Budh Uday in Karka Rashi : વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગ્રહોના રાજકુમાર બુધ આજે કર્ક રાશિમાં ઉદય થયા છે. બુધ ગ્રહને બુદ્ધિના કારક માનવામાં આવે છે. આ સાથે જ વેપારમાં અપાર સફળતા મેળવવામાં મદદ કરી શકે છે. આ સાથે જ વિજ્ઞાન, જ્યોતિષ વગેરે ક્ષેત્રમાં મહારત હાંસલ કરાવે છે. બુધના ઉદય થવાથી દરેક રાશિના જાતકોના જીવમાં કોઈના કોઈ પ્રકારનો પ્રભાવ પડે છે. બુધ ઉદયનો મેષ, વૃષભ, કન્યા સહિત કેટલીક રાશિઓના જાતકો ઉપર સકારાત્મક પ્રભાવ પડશે. તો કેટલીક રાશિના જાતકોને સાવધાન રહેવાની જરૂર છે. આ રાશિઓના જાતકોને આર્થિક, માનસિક, શારીરિક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. ચાલો જાણીએ કે બુધ ગ્રહના ઉદયથી કઈ રાશિઓને સાવધાન રહેવાની જરૂર છે.
મિથુન રાશિ
મિથુન રાશિમાં બુધ ગ્રહ બીજા ભાવમાં ઉદય થયો છે. આવી સ્થિતિમાં આ રાશિના જાતકોને ધન હાનીનો સામનો કરવો પડી શકે છે. આ સાથે જ વધારે ખર્ચો વધી શકે છે. જેના કારણે અશાંતિનો માહોલ રહી શકે છે. નોકરિયાત લોકોને કાર્યસ્થળ પર થોડી પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે. થોડું કામનું ભારણ વધી શકે છે. આ સાથે જ પદોન્નતિ અને ઇન્ક્રીમેન્ટમાં થોડો સમય લાગી શકે છે. આ ઉપરાંત લવ લાઇફ અને દાંપત્ય જીવનમાં થોડી મુશ્કેલીઓ આવી શકે છે.
સિંહ રાશિ
આ રાશિમાં બુધ ગ્રહ બારમાં ભાવમાં ઉદયો થઈ રહ્યો છે. આવી સ્થિતિમાં આ રાશિના જાતકોની આર્થિક સ્થિતિ ઉપર ખરાબ અસર પડી શકે છે. બીનજરૂરી ધન વ્યવથી પરેશાન થઈ શકો છો. વેપારમાં વધારે મહેનત કરવા છતાં સફળતા મળી શકે નહીં. આ સાથે જ વધારે ખર્ચો થઈ શકે છે. સંબંધોની વતા કરીએ તો તમારા અહંકારના કારણે પાર્ટનરની સાથે વાદ-વિવાદ થઈ શકે છે. સ્વાસ્થ્યને લઈને થોડું સચેત રહેવાની કોશિશ કરો.
વૃશ્ચિક રાશિ
આ રાશિમાં બુધ નવમાં ભાવમાં ઉદય થઈ રહ્યો છે. આવી સ્થિતિમાં આ રાશિના જાતકોના જીવનમાં મિશ્ર પરિણામ રહેશે. ભાગ્ય પણ થોડું દૂર રહી શકે છે. કામનું થોડું ભારણ વધશે. કામની અસંતુષ્ટીના કારણે નોકરી બદલવાનો પણ વિચાર કરી શકો છો. આર્થિક સ્થિતિ પર ખરાબ અસર પડી શકે છે.
ધન રાશિ
આ રાશિમાં બુધ આઠમાં ભાવમાં ઉદય થશે. આ રાશિના જાતકોને ધન સંબંધી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. કરિયરની વાત કરીએ તો સ્થિતિ તમારા અનુરુપ નહીં હોય. કેટલાક કોલો ઉચ્ચ પદ મેળવવા માટે નોકરી બદલવાનો વિચાર કરી શકે છે. સ્વાસ્થ્યને લઇને પણ સતર્ક રહેવાની જરૂર છે.
નવ ગ્રહમાં બુધ ગ્રહનું શું છે દરજ્જો?
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર બુધ ગ્રહને રાજકુમારનો દરજ્જો આપવામાં આવ્યો છે.
બુધ ગ્રહ કઈ રાશિના સ્વામી છે?
બુધ ગ્રહ મિથુન અને કન્યા રાશિના સ્વામી છે?
બુધ શેના કારક છે?
બુધ બુદ્ધિ અને તર્ક શક્તિના કારક છે.





