Panchamrit Recipe For Mahashivratri: હિંદુ ધર્મમાં મહાશિવરાત્રીનું વિશેષ મહત્વ છે. આ દિવસે ભક્તો મંદિરોમાં ભગવાન શિવ અને દેવી પાર્વતીની પૂજા કરે છે. પૌરાણિક ગ્રંથો અનુસાર આ દિવસે ભગવાન શિવ અને દેવી પાર્વતીના લગ્ન થયા હતા. મહા શિવરાત્રી દર વર્ષે મહા વદ ચૌદસના દિવસે ઉજવવામાં આવે છે.
મહાશિવરાત્રી પર શિવલિંગ પર પંચામૃત અર્પણ કરો
મહાશિવરાત્રીના દિવસે ભક્તો ભગવાન શિવની પૂજા અર્ચના કરે છે. કહેવાય છે કે આ દિવસે શિવલિંગ પર પંચામૃત ચઢાવવાથી ભોલેનાથ પ્રસન્ન થાય છે. જો તમે પણ આ મહાશિવરાત્રી ભોલેનાથને પ્રસન્ન કરવા માંગો છો અને શિવલિંગ પર પંચામૃત ચઢાવવા માંગો છો, તો અમે તમને તમારા માટે પંચામૃત બનાવવાની સરળ પદ્ધતિ વિશે જણાવવા જઈ રહ્યા છીએ.
પંચામૃત બનાવવા માટેની સામગ્રી
- 1 કપ ગાયનું કાચું દૂધ
- 1/2 કપ દહીં
- 2 ચમચી ઘી
- 1 ચમચી મધ
- 1 ચમચી ગંગાજળ
- 5 તુલસીના પાન
પંચામૃત કેવી રીતે બનાવશો?
પંચામૃત બનાવવા માટે સૌ પ્રથમ એક વાટકીમાં ગાયનું કાચું દૂધ નાખો. તમે તેમાં દહીં, ઘી, મધ અને ગંગાજળ ઉમેરો. હવે તમે બધું બરાબર મિક્સ કરો. છેલ્લે ઉપર તુલસીના પાનને મુકો. આ રીતે પંચામૃત તૈયાર થાય છે. મહાશિવરાત્રીના દિવસે તમે તેને ભગવાન શિવને સમર્પિત કરી શકો છો.
આ પણ વાંચો – 152 વર્ષ પછી મહાશિવરાત્રી પર ગ્રહોનો દુર્લભ સંયોગ, આ રાશિઓનું ચમકશે નસીબ
ક્યારે છે મહાશિવરાત્રી 2025
ચતુર્દશી તિથિ 26 ફેબ્રુઆરીએ સવારે 11:08 વાગ્યે શરૂ થાય છે અને 27 ફેબ્રુઆરીએ સવારે 8:54 વાગ્યે સમાપ્ત થાય છે. સામાન્ય રીતે મોટા ભાગના વ્રતો પર ઉદય તિથિનું વિશેષ મહત્વ હોય છે. પરંતુ મહાશિવરાત્રીમાં રાત્રિ પૂજાની પરંપરા છે, તેથી મહાશિવરાત્રીનો તહેવાર 26 ફેબ્રુઆરીએ ઉજવવામાં આવશે.





