Mahashivratri 2025 Puja Vidhi (મહાશિવરાત્રિ 2025 પૂજા વિધિ): મહાશિવરાત્રિ ભગવાન શંકરનો તહેવાર છે. પંચાગ અનુસાર મહાશિવરાત્રિ મહા વદ તેરસ તિથિ પર ઉજવાય છે. મહાશિવરાત્રિ પર ભગવાન શંકરની ખાસ પૂજા કરવામાં આવે છે અને તેનાથી વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે. આ દિવસે વ્રત ઉપવાસ કરવાનું પણ મહત્વ છે. મહાશિવરાત્રિ પર ભગવાન શંકરની રાત્રે ચાર પ્રહરની પૂજા કરવામાં આવે છે. જેનાથી ભોળાનાથ પ્રસન્ન થાય છે અને આશીર્વાદ છે. જો તમે મહાશિવરાત્રિ પર શિવિલિગની પૂજા કરવાના છે તો અમુક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. અહીં મહાશિવરાત્રિ પર ભગવાન શંકરની પૂજા વિધિ અને સામગ્રીની સંપૂર્ણ માહિતી આપી છે
Mahashivratri Puja Samagri : મહાશિવરાત્રી પૂજાની સામગ્રી
મહાશિવરાત્રી પર ભગવાન શંકરની સાથે સાથે દેવી પાર્વતીની પણ પૂજા કરવામાં આવે છે. મહાશિવરાત્રીના દિવસે રાત્રે પૂજા કરવી સૌથી ફળદાયી માનવામાં આવે છે. આ દિવસે ભગવાન શિવની વિશેષ સામગ્રીથી પૂજા કરવામાં આવે છે. પૂજા સામગ્રીમાં ફુલ, બિલિ પત્ર, ભાંગ, ધતુરો, આંકડાના ફુલ, બોર, જવના ડોડા, આંબાના મોર, મંદારના ફૂલો, ભસ્મ, ગાયનું કાચુ દૂધ શેરડીનો રસ, અક્ષત ચોખા, દહીં, દેશી ઘી, મધ, ગંગાજળ, શુધ્ધ પાણી, કપૂર, અગરબત્તી, દીપક, રૂની દિવેટ, ચંદન, પાંચ પ્રકારના ફળ, પાંચ પ્રકારના સુકા મેવા, પંચ રસ, નાડા છડી, અત્તર, શિવ અને દેવી પાર્વતીના શણગારની સામગ્રી, વસ્ત્ર, ઝવેરાત, રત્નો, પાંચ પ્રકારની મીઠાઈઓ, દક્ષિણા, પૂજાના વાસણો, આસન વગેરે.
Mahashivratri Puja Vidhi : મહાશિવરાત્રિ પૂજા વિધિ
- મહાશિવરાત્રિના દિવસે વહેલી સવારે સ્નાન કરી સ્વચ્છ વસ્ત્રો ધારણ કરો.
 - શિવ મંદિરમાં જઈ કાચા દૂધ, ગંગા જળ, દહીં, મધ અને ઘી થી શિવલિંગ પર અભિષેક કરો.
 - શિવલિંગ પર અભિષેક કરવા માટે હંમેશા તાંબા, પિત્તળ કે ચાંદીના પાત્રનો ઉપયોગ કરવો, સ્ટીલ કે એલ્યુમિનિયમનું પાત્ર અશુભ માનવામાં આવે છે
 - શિવલિંગ પર ચંદન અને ભસ્મનું તિલક કરી વસ્ત્ર અર્પણ કરો
 - ભગવાન શંકરને બિલિપત્ર, ધતુરો, અક્ષત ચોખા, આંકડાના ફુલ, ગુલાબના ફુલ અર્પણ કરો
 - મહાશિવરાત્રિ પર ભગવાન શંકરની પૂજા કરતી વખતે ઓમ નમ: શિવાય કે મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવો
 - છેલ્લે ચોખ્ખા ઘીનો દીપક પ્રગટાવી ભગવાન શંકરની આરતી કરો, ધૂપ કરો
 - શિવશંકરને પ્રસાદમાં દૂધ માંથી બનેલી મીઠાઇ, પાંચ પ્રકારના ફળ અને સુકા મેવા, મીઠા પાનનું બીડું, અર્પણનો ભોગ ધરાવો
 - પૂજા અને વ્રત ઉપવાસ દરમિયાન જાણતા અજાણતા થયેલી ભૂલોની ભગવાન પાસે માફી માંગવી
 
આ પણ વાંચો | મહાશિવરાત્રિ પર કરો ચમત્કારી ઉપાય, ધન સંપત્તિ પ્રાપ્ત થશે, શંકર ભગવાનની કૃપા રહેશે
મહાશિવરાત્રી કેમ ઉજવાય છે?
મહાશિવરાત્રી પર્વની ઉજવણી વિશે ઘણી કથાઓ પ્રચલિત છે. સૌથી પ્રખ્યાત દંતકથા અનુસાર, આ દિવસે ભગવાન શંકર અને દેવી પાર્વતીના લગ્ન થયા હતા. એવી પણ માન્યતા છે કે આ દિવસે શિવ 64 શિવલિંગના રૂપમાં સંસારમાં પ્રગટ થયા હતા. જેમાંથી લોકોને તેમના 12 શિવલિંગ જ મળી શક્યા. જેને આપણે 12 જ્યોતિર્લિંગ તરીકે ઓળખીએ છીએ. ઉપરાંત શિકારી દ્વારા જંગલમાં શિવલિંગની પૂજાની કહાણી પણ જાણીતી છે.





