shani dev: આ પાંચ રાશિઓ પર શનિદેવ હંમેશા રહેશે મહેરબાન, માનવામાં આવે છે ભાગ્યશાળી, સાડા સાતીનો પ્રભાવ થાય છે ઓછો

shani dev : જ્યોતિષ શાસ્ત્ર અનુસાર નવ ગ્રહોમાંથી શનિને સૌથી ધીમું ચાલતો ગ્રહ માનવામાં આવે છે. આ એક રાશિમાં આશરે દોઢ વર્ષ સુધી રહે છે.

Written by Ankit Patel
April 05, 2023 14:40 IST
shani dev: આ પાંચ રાશિઓ પર શનિદેવ હંમેશા રહેશે મહેરબાન, માનવામાં આવે છે ભાગ્યશાળી, સાડા સાતીનો પ્રભાવ થાય છે ઓછો
શનિ દેવ રાશિ પ્રભાવ

શનિદેવને કર્મફળના દાતા અને ન્યાય દેવા કહેવામાં આવે છે. ભગવાન સૂર્યના છાયા પુત્ર શનિદેવ વ્યક્તિને તેના કાર્મોના હિસાબથી શુભ અથવા અશુભ ફળ આપે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર નવ ગ્રહોમાંથી શનિને સૌથી ધીમું ચાલતો ગ્રહ માનવામાં આવે છે. આ એક રાશિમાં આશરે દોઢ વર્ષ સુધી રહે છે. આમ શનિ દેવને 12 રાશિઓનું ચક્કર લગાવવા માટે 30 વર્ષ લાગી જા છે. આવી સ્થિતિમાં જીવનમાં દરેક રાશિને શનિના પ્રકોપનો સામનો કરવો પડે છે. આવી સ્થિતિમાં જાતકોની કુંડળીમાં શનિ સાડા સાતી, પનોતી અથવા મહાદશા ચાલે છે.

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શનિને હંમેશા ક્રૂર ગ્રહ કહેવામાં આવે છે. પરંતુ કોઈ જાતકો ઉપર પોતાની કૃપા વરસાવવા લાગે તો વ્યક્તિને શારીરિક, આર્થિક અને પારિવારિક સમસ્યાઓમાંથી છૂટકારો મળી જાય છે. આ સાથે જ સુખ-સમૃદ્ધિનો વાસ થાય છે. આવી સ્થિતિમાં જાણો કે એ કઇ રાશિઓ છે જેના ઉપર હંમેશા શનદેવની મહેરબાન રહે છે.

વૃષભ રાશિ

આ રાશિ પર શનિદેવની વિશેષ કૃપા થાય છે. આ રાશિના સ્વામી શુક્ર ગ્રહ છે. સાથે જ મનના કારક ચંદ્રમા, વૃષભ રાશિમાં ઉચ્ચના હોય છે. એટલે શનિદેવ ભાગ્ય સ્થાન અને કર્મ સ્થાનના સ્વામી છે. શનિદેવ આ રાશિમાં ખરાબ પ્રભાવ આપતા નથી. જો શનીની સાડેસાતી આવે છે તો વધારે પ્રભાવ પડતો નથી.

કર્ક રાશિ

કર્ક રાશિના સ્વામી ચંદ્ર છે. આને જળ તત્વના સ્વામી માનવામાં આવે છે. આવી સ્થિતિમાં રાશિના જાતકોના ઉપર શનિનો દુષ્પ્રભાવ નહીં પડે. પરંતુ જો કુંડળીના કોઈ ભાવમાં મહાદશા ખરાબ ચાલી રહી છે તો શનિની સાડેસાતી આરંભ થઇ જાય છે. થોડી પરેશાનીઓ થઈ શકે છે.

તુલા રાશિ

તુલા રાશિના સ્વામી શુક્ર ગ્રહ છે. આ સાથે જ આ રાશિમાં શનિદેવ ઉચ્ચ રાશિના હોઇ શકે છે. આવી સ્થિતિમાં શનિની સાડે સાતી પડવાથી નકારાત્મક પ્રભાવ નહીં પડે.

કન્યા રાશિ

આ રાશિના સ્વામી બુધ છે. આ રાશિના ત્રણ દ્રેષ્કાણોના સ્વામી બુધ, શનિ અને શુક્ર છે. આવી સ્થિતિ શનિ અથવા ચંદ્રની રાશિ ત્રિકોણ ભાવમાં આવે છે. શનિની સાડે સાતીના નકારાત્મક પ્રભાવ પડવાનું બંધ થઇ જશે.

મીન રાશિ

આ રાશિના સ્વામી દેવ ગુરુ બૃહસ્પતિ છે અને જળ તત્વ રાશિ છે. સાથે જ શનિ અને ગુરુના સંબંધ શુભ ફળ આપનાર માનવા આવે છે. આવી સ્થિતિ રાશિના જાતકો ઉપર શનિદેવની વિશેષ કૃપા હોય છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ