Nirjala Ekadashi 2024: નિર્જળા એકાદશી ક્યારે છે? ભીમ અગિયારસની પૂજા વિધિ, શુભ મુહૂર્ત અને મહત્વ જાણો

Nirjala Ekadashi Vrat 2024: નિર્જળા એકાદશી પર ભગવાન વિષ્ણુની પૂજા અને વ્રત કરવાથી સુખ-સમૃદ્ધિ મળે છે અને દરેક પ્રકારના પાપોથી મુક્તિ મળે છે.

Written by Ajay Saroya
June 06, 2024 21:49 IST
Nirjala Ekadashi 2024: નિર્જળા એકાદશી ક્યારે છે? ભીમ અગિયારસની પૂજા વિધિ, શુભ મુહૂર્ત અને મહત્વ જાણો
Nirjala Ekadashi Vrat 2024: નિર્જળા એકાદશી વ્રત જેઠ સુદ અગિયારસ પર કરવામાં આવે છે. (Photo - Freepik/@laddugopaljii)

Nirjala Ekadashi Vrat 2024: હિંદુ ધર્મમાં એકાદશી તિથિ અને એકાદશી વ્રતનું વિશેષ મહત્વ છે. એક વર્ષમાં કુલ 24 એકાદશી આવે છે. જે વર્ષે અધિક માસ હોય છે, ત્યારે તે વર્ષે 26 એકાદશી આવે છે. પ્રત્યેક એકાદશી તિથિનું વિશે નામ અને મહત્વ છે. જેઠ માસના સુદ પક્ષની એકાદશીના દિવસે નિર્જળા એકાદશી મનાવવામાં આવે છે. આ વર્ષે નિર્જળા એકાદશી પર ખૂબ જ શુભ યોગ બની રહ્યા છે. આ દિવસે ભગવાન વિષ્ણુની વિધિવત પૂજા કરવાથી શુભ ફળ પ્રાપ્ત થાય છે.

નિર્જળા એકાદશી સૌથી કઠોર એકાદશી માનવામાં આવે છે, કારણ કે આ વ્રત દરમિયાન પાણી પીવાની મનાઈ છે. નિર્જળા એકાદશીનું વ્રત રાખવાથી દીર્ધાયુષ્ય અને મોક્ષનું વરદાન મળે છે. આવો જાણીએ નિર્જળા એકાદશી કઇ તારીખે છે, પૂજાની વિધિ શુભ મુહૂર્ત અને મહત્વ સહિત તમામ વિગત

નિર્જળા એકાદશી 2024 ક્યારે છે? (Nirjala Ekadashi 2024 Date)

હિન્દુ પંચાંગ અનુસાર જેઠ માસના સુદ પક્ષની એકાદશી તિથિ 17 જૂનના રોજ સવારે 04.42 વાગ્યે શરૂ થાય છે, જે 18 જૂને સવારે 06.23 વાગ્યે સમાપ્ત થશે. આથી ઉદય તિથિના આધારે 18 જૂને નિર્જળા એકાદશીનું વ્રત રાખવામાં આવશે.

નિર્જલા એકાદશી 2024 પારણા (Nirjala Ekadashi 2024 Date)

નિર્જળા એકાદશીનું વ્રત બારસ તિથિના રોજ રાખવામાં આવે છે. આ વર્ષે નિર્જળા એકાદશીના પારણાનો સમય 19 જૂને સવારે 6.15 થી 8.10 વાગ્યા સુધીનો છે.

નિર્જલા એકાદશી પૂજા વિધિ (Nirjala Ekadashi 2024 Puja Vidhi)

આ દિવસે સવારે ઉઠીને સ્નાન કરો અને ભગવાન વિષ્ણુના નામનું રટણ કરતા વ્રતનો સંકલ્પ લો. આ પછી વિષ્ણુજીની પૂજા કરો. આ દરમિયાન ફુલ, હાર, ચંદન, અક્ષત, પ્રસાદ અર્પણ કરવો અને આરતી કરવી. આ સાથે સાથે વિષ્ણુ મંત્ર, વિષ્ણુ ચાલીસા, એકાદશી વ્રત કથાનો પાઠ કરવો.

વિષ્ણુ મંત્ર (Vishnu Mantra)

નિર્જળા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુના મંત્ર – ૐ નમો ભગવતે વાસુદેવાય – નો જાપ કરો.

નિર્જળા એકાદશી 2024નું મહત્વ (Nirjala Ekadashi 2024 Significance)

નિર્જળા એકાદશીને મોક્ષદાયિની એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દિવસે પાણી લીધા વગર આખો દિવસ વ્રત રાખવામાં આવે છે અને બીજા દિવસે એટલે કે બારસ તિથિએ વ્રત ખોલવામાં આવે છે. તે સૌથી મુશ્કેલી એકાદશી માનવામાં આવે છે. આ એકાદશીને ભીમસેની, પાંડવ એકાદશી, કે ભીમ અગિયાર તરીકે પણ ઓળખવામાં આવે છે. આ વ્રતમાં લોકો આખીરાત જાગે છે અને ભગવાન વિષ્ણુના ભજન, કીર્તન કરે છે. તેમજ ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને કપડાં, ભોજન – અનાજ, પાણી વગેરેનું દાન કરે છે.

આ પણ વાંચો | 500 વર્ષ પછી રચાયા શશ અને ગજલક્ષ્મી સહિત 5 દુર્લભ રાજયોગ, આ રાશિઓની કિસ્મત ચમકશે, અઢળક કમાણી સાથે દરેક ક્ષેત્રમાં સફળતા

ડિસ્ક્લેમર- આ લેખમાં આપવામાં આવેલી કોઈપણ માહિતીની સચોટતા અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ કે શાસ્ત્રો જેવા વિવિધ માધ્યમોમાંથી આ માહિતી એકત્ર કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ માત્ર માહિતી પહોંચાડવાનો છે. અમે તેના સાચા અને સાબિત થવાની પ્રામાણિકતા આપી શકતા નથી. કૃપા કરીને તેનો કોઈપણ રીતે ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ