Mahashivratri 2024 Puja Vidhi And Upay : મહાશિવરાત્રી ભગવાન શિવની પૂજા – આરાધનાનો પર્વ છે. હિંદુ ધર્મમાં મહાશિવરાત્રીનું વિશેષ મહત્વ છે. દર મહિનાની ચૌદ તિથિ પર શિવરાત્રી વ્રત રાખવામાં આવે છે. વર્ષમાં આવતી 12 શિવરાત્રીઓમાં માહ મહિનામાં આવતી મહાશિવરાત્રીનું વિશેષ મહત્વ છે.
હિંદુ શાસ્ત્રો અનુસાર, એવું માનવામાં આવે છે કે આ દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીના શુભ લગ્ન થયા હતા. હિંદુ કેલેન્ડર મુજબ, મહા વદ તેરસ તિથિએ મહાશિવરાત્રીનું વ્રત રાખવામાં આવે છે. આ વર્ષે મહાશિવરાત્રી 8 માર્ચે આવી રહી છે. આ દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીની વિધિવત પૂજા કરવામાં આવે છે.
તમને જણાવી દઈએ કે આ વર્ષે મહાશિવરાત્રિ પર શિવ યોગની સાથે સિદ્ધિ અને સર્વાર્થ સિદ્ધિ યોગ બની રહ્યો છે. આ ખાસ યોગ પર આ ઉપાય કરવાથી અનેક ગણું વધારે ફળ મળે છે. ચાલો જાણીએ શિવપુરાણ અનુસાર આ ખાસ ઉપાયો વિશે.
કાળા મરી અને કાળા તલના ઉપાય
મહાશિવરાત્રિના દિવસે તમારી હથેળીમાં 7 કાળા તલ અને એક કાળી મરી લો અને તમારી ઈચ્છા કહી શિવલિંગને અર્પણ કરો. આમ કરવાથી ભગવાન શિવ ખૂબ જ પ્રસન્ન થશે અને જલ્દી જ તમારી મનોકામના પૂર્ણ કરશે.

બોર અર્પણ કરો
મહાશિવરાત્રિના દિવસે એક ફળ લો અને તે ભગવાન શિવને અર્પણ કરો. આમ કરવાથી ઘરમાં રહેતા તમામ સભ્યોને દરેક રોગમાંથી મુક્તિ મળે છે અને અકાળ મૃત્યુનો ભય દૂર થાય છે.
બીલીપત્રના વૃક્ષ નીચે દીવો પ્રગટાવો
ભગવાન શિવે પોતે કહ્યું છે કે, જે વ્યક્તિ મહાશિવરાત્રીની રાત્રે મારી સામે દીવો પ્રગટાવશે અને બીલીપત્રના ઝાડ નીચે ઘીનો દીવો પ્રગટાવશે. તેના પર મારા આશીર્વાદ હંમેશા રહેશે. તેથી આ દિવસે બીલીપત્રના વૃક્ષની નીચે ઘીનો દીવો અવશ્ય પ્રગટાવો. તેનાથી સુખ અને સમૃદ્ધિ આવશે.
ભગવાન શિવને ધતુરો ચઢાવો
મહાશિવરાત્રિની પૂજા કરતી વખતે 7 ધતુરા લો અને એક ધતૂરામાં ભગવાન ચંદ્રમૌલીનું ધ્યાન કરી નાડાછડી લપેટો અને અન્ય ધતૂરામાં હળદર લગાવી શિવલિંગને વિધિવત અર્પણ કરો.
ભસ્મ અર્પણ કરો
મહાશિવરાત્રિ ના દિવસે શિવલિંગ પર ભસ્મ અર્પણ કરવું શુભ માનવામાં આવે છે. એવી માન્યતા છે કે, આ દિવસે બાબા મહાકાલને ભસ્મ અર્પણ કરવાથી તેઓ બહુ પ્રસન્ન થાય છે અને સુખ – સમૃદ્ધિ, ધન – સંપત્તિના આર્શીવાદ આપે છે.

બીલીપત્ર અર્પણ કરો
મહાશિવરાત્રિ ના દિવસે 11, 21 અથવા 101 બીલી પત્ર લઈને તેના પર ચંદન વડે ઓમ નમઃ શિવાય લખો અને પછી શિવલિંગને ભક્તિભાવથી અર્પણ કરો. આમ કરવાથી ભગવાન શિવ ખૂબ જ પ્રસન્ન થાય છે અને તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે.
આ પણ વાંચો | મહાશિવરાત્રી પર બની રહ્યો છે શુક્ર પ્રદોષ વ્રતનો સંયોગ, જાણો તિથિ, શુભ મુહૂર્ત અને મહત્વ
(Disclaimer : આ લેખમાં આપેલી કોઈપણ માહિતી સાચી હવાની અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પૂરી પાડવાનો છે. તેની સાચી કે સત્ય સાબિત કરવાનો નથી. કોઈપણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા, કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી.)