Budh Gochar in Kanya : જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગ્રહ સમય સમય પર રાશિ પરિવર્તન કરીને પોતાની સ્વરાશિ અને ઉચ્ચ રાશિમાં પ્રવેશ કરે છે. જેનો પ્રભાવ માનવજીવન અને પૃથ્વી પર જોવા મળે છે. બુદ્ધિ અને વેપારના દાતા બુધ ગ્રહ સપ્ટેમ્બરની શરુઆતમાં પોતાની સ્વરાશિ કન્યામાં પ્રવેશ કરશે. જેનાથી ત્રણ રાશિના જાતકોનો ભાગ્યોદય થઇ શકે છે. સાથે જ કરિયર અને કારોબારમાં પ્રગતિના યોગ પણ બની રહ્યા છે. તો ચાલો જાણીએ કે ભાગ્યશાળી રાશિઓ કઇ કઇ છે.
મિથુન રાશિ (Mithun Zodiac)
આ રાશિના જાતકો માટે બુધ ગ્રહનું રાશિ પરિવર્તન શુભ સાબિત થઇ શકે છે. કારણ કે બુધ ગ્રહ તમારી રાશિના ચોથા ભાવમાં ભ્રમણ કરવા જઇ રહ્યો છે. સાથે જ તે લગ્નનો સ્વામી છે. એટલા માટે આ સમયે તમારા વ્યક્તિત્વમાં નિખાર જોવા મળશે. સાથે જ તમારી વાણીમાં પ્રભાવ આવશે. જેનાથી લોકો તમારાથી ઇમ્પેસ થશે. તેમજ પારિવારિક વેપાર કરનારા લોકો માટે આ સમય ખુબ જ અનુકૂળ રહેશે. વેપારના વિસ્તારની યોજનાઓ બનાવો. આ સમયે તમારે પૈતૃક સંપત્તિ મળી શકે છે. સાથે જ તમે કોઈ વાહન અને પ્રોપર્ટીની ખરીદી કરી શકો છો.
આ પણ વાંચોઃ- Supermoon : આજે દેખાશે વર્ષનું બીજું સુપરમૂન, 30મી એ દેખાશે દુર્લભ બ્લૂ મૂન, જાણો શું છે આની ખાસિયતો
તુલા રાશિ (Tua Zodiac)
બુધ ગ્રહનું રાશિ પરિવર્તન તુલા રાશિના જાતકો માટે અનુકૂળ સિદ્ધ થઇ શકે છે. કારણે બુધ ગ્રહ તમારી ગોચર કુંડળીના આવક ભાવમાં ભ્રમણ કરવા જઇ રહ્યું છે. એટલા માટે આ સમયે તમારી અવકમાં વધારો થઇ શકે છે. સાથે જ આવકના નવા નવા સ્ત્રોત બની શકે છે. આ દરમિયાન આર્થિક પડકારો દૂર થશે અને ધનલાભ પ્રાપ્ત થતાં દેખાશે. સાથે જ તમાને સંતાન સંબંધિત કોઇ શુભ સમાચાર પ્રાપ્ત થઇ શકે છે. જે લોકો શેર બજાર, સટ્ટા અને લોટરીમાં રોકાણ કરવા માંગે છે તેમના માટે આ સમય અનુકૂળ છે.
આ પણ વાંચોઃ- Guru Vakri : 12 વર્ષ બાદ દેવતાઓના ગુરુ મેષ રાશિમાં થશે વક્રી, આ રાશિઓની પલટી શકે છે કિસ્મત, અચાનક ધનલાભનો પ્રબળ યોગ
સિંહ રાશિ (leo Zodiac)
આ રાશિના જાતકો માટે બુધ ગ્રહનું ગોચર લાભપ્રદ સાબિત થઇ શકે છે. કારણ કે બુધ ગ્રહ તમારી રાશિના ધન ભાવ પર ગોચર કરવા જઇ રહ્યો છે. સાથે જ બુધ ગ્રહ પોતાની રાશિના આવક ભાવનો સ્વામી છે. એટલા માટે આ સમયે તમારી આવકમાં વધારો થશે. સાથે જ નોકરિયાત લોકોના પગરામાં વધારાના યોગ બની રહ્યા છે. તમારી પ્રતિષ્ઠા વધશે. બુધની કૃપાથી તમારી વાણીમાં પ્રભાવ વધશે. જેનાથી લોકો તમારી સાથે સંકળાશે. વેપારીક યોજનાઓમાં તેજી આવશે. આર્થિક સ્થિતિમાં સુધારો આવશે. સાથે જ આ સમયમાં તમારું ફસાયેલું ધન પ્રાપ્ત થશે.





