Numerology: નાની ઉંમરમાં જ ધનવાન બની જાય છે આ તારીખે જન્મેલા લોકો, શુક્ર ગ્રહની રહે છે અપાર કૃપા

અંકશાસ્ત્ર મુજબ પણ ભવિષ્ય જાણી શકાય છે. તો જોઈએ તારીખ 6 નો સરવાળો થતો હોય તેવા લોકો કેવા સ્વભાવના હોય છે, તેમનું જીવન કેવું રહે છે.

Written by Kiran Mehta
March 27, 2024 18:23 IST
Numerology: નાની ઉંમરમાં જ ધનવાન બની જાય છે આ તારીખે જન્મેલા લોકો, શુક્ર ગ્રહની રહે છે અપાર કૃપા
અંકશાસ્ત્ર (ફાઈલ ફોટો)

Numerology : અંકશાસ્ત્રમાં 1 થી 9 નંબરોનું વર્ણન ઉપલબ્ધ છે. આ ઉપરાંત, આ સંખ્યાઓ અમુક ગ્રહ અથવા અન્યનું પ્રતિનિધિત્વ કરે છે. અહીં આપણે નંબર 6 વિશે વાત કરવા જઈ રહ્યા છીએ, એટલે કે જે લોકોનો જન્મ મહિનાની 6, 15 કે 24 તારીખે થયો છે, તેમનો મૂળ નંબર 6 છે. આ લોકો નાની ઉંમરમાં જ અમીર બની જાય છે. વળી, આ લોકો લક્ઝરી લાઈફ જીવવાના શોખીન હોય છે. આ લોકોનું વ્યક્તિત્વ પ્રભાવશાળી હોય છે. આ લોકો પર શુક્ર ગ્રહની વિશેષ કૃપા હોય છે. તો ચાલો જાણીએ મુળાંક 6 સાથે જોડાયેલી વધુ રસપ્રદ વાતો.

નાની ઉંમરે શ્રીમંત બને છે

અંકશાસ્ત્ર અનુસાર જે લોકોનો મૂળ નંબર 6 છે. આ લોકો નાની ઉંમરમાં જ અમીર બની જાય છે. તેમજ આ લોકો જીવનના તમામ ભૌતિક સુખોનો આનંદ માણે છે. તો, આ લોકો ખર્ચ કરવામાં પણ પાછળ વળીને જોતા નથી. આ લોકોના શોખ શાનદાર હોય છે. તેમને કંજૂસાઈ પસંદ નથી. આ સાથે, આ લોકોને પૈસાની કોઈ કમી નથી હોતી. કારણ કે, પૈસા દિલ ખોલીને વાપરે છે, સામે કમાઈ પણ લે છે.

વૃદ્ધાવસ્થા મોડી આવે છે

એવા લોકો છે જે મૂળાંક નંબર 6 સાથે સંકળાયેલા છે, તેમને વૃદ્ધાવસ્થા મોડી આવે છે. વળી, આ લોકો હંમેશા દિલથી હંમેશા યુવાન રહે છે. તો, આ લોકો કલાના નિષ્ણાત અને કલાના પ્રેમી પણ હોય છે. આ લોકો ફરવાના શોખીન હોય છે. આ લોકો થોડા રમુજી પણ હોય છે. આ લોકો પોતાના મિત્ર વર્તુળમાં પ્રખ્યાત હોય છે. આ ઉપરાંત આ લોકો વ્યવહારુ પણ હોય છે. આ લોકો દરેક પરિસ્થિતિમાં ખુશખુશાલ રહે છે. તેઓ ન તો ટેન્શન આપે છે કે ન લે છે. આ લોકો વર્તમાનમાં આનંદથી જીવવાનો વિશ્વાસ રાખે છે.

આ પણ વાંચો – Numerology: આ જન્મ તારીખ વાળા લોકો બુદ્ધિશાળી અને હોંશિયાર હોય છે, મોટા ઉદ્યાગપતિ બની શકે છે

આ ક્ષેત્રોમાં સારું નામ કમાય છે

અંકશાસ્ત્ર અનુસાર જે લોકોનો મૂળ નંબર 6 છે. આ લોકો આર્ટ, લેખન, મોડલિંગ, મ્યુઝિક, આર્ટ, ફેશન ડિઝાઇનિંગના ક્ષેત્રમાં સારું નામ કમાય છે. તેમજ જો આ લોકો લક્ઝરી વસ્તુઓનો બિઝનેસ કરે છે તો, તેમને સારી સફળતા મળે છે. જો આપણે રોગોની વાત કરીએ તો શુગર, હાર્ટ સંબંધિત બીમારીઓ તેમને પરેશાન કરી શકે છે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ