2 એપ્રિલથી ચમકશે આ રાશિઓનું નસીબ, આવકમાં વૃદ્ધિ અને કરિયરમાં પ્રગતિના યોગ

Budh Planet Uday : તમને જણાવી દઈએ કે બિઝનેસ અને બુદ્ધિ આપનાર બુધ ગ્રહ 2 એપ્રિલે ઉદય થવા જઈ રહ્યો છે, જેના કારણે 3 રાશિના લોકોને આકસ્મિક ધન મળી શકે છે. સાથે જ દરેક ઈચ્છા પૂરી પણ થઈ શકે છે. આવો જાણીએ આ કઈ કઈ રાશિઓ છે

Written by Ashish Goyal
March 19, 2025 23:35 IST
2 એપ્રિલથી ચમકશે આ રાશિઓનું નસીબ, આવકમાં વૃદ્ધિ અને કરિયરમાં પ્રગતિના યોગ
બિઝનેસ અને બુદ્ધિ આપનાર બુધ ગ્રહ 2 એપ્રિલે ઉદય થવા જઈ રહ્યો છે

Budh Planet Uday : જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગ્રહો એક ચોક્કસ અંતરાલે અસ્ત અને ઉદય થાય છે, જેની અસર માનવ જીવન અને દેશ-દુનિયા પર જોવા મળે છે. આ ફેરફાર કેટલાક માટે પોઝિટિવ તો કેટલાક માટે નેગેટિવ હોય છે. તમને જણાવી દઈએ કે બિઝનેસ અને બુદ્ધિ આપનાર બુધ ગ્રહ 2 એપ્રિલે ઉદય થવા જઈ રહ્યો છે, જેના કારણે 3 રાશિના લોકોને આકસ્મિક ધન મળી શકે છે. સાથે જ દરેક ઈચ્છા પૂરી પણ થઈ શકે છે. આવો જાણીએ આ કઈ કઈ રાશિઓ છે.

વૃશ્ચિક રાશિ

બુધ ગ્રહનો ઉદય તમારા માટે સકારાત્મક સાબિત થઈ શકે છે. કારણ કે બુધ ગ્રહ તમારી રાશિથી પાંચમા ભાવમાં ઉદય પામશે. તેથી આ સમય દરમિયાન તમને સંતાન પક્ષ તરફથી કોઈ સારા સમાચાર મળી શકે છે. સાથે જ તમને પ્રોપર્ટી અને વાહન યોગ પણ બની રહ્યા છે. બુધ ગ્રહ તમારી રાશિથી આઠમા અને અગિયારમા સ્થાનનો સ્વામી છે. તેથી, તમને આ સમયે આકસ્મિક નાણાં પ્રાપ્ત થઈ શકે છે. તમે જે પણ નવો પ્રોજેક્ટ શરૂ કરવા જઈ રહ્યા છો, તેમાં તમને જરૂર સફળતા મળવાની છે. તમારી આવકમાં જબરદસ્ત વધારો થઈ શકે છે. તેમજ આવકના નવા સ્ત્રોત પણ ઊભા કરી શકાય છે.

કુંભ રાશિ

કુંભ રાશિના જાતકો માટે બુધ ગ્રહનો ઉદય શુભ સાબિત થઈ શકે છે. કારણ કે બુધ ગ્રહ તમારી રાશિથી બીજા ભાવમાં ઉદય પામશે. તેથી આ સમય દરમિયાન તમને આકસ્મિક સંપત્તિની તકો મળશે. તેમજ આર્થિક સ્થિતિ પહેલા કરતા વધુ મજબૂત બનશે. વાણીમાં પ્રભાવ આવશે, જેનાથી લોકો પ્રભાવિત થશે. નોકરી શોધનારાઓને બઢતી અથવા નવી નોકરીની તકો મળી શકે છે. આર્થિક રીતે આ સમય ખૂબ જ સારો રહેશે. રોકાણ માટે આ સમય સારો છે. સાથે જ વેપારીઓને ઉધાર પૈસા મળી શકે છે.

મિથુન રાશિ

તમારી ગોચર કુંડળીથી, બુધ દેવ કારકિર્દી અને વ્યવસાયના સ્થાને ઉન્નતિ કરશે. તેથી આ સમયે બેરોજગાર લોકોને નોકરીની ઓફર મળી શકે છે. આ સમય દરમિયાન તમારા પ્રમોશનના ચાન્સ પણ બની રહ્યા છે. સાથે જ બિઝનેસમાં સફળતા પણ મળી શકે છે. આ સમયે તમારી કાર્યશૈલી પણ સુધરશે. બિઝનેસમેન સારો નફો કરી શકે છે. બિઝનેસનો વિસ્તરા થઇ શકે છે. સાથે જ સમાજમાં તમને માન-સન્માન અને પ્રતિષ્ઠા મળશે. વેપારીઓને નવા વ્યવસાયિક સોદાથી ફાયદો થશે.

ડિસ્ક્લેમર– આ લેખમાં આપેલી કોઈપણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પૂરી પાડવાનો છે. તેના સાચા અને સાબિત હોવાની અધિકૃતતા આપી શકતા નથી. કોઈપણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા, કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ