જ્યોતિષ આદિત્ય ગૌર : વેદ જ્યોતિષશાસ્ત્રમાં મા લક્ષ્મીને ધનની દેવી માનવામાં આવી છે. જેથી લોકો રોજ પોતાની રીતે મા લક્ષ્મીને પ્રસન્ન કરવાનો પ્રયત્ન કરે છે. માન્યતા છે કે, જે લોકો પર મા લક્ષ્મીની કૃપા રહે છે, તેમની આર્થિક સ્થિતિ હંમેશા સારી રહે છે સાથે તે જીવનમાં તમામ સુખ-સુવિધા પ્રાપ્ત કરે છે. જ્યોતિષમાં શુક્રવારનો દિવસ મા લક્ષ્મીનો દિવસ કહેવાય છે. તેથી અમે તમને કેટલીક એવી વસ્તુ જણાવીએ, જેને ઘરના મંદિરમાં રાખવાથી મા લક્ષ્મી હંમેશા પ્રસન્ન રહે છે.
1 – ઘરના મંદિરમાં રાખો શ્રીયંત્ર
કોઈ પણ મંત્રને જ્યારે આકૃતિ આપવામાં આવે છે, તો તે યંત્રનું રૂપ લે છે. તમને જણાવી દઈએ કે, શ્રીયંત્રનો સંબંધ મા લક્ષ્મી સાથે માનવામાં આવે છે. જેથી મા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે ઘરના મંદિરમાં શ્રી યંત્ર સ્થાપિત કરો. શ્રીયંત્રને શુક્રવારના દિવસે લાલ કપડુ પાથરી સ્થાપિત કરો. ઈનાન ખુણામાં સ્થાપિત કરવું. સાથે શ્રીયંત્રની પ્રાણ પ્રતિષ્ઠા માટે આ મંત્રનો 21 વખત જાપ કરો. :- ॐ श्रीं ह्रीं श्रीं नम्:”, “ऊँ श्रीं ह्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीद श्रीं ह्रीं श्रीं ऊँ महा लक्ष्म्यै नम्:”
2- મા લક્ષ્મીની મૂર્તિ અથવા ચિત્રની સામે અત્તર રાખો
ઘરના મંદિરમાં મા લક્ષ્મીની તસવીર અથવા મૂર્તિની સામે ગુલાબનું અત્તર રાખવું. આમ કરવાથી જીવનમાં સુખ-સમૃદ્ધિ જળવાઈ રહે છે. તેની સાથે દેવી લક્ષ્મીની અપાર કૃપા પણ રહેશે.
3- મંદિરમાં ગાયનું ઘી રાખો
હિન્દુશાસ્ત્રની માન્યતા અનુસાર ગાયને માતા કહેવામાં આવે છે. ગાયમાં 33 કોટી દેવી-દેવતાઓનો વાસ છે. ગાયના ઘીનો દીવો પવિત્ર માનવામાં આવે છે. તમે મંદિરમાં ગાયનું ઘી પણ રાખો.
4- કમળનું ફૂલ
કમળનું ફૂલ મા લક્ષ્મીને વિશેષ પ્રિય છે. એટલા માટે મા લક્ષ્મીને રોજ કમળનું ફૂલ ચઢાવો. આમ કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ બની રહે છે.
આ પણ વાંચો –
5- દક્ષિણાવર્તી શંખ
ઘરના મંદિરમાં દક્ષીમાવર્તી શંખ રાખો. કારણ કે શા માટે દક્ષીણાવર્તી શંખને મા લક્ષ્મી સાથે સંબંધિત માનવામાં આવે છે. તેમજ શક્ય હોય તો દર શુક્રવારે દક્ષીણાવર્તી શંખથી મા લક્ષ્મીનો અભિષેક કરો.