Maha Shivaratri 2024 Aarti, Mahamrityunjay Mantra: મહાશિવરાત્રી | ભગવાન શિવને આ આરતીથી કરો પ્રશન્ન, મહામૃત્યુંજય મંત્રનું કરો જાપ

Maha Shivaratri Mrityunjaya Mantra: શિવને દેવો ના દેવ મહાદેવ પણ કહેવામાં આવે છે. ભોલેનાથની આ આરતથી મનુષ્યના બધા કષ્ટો દુરી થઇ જાય છે અને તેમને ગૃહસ્થ સુખની પ્રાપ્તિ થાય છે

Written by Ashish Goyal
Updated : March 08, 2024 18:05 IST
Maha Shivaratri 2024 Aarti, Mahamrityunjay Mantra: મહાશિવરાત્રી | ભગવાન શિવને આ આરતીથી કરો પ્રશન્ન, મહામૃત્યુંજય મંત્રનું કરો જાપ
Mahashivaratri 2024 Puja: મહાશિવરાત્રીનો પર્વ 8 માર્ચના રોજ મનાવવામાં આવશે

Maha Shivaratri 2024 Aarti Lyrics: મહાશિવરાત્રીનો પર્વ 8 માર્ચના રોજ મનાવવામાં આવશે. આ દિવસે ભગવાન ભોલેનાથની પ્રાર્થના કરવા માટે શિવાલયોમાં ભીડ ઉમટી જોવા મળી રહી છે. ઓમ જય શિવ ઓંકારા આરતી વિશે તો બધા જાણે છે. જોકે ભગવાન શિવની અન્ય એક આરતી છે જેની ઉતારીને તમે ભગવાન શિવને પ્રશન્ન કરી શકો છો. આ આરતી છે હર હર મહાદેવની. શિવને દેવો ના દેવ મહાદેવ પણ કહેવામાં આવે છે. ભોલેનાથની આ આરતથી મનુષ્યના બધા કષ્ટો દુરી થઇ જાય છે અને તેમને ગૃહસ્થ સુખની પ્રાપ્તિ થાય છે.

શિવજી ની આરતી

હર હર હર મહાદેવસત્ય સનાતન, સુંદર, શિવ સબકે સ્વામીઅવિકારી અવિનાશી, અજ અન્તર્યામીહર હર હર મહાદેવ

આદિ, અનંત, અનામય, અકલ કલાધારીઅમલ, અરુપ, અગોચર, અવિચલ, અધહારીહર હર હર મહાદેવ

બ્રહ્મા, વિષ્ણુ, મહેશ્વર, તુમ ત્રિમૂર્તિધારીકર્તા, ભર્તા, ધર્તા તુમ હી સંહારીહર હર હર મહાદેવ

રક્ષક, ભક્ષક, પ્રેરક, પ્રિય ઔધરદાનીસાક્ષી, પરમ અકર્તા, કર્તા, અભિમાનીહર હર હર મહાદેવ

મણિમય ભવન નિવાસી, અતિભોગી, રાગીસદા સ્મશાન વિહારી, યૌગી વૈરાગીહર હર હર મહાદેવ

છાલ કપાલ, ગરલ ગલ, મુણ્ડમાલ, વ્યાલીચિતાભસ્મ તન, ત્રિનયન, અયન મહાકાલીહર હર હર મહાદેવ

પ્રેત પિશાચ સુશેવિત, પીત જટાધારીવિવસન વિકટ રુપધર રુદ્ર પ્રલયકારીહર હર હર મહાદેવ

શુભ્ર-સૌમ્ય, સુરસરિધર, શશિધર, સુખકારીઅતિકમનીય, શાન્તિકર, શિવમુનિ મનહારીહર હર હર મહાદેવ

નિર્ગુણ, સગુણ, નિરંજન, જગમય, નિત્ય પ્રભો.કાલરુપ કેવલ હર, કાલાતીત વિભોહર હર હર મહાદેવ

સત્, ચિત્, આનંદ, રસમય, કરુણામય ધાતાપ્રેમ સુધા નિધિ, પ્રિયતમ, અખિલ વિશ્વ ત્રાતાહર હર હર મહાદેવ

હમ અતિદિન દયામય, ચરણ શરણ દીજૈસબ વિધિ નિર્મલ મતિ કર અપના કર લીજૈહર હર હર મહાદેવ

Mahashivratri 2024, Mahashivratri Significance, Mahashivratri Vrat 2024,
Mahashivratri 2024, મહાશિવરાત્રી 2024, તારીખ સમય પૂજા વિધિ

આ પણ વાંચોઃ- Happy Maha Shivaratri 2024 Gujarati Wishes: મહાશિવરાત્રી સંદેશ, સગા સંબંધીઓને મોકલો શુભેચ્છાઓ

આ પણ વાંચો – મહાશિવરાત્રી : ધનમાં વૃદ્ધિ અને સુખ માટે કરો આ મહાઉપાય, ભોલેનાથની રહેશે અસીમ કૃપા

Shiv Mantra: શિવના પ્રભાવશાળી મંત્ર અને તેનાથી મળતા લાભ

  • એકાક્ષરી મહામૃત્યુંજય મંત્ર – ‘હૌં’હૌં. આ મંત્રનો જાપ કરવાથી સ્વાસ્થ્ય સારું રહે છે.

  • ત્રયક્ષરી મહામૃત્યુંજય મંત્ર – ‘ઓમ જૂં સ:’ આનાથી તમને કોઈપણ બીમારી પરેશાન કરશે નહીં.

  • ચતુરાક્ષી મહામૃત્યુંજય મંત્ર – ‘ઓમ હૌં જૂં સ:’ સર્જરી અને અકસ્માત જેવી શક્યતાઓ હોય તો આ મંત્ર લાભકારી હોય છે.

  • દશાક્ષરી મહામૃત્યુંજય મહામંત્ર – ‘ઓમ જૂં સ: મામ પાલય પાલય’ આને અમૃત મૃત્યુંજય મંત્ર કહેવાય છે. આ મંત્રમાં જે વ્યક્તિ માટે આ મંત્રનો જાપ કરવાનો હોય તેના નામનો ઉપયોગ કરો. આનો જાપ કરતા પહેલા તાંબાના વાસણમાં પાણી ભરીને તે વ્યક્તિની સામે આ મંત્રનો જાપ કરો. જેના સારા થવાની તમે પ્રાર્થના કરી રહ્યા છો. પછી તે પાણી તેને પીવડાવો.

મૃત સંજીવની મહામૃત્યંજય મંત્ર

ૐ હૌં જૂં સ: ૐ ભૂર્ભુવઃ સ્વ:

ૐ ત્રયમ્‍બકં યજામહે ।સુગન્‍ધિમ્ પુષ્‍ટિવર્ધનમ્ ।ઉર્વારૂકમિવ બન્‍ધનાન્ ।મૃત્‍યોર્મુક્ષીય મામૃતાત્ ।।

ॐ સ્વ:ભુવ: ભૂ:ॐ સ:જૂં હૌં ॐ !!

જ્યોતિષીઓ કહે છે કે મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવાથી કોઈપણ રોગ દૂર થઈ શકે છે.

(Disclaimer : આ લેખમાં આપેલી કોઈપણ માહિતી સાચી હવાની અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પૂરી પાડવાનો છે. તેની સાચી કે સત્ય સાબિત કરવાનો નથી. કોઈપણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા, કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી.)

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ