Chandra Grahan 2023 rules : વર્ષનું અંતિમ અને બીજું ચંદ્રગ્રહણ 28 અને 29 ઓક્ટોબરે મધ્ય રાત્રીએ થશે. આ સાથે જ આ દિવસે શરદ પૂનમ પણ છે. જ્યોતિષ શાસ્ત્રમાં ચંદ્ર ગ્રહણ ખુબ જ મહત્વનું માનવામાં આવે છે. આ દિવસે ચંદ્ર ગ્રહણ આંશિક હશે. જે ભારતમાં પણ દેખાશે. ચંદ્ર ગ્રહણ 29 ઓક્ટોબરની રાત્રે 1.5 વાગ્યે શરુ થઈને 2.24 વાગ્યે પુરુ થશે. આ હિસાબથી સૂતક કાળ 9 કલાકે શરુ થશે. એટલા માટે 28 ઓક્ટોબર બપોરે 2.52 વાગ્યાથી સૂતક કાળ આરંભ થઈ જશે.
શાસ્ત્રો અનુસાર માનવામાં આવે છે કે ચંદ્ર ગ્રહણ આ સમય શુભ અને માંગલિક કામો કરવાની મનાઇ હોય છે. તેના દ્વારા કેટલાક નિયમોનું પાલન કરવું ખૂબ જ જરૂરી હોય છે. જાણીએ ચંદ્ર ગ્રહણ દરમિયાન શું કરવું જોઇએ અને શું ન કરવું જોઇએ.
ચંદ્ર ગહણ સમયે ન કરો આ કામ
- ચંદ્રગ્રહણના સ્પર્શ કાળથી શુ થવાથી લઇને ચંદ્રગ્રહણના મોક્ષકાળ સુધી સૂતક કાળ કહેવાય છે. આ દરમિયાન શુભ કામ કરવાની મનાઇ છે.
- ચંદ્રગ્રહણ દરમિયાન ભોજન ખાવું કે બનાવવાની મનાઇ હોય છે
- ગ્રહણ કાળ સમયે કોઈપણ દેવી દેવતાની મૂર્તિનો સ્પર્શ ન કરવો જોઇએ
- ગ્રહણના સમયે કોઇ મંદિરમાં ન જવું જોઇએ
- ગ્રહણ સમયે તુલસીના છોડને બિલકુલ સ્પર્શ નકરવું જોઇએ
- ગ્રહણ સમયે કોઈપણ પ્રકારની ધારદાર વસ્તુઓ જેવી કે ચપ્પુ, સોઇ, તલવારનો ઉપોયગ અથવા પાસે ન રાખવું જોઇએ. આનાથી નકારાત્મક ઉર્જા પેદા થાય છે.
- ગર્ભવતી મહિલાઓને ચંદ્ર ગ્રહણ સમયે બહાર બિલકુલ ન નીકળવું જોઈએ.
ચંદ્રગ્રહણ દરમિયાન આ કામ ચોક્કસ કરવા
- માનવામાં આવે છે કે સૂતક આરંભ થવાથી લઈને ચંદ્રગ્રહણ સમાપ્ત થવા સુધી ચંદ્ર ખૂબ જ પીડામાં રહે છે. એટલા માટે આ સમય દરમિયાન દેવી દેવતાના ભજન, ધ્યાન વગેરે કરવું શુભ રહે છે.
- ચંદ્રના મંત્રો ઉપરાંત રાહુ કેતુના મંત્રોનો જાપ કરવો લાભકારી હોય છે
- જો તમે નાણાંકિય સમસ્યાનો સામનો કરી રહ્યા છો અથવા શત્રુ તમારા પર હાવી છે તો ચંદ્રગ્રહણ દરમિયાન બજરંગબાણ અને હનુમાન ચાલીસાના પાઠ કરવા જોઈએ.
- ચંદ્રગ્રહણ દરમિયાન દુર્ગા ચાલીસા, વિષ્ણુ સહસ્રનામ, શ્રીમદભાગવત ગીતા, ગજેન્દ્ર મોક્ષ સ્તોત્ર, શ્રીરામ રક્ષા સ્તોત્ર વગેરેનો પાઠ કરવો શુભકારી થઇ શકે છે.
- ચંદ્ર ગ્રહણના સમાપન દરમિયાન સ્નાન જરૂરી કરવું જોઈએ. ત્યારબાદ કાળા તલ, કાળા વસ્ત્ર, આખી અડદ, લોટ, દાળ, ચોખા, ખાંડ, સફેદ વસ્ત્ર, સાત પ્રકારના અનાજ વગેરે જરૂરિયાતમંદ લોકોને દાન કરવું.
- ગ્રહણના સૂતક કાળ લાગ્યા પહેલા પાકેલું ભોજન, દૂધ, દહીં વગેરેમાં ડાભરો અથવા તુલસીનું પાન નાંખો.
Read More