Navratri 7th Day Devi Kalratri Mata Puja Vidhi, Katha, Prasad In Gujarati : નવરાત્રીમાં નવ દુર્ગાની નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. જેમા નવરાત્રીના સાતમાં નોરતે કાલરાત્રી માતાની પૂજા આરાધના કરવામાં આવે છે. નવ દુર્ગાના આ દેવીના શરીરનો વર્ણ કાળો હોવાથી તેમને કાલરાત્રી કહેવામાં આવે છે. કાલારાત્રીનું સ્વરૂપ ભયંકર છે પણ શુભદાયી છે. કાલરાત્રી માતાજીની પૂજા કરવાથી ડર, ભય અને રોગ દૂર થાય છે અને અભય વરદાન પ્રાપ્ત થાય છે. નવરાત્રીના સાતમા નોરતે કાલરાત્રી માતાજીની પૂજા વિધિ, કથા, મંત્ર, પ્રસાદ ભોગ વિશે વિગતવાર જાણીયે
કાલરાત્રી માતાનું સ્વરૂપ
દેવી ભાગવત પુરાણ અનુસાર, નવરાત્રીના સાતમા દિવસે મા કાલરાત્રીની પૂજા કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે મા કાલરાત્રીની પૂજા કરવાથી કાળનો નાશ થાય છે. માતાનું આ સ્વરૂપ શૌર્ય અને સાહસનું પ્રતીક માનવામાં આવે છે. માતાજીના શરીરનો રંગ કાળો હોવાથી તેમને કાલરાત્રી કહેવામાં આવે છે. દેવી કાલરાત્રી સ્વરૂપ વિકરાળ પણ શુભદાયી છે. કાલરાત્રી માતાજીને હાથ ભુજાઓ છે. માતાજીએ ડાબા હાથમાં ખડક તલવાર અને હથિયાર ધારણ કર્યા છે. તો જમણા હાથ અભય અને આશીર્વાદની મુદ્રામાં છે. માતાજીને ત્રણ આંખો છે. દેવી કાલરાત્રીનું વાહન ગદર્ભ એટલે કે ગધેડું છે.
માતા કાલરાત્રીની પૂજા વિધિ
નવરાત્રીના સાતમા દિવસે વહેલી સવારે ઉઠીને સ્નાન કરો અને સ્વચ્છ કપડાં પહેરો. હવે પૂજા માટે તૈયારીઓ કરી લો. સૌથી પહેલા ગણેશજીની પૂજા કરો. આ પછી, અગરબત્તી અને દીવા પ્રગટાવો. હવે માતા કાલરાત્રીની મૂર્તિ કે ફોટાની સ્થાપના કરો. જો તમારી પાસે કાલરાત્રી દેવીનો ફોટો કે મૂર્તિ નથી, તો મા દુર્ગાના ફોાની સ્થાપના કરી શકાય છે. માતા કાલરાત્રીને અક્ષત, ધૂપ, રાતરાણીના પુષ્પ, ચંદન અર્પણ કરી પૂજા કરો. કાલરાત્રી દેવીને ગોળ અને ગોળ માંથી ચીજ બહુ પ્રિય છે. આથી માતાજીને ગોળ માંથી બનેલી મીઠાઇ પ્રસાદ ભોગમાં અર્પણ કરો. છેલ્લે માતાજીની આરતી કરો અને દુર્ગા સપ્તશતીનો પાઠ કરો.
મા કાલરાત્રી પ્રસાદ ભોગ
માતા કાલરાત્રીને ગોળ અને ગોળ માંથી બનેલી ચીજ અર્પણ કરવી શુભ માનવામાં આવે છે. આથી માતાજીને ગોળ માંથી બનેલી મીઠાઇ જેમ કે, ગોળનો હલવો, ગોળની ખીર અને માલપુઆ પ્રસાદમાં ધરાવી શકાય છે. આમ કરવાથી તમને માતાના આશીર્વાદ મળશે.
માતા કાલરાત્રી મંત્રી : Mata kalratri Mantra
दंष्ट्राकरालवदने शिरोमालाविभूषणे। चामुण्डे मुण्डमथने नारायणि नमोऽस्तु ते।।
या देवी सर्वभूतेषु दयारूपेण संस्थिता। नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नमः।।
ॐ कालरात्र्यै नम:ॐ फट् शत्रून साघय घातय ॐॐ ह्रीं श्रीं क्लीं दुर्गति नाशिन्यै महामायायै स्वाहाया देवी सर्वभूतेषु कालरात्रि रूपेण संस्थिता। नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नम:॥ऊं ऐं ह्रीं क्लीं चामुण्डायै विच्चे।
માતા કાલરાત્રી ધ્યાન મંત્ર
करालवंदना धोरां मुक्तकेशी चतुर्भुजाम्।कालरात्रिं करालिंका दिव्यां विद्युतमाला विभूषिताम॥दिव्यं लौहवज्र खड्ग वामोघोर्ध्व कराम्बुजाम्।अभयं वरदां चैव दक्षिणोध्वाघः पार्णिकाम् मम॥महामेघ प्रभां श्यामां तक्षा चैव गर्दभारूढ़ा।घोरदंश कारालास्यां पीनोन्नत पयोधराम्॥सुख पप्रसन्न वदना स्मेरान्न सरोरूहाम्।एवं सचियन्तयेत् कालरात्रिं सर्वकाम् समृध्दिदाम्॥
માતા કાલરાત્રી કથા : Mata Kalratri Katha
દેવી ભાગવત પુરાણ અનુસાર કાલરાત્રીને કાળકા માતાનું સ્વરૂપ માનવામાં આવે છે. આ કળિયુગમાં કાળકા માતા પ્રત્યક્ષ ફળ આપે છે. કાલી, ભૈરવ અને હનુમાન એકમાત્ર દેવી-દેવતા છે જે જલ્દીથી જાગૃત થાય છે અને ભક્તને મનોવાંછિત ફળ આપે છે. કાલી માતાના નામ અને સ્વરૂપો ઘણા છે. કાલી માતાને ભદ્રકાલી, દક્ષિણેશ્વર કાલી, માતૃ કાલી અને મહાકાળી પણ કહેવામાં આવે છે.
આ પણ વાંચો | નવરાત્રીના સમાપન પછી કળશ વિસર્જન ક્યારે અને કેવી રીતે કરવું, કળશના પાણી અને નારિયેળનું શું કરવું? જાણો
દુર્ગા સપ્તસતીમાં મહિષાસુરના વધ સમયે માતા ભદ્રકાલીની કથાનું વર્ણન આવી છે. જેમા યુદ્ધ સમયે ભયાનક રાક્ષસ સેના દેવીને યુદ્ધભૂમિમાં આવતા જોઇ તેમના પર તીર વડે આક્રમણ કરવા લાગ્યા, જેવી રીતે મેરુગિરીની ટોચ પર વાદળ પાણી વરસાવી રહ્યા હોય. ત્યારે દેવી એ તે તીરને તોડી નાંખ્યા અને રાક્ષસોના ઘોડા અને સારથિઓને પણ મારી નાખ્યા. આ સાથે જ રાક્ષસોના ધનુષ અને ઊંચા ધ્વજને પણ તોડી નાંખ્યા. ધનુષ તોડવામાં આવ્યું, ત્યારે તેમણે બાણોથી પોતાના અંગોને વીંધી દીધા. અને ભદ્રકલીએ ત્રિશૂળ પર પ્રહાર કર્યો. આ સાથે રાક્ષસના ત્રિશૂળ સેંકડો ટુકડા થઇ ગયા, અંતે દૈત્ય રાક્ષસ હણાયો.