Mangal transit in cancer : વૈદિક જ્યોતિષમાં મંગળ ગ્રહના સેનાપતિની ઉપાધિ આપવામાં આવી છે. મંગળ ગ્રહ ભૂમિ, સાહસ, પરાક્રમ અને રક્તના કારક છે. એટલા માટે જ્યારે પણ મંગળગ્રહ ગોચર કરે છે તો આ સેક્ટરો ઉપર વિશેષ પ્રભાવ પડે છે. સાથે જ 12 રાશિઓ ઉપર પણ પ્રભાવ પડે છે. મંગળગ્રહ 10 મેના રોજ કર્ક રાશિમાં પ્રવેશ કરવા જઇ રહ્યો છે. જેનાથી રાશિના જાતકોને ધનલાભ અને ભાગ્યોદયનો યોગ બની રહ્યો છે. તો ચાલો જાણીએ કે આ રાશિઓ કઈ છે.
વૃશ્ચિક રાશ
આ રાશિના જાતકો માટે મંગળનું ગોચર શુભ સાબિત થઇ શકે છે. કારણ કે મંગળ ગ્રહ તમારી રાશિના નવમાં ભાવમાં ગોચર કરવા જઇ રહ્યો છે. જેને ભાગ્ય અને વિદેશ સ્થાન માનવામાં આવે છે. એટલા માટે આ સમયે તમારો ભાગ્યોદય થઇ શકે છે. સાથે જ પરિવારના લોકોની સાથે તમારો સારો સમય વિતશે અને બાળકોની સાથે રજાઓમા ક્યાંક ફરવાનો પણ પ્લાન બની શકે છે. તમારા રોકાયેલા કામ પુરા થવા લાગશે. સાથે જ આ સમયે તમારા ઘર અથવા પરિવારમાં કોઈ ધાર્મિક અથવા માંગલિક કાર્યક્રમ થઇ શકે છે. મંગળગ્રહ તમારી રાશિના સ્વામી છે. એટલા માટે આ ગોચર તમને લાભપ્રદ સિદ્ધ થઇ શકે છે.
મિથુન રાશિ
મંગળનું રાશિ પરિવર્તન મિથુન રાશિના લોકોને આર્થિક રૂપથી લાભકારી સાબિત થઇ શકે છે. કારણ કે મંગળ ગ્રહ તમારી રાશિના બીજાભાવમાં ગોચર કરવા જઇ રહ્યો છે. તમને કોર્ટ કચેરીના મામલામાં વિજય મળી શકે છે. શત્રુઓ પર તમે વિજય મેળવી શકો છો. સાથે જ આ સમયે તમને અટકેલું ધન મળી શકે છે. વેપારીઓને ઉધાર ધન મળી શકે છે. જો તમારો વેપાર વિદેશથી જોડાયેલો છે તો તમને સારો ધનલાભ થઇ શકે છે. જે લોકોનું કરિયર મીડિયા, માર્કેટિંગ અને વાણી સાથે જોડાયેલું છે. એમના માટે આ સમય શાનદાર સાબિત થઇ શકે છે.
આ પણ વાંચોઃ- શનિ અને મંગળ બનાવશે ખતરનાક ષડાષ્ટક યોગ, આગામી બે મહિનામાં વધી શકે છે આ રાશિઓની મુશ્કેલીઓ
તુલા રાશિ
આ રાશિના જાતકોને મંગળ ગ્રહનું ગોચર કરિયર અને વેપારને ધ્યાનમાં રાખીને શુભ સાબિત થઇ શકે છે. કારણ કે આ ગોચર તમારી રાશિના કર્મભાવ પર થશે. મંગળ ગ્રહ તમારી ગોચર કુંડળીના ભાવના સ્વામી છે. એટલા માટે આ સમયે તમારા કાર્યક્ષેત્રમાં તમારી સફળતા મળી શકે છે. સાથે જ ધનની આવક પણ બની રહેશે. સાથે જ કારોબારીઓની સાથે ડીલમાં લાભ થઈ શકે છે. સારા ઓર્ડર મળી શકે છે. તમારી કોઈ વેપારીક ભાગીદારી થઇ શકે છે. કરિયરમાં નવા અવસર મળી શકે છે. વેપારમાં સારો નફો મળી શકે છે.