Navratri 2025: નવરાત્રીની આઠમ પર મહાગૌરી દેવીની પૂજા, સાધકને સુખ સંપત્તિ અને લાંબુ આયુષ્ય પ્રાપ્ત થાય છે

Shardiya Navratri 2025 Maha Gauri Devi Puja Vidhi In Gujarati : નવરાત્રીની આઠમ તિથિ પર નવ દુર્ગાના આઠમા સ્વરૂપ મહાગૌરીની પૂજા થાય છે. માતાજીના સૌમ્ય સ્વરૂપના દર્શન કરવાથી મન શાંત થાય છે. માતા મહાગૌરી સાધકના શારીરિક, માનસિક અને સાંસારિક તાપનું હરણ કરે છે.

Written by Ajay Saroya
September 29, 2025 16:10 IST
Navratri 2025: નવરાત્રીની આઠમ પર મહાગૌરી દેવીની પૂજા, સાધકને સુખ સંપત્તિ અને લાંબુ આયુષ્ય પ્રાપ્ત થાય છે
Navratri 2025 Maha Gauri Puja Vidhi : નવરાત્રીની મહા આઠમ પર મહાગૌરી માતાની પૂજા કરવામાં આવે છે.

Shardiya Navratri 2025 Maha Gauri Devi Maha Ashtami Puja Vidhi : નવરાત્રીના આઠમાં દિવસે મહાગૌરી માતાની પૂજા કરવામાં આવે છે. મહાગૌરી મતાજીના નવ દુર્ગાનું આઠમું રૂમ છે. મહાગૌરીના સૌમ્ય અને શાંત સ્વરૂપના દર્શન કરવાથી મન શાંત થાય છે. નવરાત્રીની આઠમને મહા અષ્ટમી પણ કહેવાય છે. આ દિવસે માતાજીની ખાસ પૂજા થાય છે અને નૈવેધ ધરાવાય છે. આ દિવસે કન્યા પૂજા કરવાથી શુભ ફળ મળે છે. ચાલો જાણીએ મહાઅષ્ટમી પર મહાગૌરી માતાની પૂજા કેવી રીતે કરવી. આ સાથે પૂજા પદ્ધતિ, મંત્ર, ભોગ અને અન્ય માહિતી જાણો.

માતા મહાગૌરીનું સ્વરૂપ

દેવી ભગવતી પુરાણ અનુસાર, દેવી મહાગૌરી દેવી દુર્ગાનું આઠમું સ્વરૂપ છે. તેમનું સ્વરૂપ સૌમ્ય અને શાંત છે. મહાગૌરી માતા શ્વેત વસ્ત્ર અને આભૂષણ ધારણ કરે છે. માતાને ચાર હાથ છે અને તેમનું વાહન બળદ છે. માતાના ઉપરના જમણા હાથમાં અભય મુદ્રા અને નીચેના હાથમાં ત્રિશૂલ છે. ડાબી બાજુના ઉપરના હાથમાં ડમરુ અને નીચેનો હાથ વરા મુદ્રામાં છે.

મહાગૌરીની પૂજાથી તમામ દુઃખ દૂર થાય છે

દેવી એ કઠોર તપસ્યા કરીને ગૌર વર્ણ પ્રાપ્ત કર્યું હતું. તેમનું નામ ઉજ્જવલા સ્વરૂપ મહાગૌરી, સંપત્તિ અને સમૃદ્ધિ પ્રદાન કરનાર, ચૈતન્ય મયી ત્રિલોક્ય પૂજ્ય મંગલા, માતા મહાગૌરી છે, જે શારીરિક, માનસિક અને સાંસારિક તાપનું હરણ કરે છે. નવરાત્રીના આઠમા દિવસને મહાષ્ટમી પણ કહેવામાં આવે છે. આ દિવસે કન્યા પૂજા કરવાથી શુભ ફળ મળે છે. માતા મહાગૌરીની પૂજા કરવાથી તમામ દુઃખોનો નાશ થાય છે. સાધકને સુખ સમૃદ્ધિ, ધન સંપત્તિની સાથે લાંબા આયુષ્યનું વરદાન મળે છે.

Maha Astami 2025 Maha Gauri Puja Vidhi : મહા આઠમ પર મહાગૌરી માતાની પૂજા કેવી રીતે કરવી?

મહા અષ્ટમીના દિવસે વહેલી સવારે ઉઠો, બધા કામમાંથી નિવૃત્ત થઈને સ્નાન કરો. આ પછી, સ્વચ્છ કપડાં પહેરીને મા દુર્ગાનું ધ્યાન કરો. હવે સૌ પ્રથમ કળશની પૂજા કરો. પછી માતા દુર્ગાની પૂજા કરવી. સૌ પ્રથમ જળનું આચમન કરો. આ પછી, પીળા ફૂલ, માળા, સિંદૂર, કુમકુમ, અક્ષત અર્પણ કરો. ત્યાર પછી શ્રીફળ અને ગુલાબી રંગની મીઠાઈ અર્પણ કરો. જો તે ન હોય તો તમારી મરજી મુજબ પ્રસાદ ભોગ અર્પણ કરી શકાય છે. આ પછી, ઘી અને ધૂપનો દીવો પ્રગટાવી દુર્ગા ચાલીસા, મહાગૌરી મંત્ર, સ્તુતિ, ધ્યાન મંત્ર, સ્તોત્ર વગેરેનો પાઠ કરો. છેલ્લે માતા અંબે અને મહાગૌરીની આરતી કરો અને જાણતા અજાણતા થયેલી ભૂલ માટે માફી માંગો.

મહાગૌરી માતાનો ધ્યાન મંત્ર : Maha Gauri Ka Dhayan Mantra

श्वेते वृषेसमारूढा श्वेताम्बरधरा शुचिः।महागौरी शुभं दद्यान्महादेव प्रमोददा॥

या देवी सर्वभू‍तेषु माँ महागौरी रूपेण संस्थिता।नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नमः॥

મહાગૌરી સ્ત્રોત પાઠ : Maha Gauri Stotra

सर्वसंकट हंत्री त्वंहि धन ऐश्वर्य प्रदायनीम्।ज्ञानदा चतुर्वेदमयी महागौरी प्रणमाभ्यहम्॥सुख शान्तिदात्री धन धान्य प्रदीयनीम्।डमरूवाद्य प्रिया अद्या महागौरी प्रणमाभ्यहम्॥त्रैलोक्यमंगल त्वंहि तापत्रय हारिणीम्।वददं चैतन्यमयी महागौरी प्रणमाम्यहम्॥

આ પણ વાંચો | નવરાત્રીના સમાપન પછી કળશ વિસર્જન ક્યારે અને કેવી રીતે કરવું, કળશના પાણી અને નારિયેળનું શું કરવું? જાણો

માતા મહાગૌરી નું કવચ : Maha Gauri Kavach

ओंकारः पातु शीर्षो मां, हीं बीजं मां, हृदयो।क्लीं बीजं सदापातु नभो गृहो च पादयो॥ललाटं कर्णो हुं बीजं पातु महागौरी मां नेत्रं घ्राणो।कपोत चिबुको फट् पातु स्वाहा मा सर्ववदनो॥

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ