Maha Daridra Yoga: સૂર્ય કર્ક રાશિમાં પ્રવેશતાની સાથે જ બને છે મહા દરિદ્ર યોગ, આ 3 રાશિઓએ રહેવું પડશે સાવધાન

Maha Daridra Yoga: સૂર્ય ભગવાન રાશિ પરિવર્ત કરી કર્ક રાશિમાં પ્રવેશ કરી રહ્યા છે, જેથી મહા દરિદ્ર યોગ બની રહ્યો છે, જેને પગલે મિથુન, કન્યા અને ધન રાશિ પર તેની વધારે અસર જોવા મળશે.

Written by Kiran Mehta
July 31, 2023 18:36 IST
Maha Daridra Yoga: સૂર્ય કર્ક રાશિમાં પ્રવેશતાની સાથે જ બને છે મહા દરિદ્ર યોગ, આ 3 રાશિઓએ રહેવું પડશે સાવધાન
મહા દરિદ્ર યોગ

Maha Daridra Yoga: વૈદિક જ્યોતિષ અનુસાર, ગ્રહ સમય-સમય પર ગોચર કરીને શુભ અશુભ યોગ બનાવે છે, જેની સીધી અસર માનવ જીવન અને પૃથ્વી પર જોવા મળે છે. તમને જણાવી દઈએ કે સૂર્ય ભગવાને કર્ક રાશિમાં પ્રવેશ કર્યો છે, જેના કારણે મહા દરિદ્ર યોગ રચાયો છે. તેની સાથે જ આ અશુભ યોગની સર તમામ રાશિના જાતકો પર જોવા મળશે. પરંતુ 3 રાશિઓ એવી છે, જે લોકોને લોકો સાથે સંબંધો આ સમયે બગડી શકે છે. ધનહાનિ પણ થઈ શકે છે. આવો જાણીએ આ કઈ કઈ રાશિઓ છે, જેમણે વધારે સાવધાન રહેવું પડશે.

મિથુન રાશિ

મહા દરિદ્ર યોગ તમારા માટે હાનિકારક સાબિત થઈ શકે છે. કારણ કે તમારી રાશિનો સ્વામી બુધ ગ્રહ છે. પરંતુ મિથુન રાશિની ગોચર કુંડળીના કેન્દ્ર સ્થાનમાં કોઈ ગ્રહ નહીં હોય. એટલા માટે આ સમયે તમારે સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું પડશે. આ ઉપરાંત, આ સમયે તમારે તમારી કારકિર્દી વિશે પણ થોડી ચિંતા કરવી પડી શકે છે. આ સાથે, નોકરિયાત લોકોએ આ સમય દરમિયાન તેમના કાર્યસ્થળ પર બેદરકારી ન રાખવી જોઈએ. આ સમયે તમને જુનિયર અને સિનિયર્સ તરફથી ઓછો સહયોગ મળશે. તો, તમારે તમારા સ્વાસ્થ્યનું પણ વધારે ધ્યાન રાખવું પડશે. તો, તમારા જીવનસાથી સાથે પણ થોડા મતભેદ થઈ શકે છે.

કન્યા રાશિ

કન્યા રાશિના લોકો માટે મહાદરિદ્ર યોગ બની શકે છે, જે પ્રતિકૂળ સાબિત થઈ શકે છે. કારણ કે લગ્નેશને સૂર્ય સાથે બેસવાથી નબળો યોગ બને છે. તેમજ પત્ની અને ચોથા ઘરનો સ્વામી રોગગ્રસ્ત સ્થાન પર છે. તેથી, આ સમયે તમારે તમારી માતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જોઈએ. ઉપરાંત, આ સમયે તમારા જીવનસાથીના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પડશે. તો, તમારે કોઈપણ પ્રોપર્ટીમાં પૈસાનું રોકાણ ન કરવું જોઈએ. તો, તમને ગુપ્ત રોગ પણ થઈ શકે છે. પરંતુ વ્યાપારીઓ આ સમયે સારો નફો કરી શકે છે.

આ પણ વાંચોPadmini Ekadashi 2023 : પદ્મિની એકાદશી પર ભુલથી પણ ન કરો આ 10 કામ, થશે ભારે નુકસાન, જાણો શું કરવું રહેશે શુભ

ધન રાશિ

મહાદરિદ્ર યોગ તમારા માટે અશુભ સાબિત થઈ શકે છે. કારણ કે તમારા લગ્ન અને કરિયરનો સ્વામી મૃત્યુ સ્થાનમાં સૂર્ય સાથે બેઠો છે અને કેન્દ્રમાં તમારૂ ઘર ખાલી છે. તેમજ કેન્દ્ર અને ભાગ્યનો સ્વામી મૃત્યુ સ્થાનમાં છે. એટલા માટે પિતાની તબિયત બગડી શકે છે. તમારા જીવનસાથીના સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખો. તો, તમારે વાહન કાળજીપૂર્વક ચલાવવું જોઈએ. કારણ કે અકસ્માતની શક્યતાઓ પણ સર્જાઈ રહી છે. ઉપરાંત, આ સમયે તમારે નવું કામ શરૂ કરવાનું ટાળવું જોઈએ.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ