Mahashivratri 2023: મહાશિવરાત્રિના દિવસે શિવલિંગ પર આ વિધિથી ચઢાવો બિલી પત્ર, શું ધ્યાન રાખવું?

Mahashivratri date and time : આ વર્ષે મહાશિવરાત્રિ 18 ફેબ્રુઆરી ઉજવાય છે. આ દિવસે જે વ્રત રાખીને ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરે છે તેની દરેક મનોકામના પૂર્ણ થાય છે.

Written by Ankit Patel
Updated : February 15, 2023 11:28 IST
Mahashivratri 2023: મહાશિવરાત્રિના દિવસે શિવલિંગ પર આ વિધિથી ચઢાવો બિલી પત્ર, શું ધ્યાન રાખવું?
મહાશિવરાત્રિ 2023 ફાઇલ તસવીર

Mahashivratri 2023 Date: વૈદિક પંચાંગ અનુસાર દરવર્ષે મહાશિવરાત્રિનો પવિત્ર દિવસ ફાગણ મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિના દિવસે ઉજવવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર આ દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીના લગ્ન થયા હતા. આ વર્ષે મહાશિવરાત્રિ 18 ફેબ્રુઆરી ઉજવાય છે. આ દિવસે જે વ્રત રાખીને ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરે છે તેની દરેક મનોકામના પૂર્ણ થાય છે.

ઉલ્લેખનીય છે કે આ દિવસે ભક્ત ભગવાન શિવને પ્રસન્ન કરે છે અને અનેક વસ્તુઓ અર્પણ કરે છે. સાથે જ શિવજીની પૂજામાં બિલી પત્ર ચઢાવવું ખુબ જ શુભ માનવામાં આવે છે. માન્યતા છે કે બિલી પત્ર ચઢાવવાથી ભોળાનાથ પ્રસન્ન થાય છે. શાસ્ત્રોમાં બિલીપત્ર ચઢાવવા અને તોડવાના નિયમો બાવવામાં આવ્યા છે.

શિવલિંગ પર બિલીપત્ર ચઢાવવા અને તોડવાના નિયમો

1- શિવલિંગ પર ક્યારેય કપાયેલા કે ફાટેલા અને કરમાયેલા બિલીપત્ર અર્પણ કરનાવ ન જોઈએ. આવું કરવાથી બિલીપત્ર ચઢાવવાનું ફળ પ્રાપ્ત થતું નથી.

2 – શિવલિંગ ઉપર હંમેશા ત્રણ પાંદડાવાળા બિલીપત્ર અર્પણ કરવા જોઈએ. સાથે જ બિલીપત્ર ચઢાવતા પહેલા પાનને સારી રીતે ધોવા જોઈએ.

3 – શિવલિંગ પર તમે 11 કે 21ની સંખ્યામાં બિલીપત્ર ચઢાવી શકો છો. જો આટલી સંખ્યામાં બિલીપત્ર ન હોય તો એક બિલીપત્ર પણ ચઢાવી શકો છો.

4- બિલીપત્રના પત્તાઓ ચતુર્થી, અષ્ઠમી, નવમી તિથિઓ, પ્રદોષ વ્રત, શિવરાત્રિ, અમાસ અને સોમવારના દિવસે તોડવા ન જોઇએ. આવું કરવાથી ભોળાનાથ નારાજ થઇ શકે છે.

5 – બિલીપત્રને તોડતા પહેલા ભોળાનાથનું સ્મરણ કરવું જોઇએ. શિવનું નામ સ્મરણ કરીને જ બિલીપત્ર તોડવું જોઇએ.

શિવલિંગ પર બિલીપત્ર ચઢાવવના લાભ

બિલીપત્ર ચઢાવતા સમયે ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરવો જોઈએ. આવું કરવાથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે અને આશીર્વાદ આપે છે. બિલીપત્ર ચઢાવવાથી સ્ત્રીઓને અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે.

બિલીપત્ર પર ચંદનથી રામ અથવા ઓમ નમઃ શિવાય લખીને અર્પિત કરવું જોઇએ. આવું કરવાથી દરેક મનોરથ પૂર્ણ થાય છે. સાથે જ આરોગ્યની પ્રાપ્તિ થાય છે.

મહાશિવરાત્રિના શુભ મુહૂર્ત (Mahashivratri 2023 Shubh Muhurat)

પ્રથમ પહર પૂજા સમય : 18 ફેબ્રુઆરી, સાંજે 6.41 વાગ્યથી રાત્રે 9.47 વાગ્યા સુધી

દ્વિતીય પહર પૂજા સમય : 18 ફેબ્રુઆરી, રાત્રે 9.47 વાગ્યથી રાત્રે 12.53 વાગ્યા સુધી

તૃતિય પહર પૂજા સમય : 19 ફેબ્રુઆરી, રાત્રે 12.53 વાગ્યાથી વહેલી સવાર 3.58 વાગ્યા સુધી

ચતુર્થ પહર પૂજા સમય : 19 ફેબ્રુઆરી, વહેલી સવારે 3.58 વાગ્યાથી સવારે 7.06 વાગ્યા સુધી

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ