Mahashivratri : 152 વર્ષ પછી મહાશિવરાત્રી પર ગ્રહોનો દુર્લભ સંયોગ, આ રાશિઓનું ચમકશે નસીબ

Mahashivratri 2025 : વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ વર્ષે મહાશિવરાત્રીનો તહેવાર 26 ફેબ્રુઆરીએ ઉજવવામાં આવશે. સાથે જ તમને જણાવી દઈએ કે ઘણા વર્ષો બાદ મહાશિવરાત્રિ પર ગ્રહોના દુર્લભ યોગ પણ બની રહ્યો છે

Written by Ashish Goyal
February 23, 2025 14:54 IST
Mahashivratri : 152 વર્ષ પછી મહાશિવરાત્રી પર ગ્રહોનો દુર્લભ સંયોગ, આ રાશિઓનું ચમકશે નસીબ
ઘણા વર્ષો બાદ મહાશિવરાત્રિ પર ગ્રહોના દુર્લભ યોગ પણ બની રહ્યો છે

Mahashivratri 2025: વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ વર્ષે મહાશિવરાત્રીનો તહેવાર 26 ફેબ્રુઆરીએ ઉજવવામાં આવશે. સાથે જ તમને જણાવી દઈએ કે ઘણા વર્ષો બાદ મહાશિવરાત્રિ પર ગ્રહોના દુર્લભ યોગ પણ બની રહ્યો છે. મહાશિવરાત્રીના દિવસે શુક્ર રાહુની સાથે પોતાની ઉન્નત રાશિ મીન રાશિમાં રહેશે. આ એક શુભ યોગ છે. આ સિવાય સૂર્ય-શનિ કુંભ રાશિમાં રહેશે. આ યોગની રચના લગભગ 152 વર્ષ પછી થઈ રહી છે, જે કેટલીક રાશિઓના ભાગ્યને ઉજ્જવળ કરી શકે છે. સાથે જ આ રાશિના જાતકોને અચાનક ધનલાભ અને પ્રગતિના યોગ બની રહ્યા છે. આવો જાણીએ કઈ કઈ છે આ ભાગ્યશાળી રાશિઓ.

મકર રાશિ

ગ્રહોનું એક દુર્લભ સંયોજન તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. આ સમય દરમિયાન તમને સમયાંતરે આકસ્મિક લાભ મળશે. તેમજ જો તમે આ સમયે નોકરી કરતા હશો તો તમને આર્થિક ઉન્નતિ થવાની શક્યતા છે. પહેલા કરેલા રોકાણથી તમને લાભ મળશે. સાથે જ તમે કોઇ પણ પ્રોપર્ટી કે જમીન ખરીદી શકો છો. તમે વિદેશ યાત્રા કરી શકો છો. સાથે જ તમે તમારા તમામ નિર્ણયો પૂરા આત્મવિશ્વાસ સાથે લેશો. આવી સ્થિતિમાં તમે સાહસિક નિર્ણયોથી લાભ મેળવી શકશો. તમારી આર્થિક સ્થિતિ ખૂબ જ સારી રહેવાની છે.

મેષ રાશિ

મહાશિવરાત્રિ પર બનેલા ગ્રહોનો દુર્લભ સંયોગ મેષ રાશિના જાતકો માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. આ સમય દરમિયાન બેરોજગાર લોકોને નોકરી મળી શકે છે. સાથે જ નોકરીયાત લોકોને પ્રમોશન અને ઇન્ક્રીમેન્ટ મળી શકે છે. સાથે જ નોકરી બદલવાના પ્રયત્નો સફળ થઈ શકે છે. તમને તમારા પરિવારનો સહયોગ મળશે. નોકરિયાત અને વેપારી વર્ગના લોકો માટે સ્થિતિ શુભ રહેશે. તમારા માટે લાભ અને પ્રગતિની સંભાવના છે. તમને સંપત્તિ સુખ પણ મળશે. સાથે જ તમારી ઈચ્છાઓ પૂરી થશે. તેમજ ધનની બચત કરવામાં પણ સફળ રહેશો.

આ પણ વાંચો – મહાશિવરાત્રીના ઉપવાસમાં શું ખાવું જોઈએ અને શું નહીં? ઉપવાસ કરનાર આ વાતોનું રાખે ધ્યાન

મિથુન રાશિ

મહાશિવરાત્રિ પર એક દુર્લભ સંયોગ તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. આ સમય દરમિયાન તમારું વ્યક્તિત્વ સુધરશે. સાથે જ ભાગીદારી અને બિઝનેસમાં લાભ મળવાની પૂરી શક્યતા છે. આ સાથે વિવાહિત જીવનમાં પણ સુમેળ રહેશે. સરકારી કામમાં પણ સફળતા મળવાના યોગ છે. તમારી આવકમાં પણ વધારો થઈ શકે છે. તેમજ આવકના નવા સ્ત્રોત પણ ઊભા કરી શકાય છે.

ડિસ્ક્લેમર– આ લેખમાં આપેલી કોઈપણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પૂરી પાડવાનો છે. તેના સાચા અને સાબિત હોવાની અધિકૃતતા આપી શકતા નથી. કોઈપણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા, કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ