Padmini Ekadashi 2023, Upay : પદ્મિની એકાદશી ત્રણ વર્ષમાં એક વખત આવે છે. એટલા માટે આ એકાદશીનું વિષેશ મહત્વ છે. કમલા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની વિધિવત પૂજા કરવાથી શુભ ફળોની પ્રાપ્તિ થાય છે. આ સાથે જ દરેક પાપથી મુક્તિ મળવાની સાથે જ મૌક્ષની પ્રાપ્તિ થાય છે. અધિક માસમાં આવવાના કારણે આને અધિક માસ એકાદશી, પુરુષોત્તમ એકાદશી, મલમાસ એકાદશીના નામથી પણ ઓળખાય છે. આજે શુભ મુહૂર્તમાં એકાદશીને ઉજવવામાં આવે છે. પદ્મિની એકાદશી પર વ્રત રાખવાની સાથે સાથે કેટલાક નિયમોનું જરૂર પાલન કરવું જોઇએ.આ એકાદશીના અવસર પર શું કરવું જોઇએ અને શું ન કરવું જોઇએ.
પદ્મિની એકાદશી પર આ કામ ન કરો
- પદ્મિની એકાદશી પર જો તમે વ્રત રાખ્યું છે તો અનાજનું સેવન ન કરવું જોઇએ
- પદ્મિની એકાદશીના અવસર પર તામસિક ચીજો જેવી કે લસણ અને ડુંગળીનું સેવન કરવાથી પણ બચવું જોઇએ.
- આ દિવસે માંસ-મદિરાનું પણ સેવન ન કરવું જોઇએ
- મસુરની દાળ, ચોખા પણ ન ખાવા જોઇએ.
- પદ્મિની એકાદશી પર ખાટી ચીજો જેવા કે આંબળા, સંતરા, લિંબુ વગેરેનું સેવન ન કરવું.
- એકાદશીના દિવસે વાળ અને નખ ન કાપવા, આવું કરવાથી ઘરમાં દરિદ્રતાનો વાસ રહે છે.
- જો તમે એકાદશીનું વ્રત રાખ્યું છે તો ધ્યાન રાખવું કે બેડ પર સુવાના બદલે જમીન પર પથારી પાથરીને સુવું જોઇએ.
- પદ્મિની એકાદશીના દિવસે કોઇના ઉપર ગુસ્સો ન કરવો જોઇએ. કોઇના વિશે ખરાબ પણ ન બોલવું જોઇએ.
- પદ્મપુરાણ અનુસાર એકાદશીના દિવસે ફળનું સેવન કરવું જોઇએ, આવું કરવાથી ઉત્તમ સંતાનની પ્રાપ્તિ થાય છે
- એકાદશીના દિવસે ભુલથી પણ તુલસીમાં જળ ન ચઢાવવું જોઇએ અને સ્પર્શ પણ ન કરવું જોઇએ. માનવામાં આવે છે આ દિવસે તુલસી માતા આરામ કરવાની સાથે ઉપવાસ પણ કરે છે.
પદ્મિની એકાદશી પર આ કામ કરો
- આ એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની વિધિવત પુજા કરવી જોઇએ
- સાંજના સમયે તુલસીના છોડ સામે ઘીનો દિવો કરવો જોઇએ
- વિષ્ણુ-લક્ષ્મીની પ્રતિમાનું કેસર મિશ્રિત દૂધથી અભિષેક કરવો જોઇએ. આ માટે દક્ષિણાવર્તી શંખનો ઉપયોગ કરવો જોઇએ.
- એકાદશી શનિવારે આવી છે તો આજના દિવસ શનિદેવની પૂજા કરવાથી પણ શુભ ફળ મળે છે.
- એકાદશીના દિવસે ગાયને લીલું ઘાસ ખવડાવવું જોઇએ
- એકાદશીના દિવે દાન કરવાનું વિશેષ મહત્વ છે. એટલા માટે આજે જરૂરિયાતમંદ અથવા ગરીબોને વસ્ત્રો, અનાજ વેગેરનું દાન કરવું જોઇએ.
ડિસ્ક્લેમર – આ લેખમાં આપવામાં આવેલી જાણકારીની સટીકતા કે વિશ્વસનીયતાની ગેરંટી નથી. વિવિધ માધ્યમો જેવા કે જ્યોતિષિઓ, પંચાંગ, માન્યતાઓ અથવા તો ધર્મગ્રંથોથી સંગ્રહિત કરીને આ જાણકારીઓ તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો હેતું માત્ર માહિતી પહોંચાડવાનો છે. આની સચ્ચાઇ અને સિદ્ધ થવાની પ્રામાણિકતા આપી શકતા નથી. આનો કોઇપણ પ્રકારનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત વિશેષજ્ઞની સલાહ ચોક્કસ લો..





