ભારતમાં વર્ષનું અંતિમ ચંદ્રગ્રહણ ક્યારે અને કંઇ રીતે જોઇ શક્શો?

lunar eclipse: ચંદ્ર ગ્રહણના ( lunar eclipse) 2 પ્રકાર હોય છે આંશિક  અને સંપૂર્ણ ચંદ્ર ગ્રહણ. આજે  8 નવેમ્બરે 2022 ( november 8 2022) ભારતીય સમય મુજબ બપોરે 2:39 કલાકે ગ્રહણ શરૂ થશે.

Written by mansi bhuva
Updated : November 08, 2022 11:18 IST
ભારતમાં વર્ષનું અંતિમ ચંદ્રગ્રહણ ક્યારે અને કંઇ રીતે જોઇ શક્શો?
ચંદ્ર ગ્રહણની પ્રતિકાત્મક તસવીર

8 નવેમ્બરે પૂર્ણ ચંદ્ર ગ્રહણ દેખાશે જે આગામી 3 વર્ષ માટે છેલ્લું ચંદ્ર ગ્રહણ હશે. આ પછી ચંદ્ર ગ્રહણ માર્ચ 2025 માં દેખાશે. પરંતુ તે સમય દરમિયાન આપણે  આંશિક ચંદ્ર ગ્રહણ જોઈ શકીશું. સદ્ નસીબે, ચંદ્ર ગ્રહણ ભારતમાં પણ જોવા મળશે. ચંદ્ર  ગ્રહણ વિષેની સંપૂર્ણ માહિતી અહીં જાણો.

ચંદ્ર ગ્રહણનો સમય

ભારત સરકારના પૃથ્વી મંત્રાલય કહેવા મુજબ, 8 નવેમ્બરે ભારતીય પ્રમાણભૂત સમય મુજબ બપોરે 2:39 કલાકએ ગ્રહણ શરૂ થશે અને સંપૂર્ણ ગ્રહણ ભારતીય સમય મુજબ બપોરે 3:46 કલાકએ શરૂ થશે. જયારે ચંદ્ર સંપૂર્ણરીતે પૃથ્વીના પડછાયામાં હોય ત્યારે ગ્રહણનો તબક્કો ભારતીય સમય મુજબ બપોરે 5:12 કલાકએ પૂરો થાય છે. તેમજ આંશિક ચંદ્ર ગ્રહણ 6 :19 કલાકએ પૂરું થશે.

ચંદ્ર ગ્રહણ કેવી રીતે થાય છે? 

ચંદ્રગ્રહણ જે રીતે પૃથ્વીની આસપાસ ભ્રમણ કરે છે એ જ રીતે પૃથ્વી સૂર્યની આસપાસ ભ્રમણ કરે છે. આ દરમિયાન  કોઈવાર  પૃથ્વી સૂર્ય અને ચંદ્રની વચ્ચે આવી જાય છે જેને આપણે ચંદ્ર ગ્રહણ તરીકે ઓળખીએ છીએ. જયારે આવું થાય છે ત્યારે પૃથ્વી આંશિક રીતે અથવા સંપૂર્ણપણે સૂર્યપ્રકાશને ચંદ્ર સુધી પહોંચતો અટકાવે છે જેના લીધે ચંદ્રની સપાટી પર પડછાયો પડે છે.

ચંદ્ર ગ્રહણ શું છે ?

2 પ્રકારના ચંદ્ર ગ્રહણ હોય છે. જેમાંથી એક સંપૂર્ણ ચંદ્ર ગ્રહણ અને બીજું આંશિક ચંદ્ર ગ્રહણ. આંશિક ચંદ્ર ગ્રહણ ત્યારે થાય જયારે ચંદ્ર પૃથ્વીના પડછાયામાં પ્રવેશે છે. તો સંપૂર્ણ ચંદ્ર ગ્રહણ ત્યારે થાય છે જ્યારે પૃથ્વીના પડછાયાને લીધે ચંદ્રની સપાટી સંપૂર્ણ ધેરો દેખાય છે. પરંતુ લોકો પૃથ્વી પરથી શું જુએ છે તે સૂર્ય, પૃથ્વી અને ચંદ્ર કેવી રીતે ગોઠવાયેલા છે તેના પર આધાર રાખે છે.

ચંદ્ર ગ્રહણ ત્યારે થાય જે સમયે સૂર્ય અને ચંદ્ર બંને ગ્રહની તદ્દન વિરુદ્ધ દિશામાં હોય. જો કે ચંદ્ર પૃથ્વીના પડછાયામાં હોય છે, થોડો સૂર્યપ્રકાશ ચંદ્ર સુધી પહોંચે છે અને લાલાશ પડતો દેખાય છે. ચંદ્ર સંપૂર્ણ ચંદ્ર ગ્રહણ દરમિયાન સંપૂર્ણ લાલ થઇ જાય છે તેથી આકાશ આપણને વાદળી દેખાય છે.  સુર્યપ્રકાશ પૃથ્વીના વાતાવરણમાંથી પસાર થાય છે અને તેની ટૂંકી તરંગલંબાઇને લીધે ભૂરો પ્રકાશ ચોતરફ ફેલાય છે. જે આ લાલ રંગના પ્રકાશને પસાર થવા દે છે અને ચંદ્રને પ્રતિબિંબિત કરે છે.

ચંદ્ર ગ્રહણ ભારતમાં સંપૂર્ણ દેખાશે?

ભારત સરકારના પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય મુજબ, ચંદ્રોદયના સમયે ભારતના પૂર્વોત્તર ભાગમાં સંપૂર્ણ ગ્રહણનો તબક્કો શરુ થશે. જેમાં કોલકતા અને ગુવાહાટીનો સમાવેશ થાય છે. પરંતુ શહેરો દિલ્હી, મુંબઈ, ચેન્નાઇ અને બેંગ્લોરમાં ચંદ્રોદયના અંતે સંપૂર્ણ ગ્રહણ દેખાશે. જ્યારે આંશિક ગ્રહણ ભારતના મોટા ભાગના શહેરોમાં જોવા મળશે

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ