બુધગ્રહ કરશે સ્વરાશિ કન્યા રાશિમાં પ્રવેશ, આ ત્રણ રાશિના જાતકોની ચમકશે ભાગ્ય, કરિયર અને કારોબારમાં થશે પ્રગતિ

Budh gochar, mercury transit in kanya : લગભગ 1 મહિનામાં રાશિ પરિવર્તન કરે છે. 1 ઓક્ટોબરે વેપાર અને બુદ્ધિના દાતા બુધ ગ્રહ પોતાની સ્વરાશિ કન્યામાં પ્રવેશ કરવા જઇ રહ્યા છે. જેનો પ્રભાવ દરેક રાશિના જાતકો પર જોવા મળશે. પરંતુ 3 રાશિઓ એી છે જેના પર બુધ ગ્રહની વિશેષ કૃપા થનારી છે.

Written by Ankit Patel
September 05, 2023 15:01 IST
બુધગ્રહ કરશે સ્વરાશિ કન્યા રાશિમાં પ્રવેશ, આ ત્રણ રાશિના જાતકોની ચમકશે ભાગ્ય, કરિયર અને કારોબારમાં થશે પ્રગતિ
બુધ ગોચર

Budh Gochar In kanya : જ્યોતિષ શાસ્ત્રમાં બુધ ગ્રહને તર્કશક્તિ, અર્થવ્યવસ્થા, ગણિત, વ્યાપાર અને બુદ્ધિના દાતા માનવામાં આવે છે. સાથે જ બુધ ગ્રહ કન્યા અને મિથુન રાશિના સ્વામી છે. લગભગ 1 મહિનામાં રાશિ પરિવર્તન કરે છે. 1 ઓક્ટોબરે વેપાર અને બુદ્ધિના દાતા બુધ ગ્રહ પોતાની સ્વરાશિ કન્યામાં પ્રવેશ કરવા જઇ રહ્યા છે. જેનો પ્રભાવ દરેક રાશિના જાતકો પર જોવા મળશે. પરંતુ 3 રાશિઓ એી છે જેના પર બુધ ગ્રહની વિશેષ કૃપા થનારી છે. તો ચાલો જાણીએ આ રાશિઓ કઈ કઈ છે.

મેષ રાશિ (Aries Zodiac)

આ રાશિના જાતકો માટે બુધ ગ્રહનું રાશિ પરિવર્તન શુભ ફળદાયી સાબિત થઇ શકે છે. કારણ કે બુધ ગ્રહ તમારી રાશિના છઠ્ઠા ભાવમાં ભ્રમણ કરવા જઈ રહ્યો છે. એટલા માટે આ સમયે તમને કોર્ટ કચેરીના મામલે વિજય મળી શકે છે. સાથે આ સમયે તમે દેવું ઉતારવામાં સફળ થશો. બુધ ગ્રહ તમારી રાશિના ત્રીજા ભાવનો સ્વામી છે. એટલા માટે તમારા સાહર અને પરાક્રમમાં વૃદ્ધિ થશે. સાથે જે લોકોનો વેપાર વિદેશ સાથે જોડાયેલો છે તેમને સારો લાભ થઇ શકે છે. ઓફિસમાં તમારી મહેન કામને જોતા તમારા પદમાં વૃદ્ધિ થઈ શકે છે. વેપારમાં તમારા માટે સફળતાના દ્વાર ખુલશે.

વૃષિક રાશિ (Taurus Zodiac)

બુધગ્રહનો પોતાની સ્વરાશિ કન્યામાં પ્રવેશ વૃષિક રાશિના જાતકોને અનુકૂળ સિદ્ધ થઈ શકે છે. કારણ કે બુધ ગ્રહ તમારી રાશિના પાંચમા ભાવમાં ભ્રમણ કરવા જઈ રહ્યો છે. એટલા માટે આ સમયે તમારા સંતાનની તરક્કી થઈ શકે છે. સાથે જ મહેનત કરવા પર તમને લાભ થઈ શકે છે. મહત્વાકાંક્ષાઓ પૂર્ણ થશે.

જે લોકો સંતાન મેળવવાની ઈચ્છા રાખે છે તેમને સંતાન પ્રાપ્તિ થઈ શકે છે. તમે જે પણ કામમાં રોકાણ કરશો તેનાથી તમને લાભ થઇ શકે છે. સાથે જ બુધ ગ્રહ તમારી રાશિના ધનભાવના સ્વામી છે. એટલા માટે આ સમયે તમાને આકસ્મિક ધન પ્રાપ્તિ થઇ શકે છે. સાથે જ જે લોકો મીડિયા, માર્કેટિંગ અને કમ્યુનિકેશન સાથે જોડાયેલા છે તેમનો આ સમય શાનદાર સાબિત થશે.

સિંહ રાશિ (Leo Zodiac)

આ રાશિના જાતકો બુધ ગ્રહના ગોચર કરિયર અને કારોબારની દ્રષ્ટીથી શુભ સાબિત થઇ શકે છે. કારણ કે બુધ ગ્રહ તમારી રાશિથી ધન ભાવ પર ભ્રમણ કરવા જઈ રહ્યો છે. જેનાથી તમને આકસ્મિક ધન પ્રાપ્તિ થઇ શકે છે. સાથે જ તમારી આવકમાં વૃદ્ધિ થશે અને પાર્ટનરની સાથે પહેલા કરતા સારો સમય રહેશે. પરિવારની સાથે સમય સારો પસાર થશે. લવ લાઇફ સારી રહેશે. સાથે જ બુધગ્રહ તમારી રાશિના આવકના ભાવના સ્વામી છે. એટલા માટે આ સમય તમારી આવકમાં વધારો થશે. તમે વેપારમાં નવા નવા આઇડિયા લગાવીને ધન કમાવી શકો છો.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ