scorecardresearch

મંગળદેવ નવેમ્બરમાં કરશે સ્થાન પરિવર્તન, આ પાંચ રાશિના જાતકોને મળી શકે છે પ્રગતિ

મંગળદેવના રાશિ પરિવર્તનની અસર બધી 12 રાશિના લોકોને થશે. જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે મંગળ દેવ 13 નવેમ્બરે વૃષભ રાશિમાં ગોચર કરશે. આ ગોચર અનેક રાશિના જાતકો માટે સારો સમય લઈને આવી શકે છે.

મંગળદેવ નવેમ્બરમાં કરશે સ્થાન પરિવર્તન, આ પાંચ રાશિના જાતકોને મળી શકે છે પ્રગતિ
નવેમ્બરમાં મંગળદેવનું રાશિ પરિવર્તન

Rashi Parivartan November 2022: મંગળદેવ નવેમ્બરમાં પોતાનું સ્થાન પરિવર્તન કરશે. મંગળદેવ વૃષભ રાશિમાં પ્રવેશ કરશે. મંગળદેવના રાશિ પરિવર્તનની અસર બધી 12 રાશિના લોકોને થશે. જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે મંગળ દેવ 13 નવેમ્બરે વૃષભ રાશિમાં ગોચર કરશે. આ ગોચર અનેક રાશિના જાતકો માટે સારો સમય લઈને આવી શકે છે. તો ચાલો જાણીએ કે કઈ કઈ રાશિના જાતકોને લાભ મળશે. મંગળ પ્રભાવ વાળા લોકો સાહસી, આવેગી અને સીધાજ આગળ વધનારા હોઈ શકે છે. મંગળકાર્ય પુરું કરવા માટે ઉર્જા પણ આપે છે.

કર્ક રાશિના જાતકો પર શું પડશે પ્રભાવ?

કર્ક રાશિના જાતકો ઉપર મંગળ દેવની કૃપા થઈ શકે છે. વિદ્યાર્થીઓ માટે આ ઉત્તમ સમય બની શકે છે. આ દરમિયાન તમે તમારી ઈચ્છાની પૂર્તિ કરી શકશો. કાર્યસ્થળ પર કરવામાં આવેલી મહેનતનું પરિણામ પણ સમયમાં જ મળી શકે છે.

મંગળ ગોચરથી સિંહ રાશિ પર કેવી પડશે અસર?

સિંહ રાશિના જાતકો નોકરી કરે છે તેમને સારી તકો મળી શકે છે. આ દરમિયાન તમારી સુખ સુવિધાઓમાં પણ વધારો થઈ શકે છે. કાર્યસ્થળ ઉપર સમય તમને અનુકૂળ થઈ શકે છે. મંગળદેવનું ગોચર કરવું તમારા માટે અનુકૂળ બની શકે છે.

ધન રાશિના જાતકો ઉપર કેવો પડશે પ્રભાવ?

આ રાશિના જાતકોને આ દરમિયાન કોઈ હાની નહીં પહોંચે. અનેક જાતકોને વિદેશ યાત્રા જવાના અવસર પણ મળી શકે છે. ગોચર દરમિયાન મંગળ દેવ તમારી રાશિમાં છઠ્ઠા ભાવમાં વિરાજમાન રહેશે.

મકર રાશિના જાતકો માટે કેવી થશે અસર?

મકર રાશિ માટે મંગળ દેવ ચોથા અને એકાદશ ભાવના સ્વામી હોય છે. આ પોતાના લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે આ ઉત્તમ સમય હોઈ શકે છે. શોધ વગેરે કાર્યમાં લોકો માટે આ પણ સમય અનુકૂળ છે.

Web Title: Mars transit in taurus november 2022 astrology news mangal gochar

Best of Express