મહાશિવરાત્રી એ ભગવાન શંકરની પૂજા-આરાધનાનો પૂર્વ છે. મહાશિવરાત્રીના દિવસે ભોળાનાથની ચાર પ્રહરની આરતીનું વિશેષ મહત્વ છે અને તે ઘણું ફળદાયી હોય છે. તમને જણાવી દઈએ કે આ વખતે 18 ફેબ્રુઆરી, 2023 શનિવારના રોજ મહાશિવરાત્રી ઉજવાશે અને આ દિવસે 30 વર્ષ બાદ એક દુર્લભ સંયોગ બની રહ્યો છે. એટલા માટે કે, શનિદેવ દિવસ દરમિયાન કુંભ રાશિમાં ગોચર કરશે. શનિદેવ 30 વર્ષ પછી કુંભ રાશિમાં આવ્યા છે. જાણો મહાશિવરાત્રીએ ક્યાં સમયે પૂજા-અભિષેક કરવો, પૂજા કઇ સામગ્રીનો ઉપયોગ કરવો અને કેવા વસ્ત્રો પહેરવાથી ભોળાનાથના આશીર્વાદ પ્રાપ્ત થશે.
મહાશિવરાત્રી એ ક્યા સમયે પૂજા કરવાથી મળશે વિશેષ લાભ?
આ વખતે મહાશિવરાત્રી 18 ફેબ્રુઆરીના રોજ ઉજવવામાં આવશે. મહાશિવરાત્રી 18મી ફેબ્રુઆરીની રાત્રે 8.30 કલાકે શરૂ થશે અને 19મી ફેબ્રુઆરીએ સાંજે 4.19 કલાકે સમાપ્ત થશે. મહાશિવરાત્રીના રોજનિશિથ કાળ એટલે કે રાત્રીના સમયમાં મહાકાલની પૂજાપાઠ-અભિષેક કરવાનું વિશેષ મહત્વ છે, તેથી આ તહેવાર 18 ફેબ્રુઆરીએ ઉજવવામાં આવશે.

મહાશિવરાત્રીના રોજ રાત્રીના સમયે ચાર પ્રહરમાં પૂજા-અભિષેક કરવાનું વિશેષ મહાત્મ્ય છે.
પ્રથમ પ્રહરની પૂજાનો સમય:-
આ વખતે મહાશિવરાત્રીના પ્રથમ શુભ સમય 18 ફેબ્રુઆરીના રોજ સાંજે 6.41 થી 9.47 સુધીનો રહેશે, જેમાં પ્રથમ પ્રહરની પૂજા કરવામાં આવશે.
બીજા પ્રહરની પૂજાનો સમયઃ-
ત્યારબાદ બીજુ મુહૂર્ત રાત્રે 9.47 થી 12.53 સુધીનો છે જેમાં બીજા પ્રહરની પૂજા કરવી.
ત્રીજા પ્રહરની પૂજાનો સમયઃ-
ત્રીજા પ્રહરની પૂજા માટેનું ત્રીજો મુહૂર્ત 19 ફેબ્રુઆરીની રાત્રે 12.53 થી સવારે 3.58 સુધી રહેશે.
ચોથા પ્રહરની પૂજાનો સમયઃ-
તો છેલ્લી અને ચોથા પ્રહરની પૂજાનો શુભ સમય 19 ફેબ્રુઆરીની સવારે 3:58 થી બપોરે 2:41 સુધીનો રહેશે.

મહાશિવરાત્રીની પૂજા-અભિષેકમાં કઇ-કઇ ચીજોનો ઉપયોગ કરવો
મહાશિવરાત્રીની પૂજા-અભિષેકમાં ભગવાન શંકરને પ્રિય ચીજવસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે છે. જેમાં બીલપત્ર, ભાંગ, આંકડા અને ધતુરાનું વિશેષ મહત્વ છે. ઉપરાંત ભોળાનાથના અભિષેક માટે ગાયના શુદ્ધ દૂધ અને ગંગા જળ કે ચોખ્ખા પાણીનો ઉપયોગ કરવો. શિવશંકર વૈરાગી હોવાથી તેમને ભસ્મ પણ પ્રિય છે. આથી ભસ્મ, અક્ષત (આખા ચોખા), દૂધમાંથી બનેલા મિષ્ઠાન, કરેનના ફુલ, ચંદનનો ઉપયોગ કરવો. મહાકાલનો અભિષેક કરવા માટે ક્યારે સ્ટીલ, એલ્યુમિનિયમ કે લોખંડના પાત્રનો ઉપયોગ કરવો નહીં. અભિષેક કરવા માટેનું પાત્ર હંમેશા તાંબા કે પિત્તળથી બનેલું હોવું જોઇએ.મહાશિવરાત્રીના રોજ શિવશંકરની પૂજાની સાથે સાથે માતા પાર્વતીની પણ પૂજા કરવી જોઇએ.