ભાગ્યશાળી લોકોના હાથમાં હોય છે ગુરૂ પર્વતનું આ નિશાન

Palmistry: હાથની રેખા (Hastrekha Shastra) પણ વ્યક્તિનો સ્વભાવ, ભવિષ્ય વગેરે ઘણુ બધુ કહે છે. તો જોઈએ કે જેના હાથમાં ગુરૂ રેખા હોય તે વ્યક્તિ કેવા હોય છે. શું કહે છે હસ્તરેખાશાસ્ત્ર.

Written by Kiran Mehta
October 18, 2022 20:53 IST
ભાગ્યશાળી લોકોના હાથમાં હોય છે ગુરૂ પર્વતનું આ નિશાન
હસ્તરેખાશાસ્ત્ર - ભાગ્યશાળી લોકોના હાથમાં હોય છે ગુરૂ પર્વત

Palmistry: હસ્તરેખાશાસ્ત્ર (Hastrekha Shastra) અનુસાર હાથની રેખાઓ અને નિશાન જોઈને કોઈપણ વ્યક્તિનો સ્વભાવ અને ભવિષ્ય જાણી શકાય છે. તમને જણાવી દઈએ કે, હાથમાં ઘણા પર્વતો અને રેખાઓ છે. જેમાંથી ગુરુ પર્વતની વિશેષ ભૂમિકા છે. જેના પરથી વ્યક્તિના શિક્ષણ, ભગવાન અને જીવન પ્રત્યેની તેની રુચિ વિશે ઘણું જાણી શકાય છે. તો, અમે તમને અહીં જણાવવા જઈ રહ્યા છીએ કે હાથમાં કઈ રેખાઓ અને સંકેતો છે, જે વ્યક્તિને ધાર્મિક અને જ્યોતિષી બનાવે છે.

આવા લોકો મહાન ધર્મગુરુ બને છે

હસ્તરેખાશાસ્ત્ર અનુસાર, જો કોઈ વ્યક્તિની હથેળીમાં તર્જની આંગળી અનામિકા કરતા લાંબી હોય. સાથે, જો ગુરુ પર્વત સંપૂર્ણ રીતે વિકસિત હોય અને તેના પર ક્રોસનું નિશાન હોય, તો તે વ્યક્તિ પૂજારી અથવા મોટા ધર્માચાર્ય પણ હોય છે. આ લોકો સામાજિક પણ હોય છે. આ સાથે આ લોકોને દેશ-વિદેશમાં ઘણી ખ્યાતિ મળે છે. તેમનો સ્વભાવ પણ ખુશનુમા હોય છે. તો, આ લોકો સંબંધોને ખુબ મહત્ત્વ આપે છે.

ઉપદેશક હોય છે

બીજી તરફ, જો ગુરુ પર્વત સંપૂર્ણ વિકસિત હોય અને સૂર્ય રેખા વધારે વિકસિત હોય, તો વ્યક્તિ પ્રખ્યાત ઉપદેશક બને છે. આવા લોકોનો ચહેરો સૂર્ય જેવો તેજસ્વી હોય છે. તેમજ આ લોકોને સમાજમાં ખૂબ માન-સન્માન મળે છે. આ લોકોને ભગવાનમાં પૂરી શ્રદ્ધા હોય છે. ઉપરાંત, આ લોકો દેશ-વિદેશમાં ઘણી મુસાફરી કરે છે. તેમનું વ્યક્તિત્વ પણ આકર્ષક હોય છે. વળી, તેમની કોમ્યુનિકેશન સ્કીલ પણ ખૂબ જ મજબૂત હોય છે.

આ પણ વાંચોહસ્તરેખા શાસ્ત્ર : હથેળીમાં સૂર્ય પર્વત બળવાન હોય તો સરકારી નોકરી મળે, વ્યક્તિ રાજા જેવું જીવન જીવે

મહાન જ્યોતિષાચાર્ય બને છે

હસ્તરેખાશાસ્ત્ર અનુસાર જો તમારા હાથમાં ગુરુ પર્વત સંપૂર્ણ રીતે વિકસિત હોય અને સાથે જ આ પર્વત પર રેખા પણ હોય તો આવા લોકોની અંદર ઘણી ઉર્જા હોય છે. આ સાથે ધર્મના કામમાં પણ સમયાંતરે પૈસા ખર્ચ કરે છે. ઘણી વખત આવા લોકોને ભવિષ્ય થવાની ઘટનાઓનો પણ પૂર્વાભાસ થાય છે. આ લોકો જ્યોતિષાચાર્ય હોઈ શકે છે. ઉપરાંત, તે વિશિષ્ટ વિષયોમાં ઊંડો રસ ધરાવે છે. આ લોકો સમાજમાં પોતાની અલગ ઓળખ બનાવે છે. આ લોકો લોકપ્રિય પણ હોય છે. ધર્મમાં પણ તેમને વિશેષ રસ હોય છે. આ લોકો ઓછા સમયમાં સારું નામ કમાય છે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ