Navagraha Dosha tree root tips : જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગ્રહોની વ્યક્તિની પ્રગતિ, સ્વાસ્થ્ય, આર્થિક સ્થિતિ અને કૌટુંબિક બાબતો પર સારી કે ખરાબ અસર થાય છે. એવું માનવામાં આવે છે કે જો કોઈ વ્યક્તિની કુંડળીમાં કોઈ ગ્રહ દોષ હોય તો તેને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. વ્યક્તિને આર્થિક અને કૌટુંબિક વિવાદનો સામનો કરવો પડે છે. આવી સ્થિતિમાં કુંડળીમાં નવ ગ્રહોની યોગ્ય સ્થિતિ હોવી ખૂબ જ જરૂરી છે. લોકો કુંડળીમાંથી ગ્રહ દોષોને દૂર કરવા માટે ઘણા પ્રયત્નો કરે છે. ગ્રહ દોષ દૂર કરવામાં અમુક વૃક્ષો અને છોડ તમને મદદરૂપ બની શકે છો. જ્યોતિષશાસ્ત્ર અનુસાર વિવિધ ગ્રહોના અલગ-અલગ નંગ ઉપરાંત અમુક વૃક્ષો અને છોડના મૂળને ગ્રહદોષ દૂર કરવા સાથે તેમને શાંત કરવા માટે બાંધી શકાય છે. ચાલો જાણીએ કે કયા ઝાડના મૂળને બાંધવાથી ગ્રહ દોષ દૂર કરી શકાય છે.
બીલીપત્રના ઝાડના મૂળ
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો વ્યક્તિની કુંડળીમાં સૂર્યની સ્થિતિ નબળી હોય તો બીલીપત્રના ઝાડના મૂળ બાંધવાથી ફાયદો થઈ શકે છે. એટલા માટે થોડાક બીલીપત્રના ઝાડના મૂળ લઈને તેને લાલ રંગના કપડામાં બાંધો અને સૂર્ય મંત્ર “ઓમ સૂર્યાય નમઃ” નો જાપ કરવો.
ખીરનીના મૂળ
કુંડળીમાં ચંદ્રની સ્થિતિ મજબૂત કરવા માટે સફેદ કપડામાં ખીરનીના મૂળ બાંધીને ધારણ કરી શકાય છે.
વિધરાના મૂળ
બુધ ગ્રહની કૃપા મેળવવા માટે બુધવારે વિધરાના મૂળને લીલા કપડામાં ધારણ કરો. આમ કરવાથી જીવનમાં હંમેશા સુખ-સમૃદ્ધિ બની રહે છે.
ખીડજાના ઝાડા મૂળ
મંગળ ગ્રહના દોષથી છુટકારો મેળવવા માટે ખીડજાના મૂળ બાંધવાથી ફાયદો થાય છે. મંગળવારે ખીડજાના ઝાડના મૂળ લઈને તેને લાલ રંગના કપડામાં બાંધીને પહેરો. આમ કરવાથી ઘરમાં સુખ-શાંતિની સાથે ધન-ધાન્યની વૃદ્ધિ થઈ શકે છે.
શમી વૃક્ષના મૂળ
શનિવારના દિવસે શમીના ઝાડના થોડાક મૂળને વાદળી કપડામાં બાંધો. આમ કરવાથી શનિ દોષમાંથી મુક્તિ મેળવી શકાય છે. તેની સાથે જ શનિદેવ પ્રસન્ન થશે અને તમને સુખ-સમૃદ્ધિના આશીર્વાદ મળશે.
ગૂલરના ઝાડના મૂળ
કુંડળીમાં સુખ અને સૌભાગ્યના કારક શુક્રની સ્થિતિને મજબૂત કરવા માટે ગૂલરના ઝાડના થોડાક મૂળ લઈને તેને સફેદ કપડામાં બાંધી લો. આ પછી તેને તમારા હાથમાં ધારણ કરો. આમ કરવાથી પણ તમને સુખ-સમૃદ્ધિ, સુખ-સૌભાગ્યની પ્રાપ્ત થશે.
અશ્વગંધાના ઝાડના મૂળ
કેતુ ગ્રહ સંબંધિત તમામ પ્રકારની મુશ્કેલીઓથી છુટકારો મેળવવા માટે અશ્વગંધાના ઝાડના મૂળ બાંધવા ફાયદાકારક રહે છે. આથી અશ્વગંધાના મૂળને વાદળી રંગના કપડામાં બાંધીને ગુરુવારે ધારણ કરવું જોઇએ.
ચંદન
રાહુ ગ્રહના દોષથી છુટકારો મેળવવા માટે થોડુંક સફેદ ચંદન લઈને તેને વાદળી રંગના કપડામાં બાંધીને બુધવારે ધારણ કરવાથી ફાયદો થાય છે.





