રહ 3 ડિસેમ્બરે ધન રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યો છે. ત્યારે વૈભવ અને ધનના દાતા શુક્રગ્રહ 5 ડિસેમ્બરે ગોચર કરવા જઈ રહ્યા છે.

Written by Ankit Patel
November 30, 2022 15:20 IST
Raj Yog: ધનરાશિમાં બનશે લક્ષ્મી નારાયણ રાજયોગ, આ રાશિઓના જાતકોના શરુ થશે સારા દિવસો
લક્ષ્મી નારાયણ રાજયોગ પ્રતિકાત્મક તસવીર

Lakshmi Narayan Raj Yog: જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગ્રહ સમય-સમય પર ગોચર અને વક્રી થાય છે. સાથે જ લોકો સમય- સમય પર શુભ અને અશુભ યોગોનું નિર્માણ કરે છે. જેનો પ્રભાવ માનવ જીવન અને દેશ – દુનિયા પર જોવા મળે છે. ઉલ્લેખનીય છે કે બુદ્ધિ અને વ્યાપારના દાતા બુધ ગ્રહ 3 ડિસેમ્બરે ધન રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યો છે. ત્યારે વૈભવ અને ધનના દાતા શુક્રગ્રહ 5 ડિસેમ્બરે ગોચર કરવા જઈ રહ્યા છે. જેનાથી ધન રાશિમાં લક્ષ્મી નારાયણ યોગનું નિર્માણ થશે. જેનો પ્રભાવ બધી રાશિઓ ઉપર જોવા મળશે. પરંતુ ત્રણ રાશિઓ ઉપર ખાસ પ્રભાવ રહેશે. જેના માટે આ યોગ શુભ ફળદાયી સાબિત થશે.

કુંભ રાશિઃ આ રાશિના જાતકો માટે લક્ષ્મી નારાયણ રાજયોગ શુભ ફળદાયી સાબિત થઈ શકે છે. કારણ કે રાજયોગ તમારી રાશિના 11માં ભાવમાં બનવા જઈ રહ્યો છે. જેનાથી ઇનકમ અને લાભનો ભાવ માનવામાં આવે છે. એટલા માટે તમે નવા નવા માધ્યમોથી ધન કમાઈ શકો છો. આ સમયે તમારી ઇનકમમાં જબરદસ્ત ઉછાળો જોવા મળી શકે છે. સાથે જ આ મહિનામાં કુંભ રાશિના જાતકોના લોકો ભવિષ્ય માટે કંઇક પ્લાનિંગ કરી શકે છે અને રોકાણ પણ કરી શકે છે. જોકે તમે શેર બજાર, સટ્ટા અને લોટરીમાં ધનનું રોકાણ કરવા માંગો છો તો કરી શકો છો.

વૃશ્ચિક રાશિઃ લક્ષ્મી નારાયણ યોગ વૃશ્ચિક રાશિના લોકો માટે અનુકૂળ સાબિત થઈ શકે છે. કારણ કે આ રાજયોગ તમારી ગોચર કુંડળીના બીજા ભાવમાં બનવા જઈ રહ્યો છે. જેનાથી ધન અને વાણીનું સ્થાન માનવામાં આવે છે. એટલા માટે આ સમયે તમને આકસ્મિક ધનલાભ થઈ શકે છે. જો તમારું કરિયર વાણી ક્ષેત્ર સાથે જોડાયેલું છે તો શિક્ષા, માર્કેટિંગ વર્કર અને મીડિયા આ લોકો માટે આ સમય શાનદાર સાબિત થઇ શકે છે. સાથે જ આ સમયે તમારું અટકેલું ધન પણ મળી શકે છે. વ્યાપારમાં ઉધાર ધન આવી શકે છે.

મીન રાશિઃ લક્ષ્મી નારાયણ યોગ મીન રાશિના લોકોને શુભ ફળદાયી સાબિત થઈ શકે છે. કારણ કે રાજયોગ તમારી ગોચર કુંડળીના દશમા ભાવમાં બની રહ્યો છે. જેનાથી કર્મક્ષેત્ર અને જોબનો ભાવ બની જાય છે. એટલા માટે આ સમય તમને કાર્યસ્થળ ઉપર સંપૂર્ણ સહયોગ મળશે. સામાજિક ક્ષેત્રમાં તમને સમ્માન મળશે. જ્યારે જે લોકો નોકરીની શોધમાં છે તો ઓ તમને સફળતા મળી શકે છે. જે લોકો નોકરીમાં છે તેમનો અધિકારી વર્ગ સાથે તાલમેલ વધશે. સાથે જ કાર્યક્ષેત્રમાં તેમને નવી જવાબદારી મળી શકે છે. જ્યારે શુક્રગ્રના પ્રભાવમાં આ સમયે તમારી આર્થિક સ્થિતિમાં પણ સુધાર જોવા મળી શકે છે.

Live Updates
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ