scorecardresearch

Mahashivratri : માતા પાર્વતી અને શિવની કૃપા મેળવવાનો સૌથી ઉત્તમ દિવસ છે મહાશિવરાત્રિ

Mahashivratri Shiva-Parvati best day : મહાશિવરાત્રિનો પાવન પર્વ 18 ફેબ્રુઆરીએ છે. મહાશિવરાત્રિના દિવસે શિવજીની પૂજા કરવી મહત્વપૂર્ણ છે જેમાં બીલીપુત્રનું આગવું મહત્વ છે.

Mahashivratri, Shiva-Parvati best day, shiva parvati blessings day
શિવ પાર્વતિના લગ્નનો પવિત્ર દિવસ

Mahashivratri special : દર વર્ષે ફાગણ મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિએ મહાશિવરાત્રિ ઉજવવામાં આવે છે. આ દિવસને ભગવાન શિવ અને માતા પાર્વતીના વિવાહોત્સવના રૂપમાં ઉજવવામાં આવે છે. મહાશિવરાત્રિનો પાવન પર્વ 18 ફેબ્રુઆરીએ છે. મહાશિવરાત્રિના દિવસે શિવજીની પૂજા કરવી મહત્વપૂર્ણ છે જેમાં બીલીપુત્રનું આગવું મહત્વ છે. બીલીપત્ર વગર ભોલે ભંડારીની પૂજા અધુરી માનવામાં આવે છે.

ધાર્મિક માન્યતાઓ અનુસાર બીલીપત્ર ચઢાવવાથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે. બીલી પત્રથી ભગવાન શીવનું મસ્તક શીતળ રહે છે. માન્યતા છે કે મહાશિવરાત્રિના દિવસે ભગવાન ભોલેનાથ પૃથ્વી પર હાજર દરેક શિવલિંગમાં વિરાજમાન હોય છે. એટલા માટે મહાશિવરાત્રિના દિવસે કરવામાં આવેલી શિવની ઉપાસનાથી અનેક ગણું ફળ પ્રાપ્ત થાય છે.

ભગવાન શિવ અને માતા પાર્વતીના વિવાહનો આ પાવન દિવસ શિવ-પાર્વતીની કૃપા મેળવવા માટે સૌથી ઉત્તમ દિવસ છે. પંચાગ અનુસાર દર મહિનાના કૃષ્મ પક્ષની ચતુર્દશી તિથિએ માસિક શિવરાત્રિ ઉજવવામાં આવે છે. પરંતુ ફાગણના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિનું વિશેષ મહત્વ હોય છે. શિવપુરાણ અનુસાર મહાશિવરાત્રિ તિથિ પર જ ભગવાન શિવ સૌથી પહેલા શિવલિંગના રૂપમાં પ્રગટ થયા હતા.

આ પણ વાંચોઃ- Today Live Darshan : ઉજ્જૈન મહાકાલેશ્વર મંદિરથી ભોળાનાથના કરો લાઇન દર્શન

એવી માન્યતા છે કે ભગવાન શિવનું જ્યોતિર્લિંગ આ દિવસે જ પ્રગટ થયું હતું, આ કારણથી દર વર્ષે ફાલ્ગુન મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિએ મહાશિવરાત્રી ઉજવવામાં આવે છે.

આ સિવાય ભગવાન શિવ અને માતા પાર્વતીના લગ્ન ફાલ્ગુન કૃષ્ણ ચતુર્દશીના રોજ થયા હતા, આ કારણથી મહાશિવરાત્રી પણ ઉજવવામાં આવે છે. એવી માન્યતા છે કે મહાશિવરાત્રિનું વ્રત રાખવાથી અને ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરવાથી વિવાહિત જીવનની સમસ્યાઓ દૂર થાય છે અને વ્યક્તિનું દામ્પત્ય જીવન સફળ બને છે.

આ પણ વાંચોઃ- Vastu tips : અશુભ ઘટનાઓનો સંકેત આપે છે ઘરની આ વસ્તુઓ, અવગણવી પડી શકે છે ભારે!

પંચાંગ અનુસાર, ફાલ્ગુન મહિનાની ચતુર્દશી તિથિ 17 ફેબ્રુઆરીના રોજ રાત્રે 8.02 કલાકે શરૂ થશે અને 18મી ફેબ્રુઆરીએ સાંજે 4.18 કલાકે સમાપ્ત થશે. આવી સ્થિતિમાં, ઉદયા તિથિને ધ્યાનમાં રાખીને, આ વર્ષે મહાશિવરાત્રીનો તહેવાર 18 ફેબ્રુઆરી, 2023 શનિવારના રોજ ઉજવવામાં આવશે.

મહાશિવરાત્રિનું વ્રત કરનારા લોકો બીજા દિવસે 19 ફેબ્રુઆરીએ પારણા કરી શકે છે. મહાશિવરાત્રી વ્રત પારણનો શુભ સમય 19 ફેબ્રુઆરીના રોજ સવારે 06.57 થી બપોરે 3.33 સુધીનો છે.

Web Title: Mahashivratri is the best day to seek the grace of mother parvati and shiva

Best of Express