Palmistry: હથેળીમાં આ જગ્યા પર માછલીનું નિશાન હોવું શુભ સંકેત, બદલી શકે છે કિસ્મત

Palmistry: હસ્તરેખા શાસ્ત્રમાં હથેળી ઉપર બનેલી રેખાઓની જાણકારી આપી છે. તો ચાલો જાણીએ કે હથેળીમાં કઈ જગ્યા પર માછલીનું નિશાન હોવું શુભ સંકેત માનવામાં આવે છે.

Written by Ankit Patel
Updated : December 20, 2022 11:42 IST
Palmistry: હથેળીમાં આ જગ્યા પર માછલીનું નિશાન હોવું શુભ સંકેત, બદલી શકે છે કિસ્મત
હસ્તરેખા શાસ્ત્ર ફાઇલ તસવીર

Palmistry: હાથમાં બનેલી રેખાઓ જીવન અંગે ગણું બધું વ્યક્ત કરે છે. હાથમાં બનેલી રેખાઓના અનેક સંકેતો હોય છે. હસ્તરેખા શાસ્ત્રમાં હથેળી ઉપર બનેલી રેખાઓની જાણકારી આપી છે. તો ચાલો જાણીએ કે હથેળીમાં કઈ જગ્યા પર માછલીનું નિશાન હોવું શુભ સંકેત માનવામાં આવે છે. હસ્તરેખા શાસ્ત્રમાં આનાથી શું લાભ અને હાની ગણાવી છે.

જ્યોતિષ અને વાસ્તુ શાસ્ત્રમાં માછલીનું મહત્વ

જ્યોતિષ અને વાસ્તુ શાસ્ત્રમાં માછલી શુભ માનવામાં આવે છે. હસ્તરેખા શાસ્ત્ર અનુસાર હથેળી ઉપર માછલીનું નિશાન નજર આવવું શુભ હોય છે. હથેળી ઉપર અલગ – અલગ સ્થાન ઉપર આ નિશાન હોય છે. જોકે હથેળી ઉપર માછલીનો આકારનું નિશાન બનવું ખુબ જ શુભ અને લાભપ્રદ માનવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ઘરમાં માછલી પાળવાથી કુંડળીમાં ગ્રહ દોષ પણ દૂર હોય છે.

જીવન રેખા ઉપર માછલી નિશાનના સંકેત

જો તમારી જીવન રેખા ઉપર માછલીનું નિશાન બનેલું છે તો આ શુભ સંકેત માનવામાં આવે છે. હસ્તરેખા શાસ્ત્ર અનુસાર આ લાંબા ઉમરનો સંકેત હોય છે.

આ પણ વાંચોઃ- ટેરો કાર્ડ સાપ્તાહિક રાશિફળ: આ અઠવાડિયું તમામ રાશિના જાતકો માટે કેવું રહેશે? વાંચો ટેરો કાર્ડ રાશિ ભવિષ્ય

કેતુ પર્વત ઉપર માછલી નિશાનનો શું સંકેત હોય છે?

હસ્તરેખા શાસ્ત્ર અનુસાર કેતુ પર્વત એટલે કે મણિબંધ રેખાઓ ઉપર જો માછલીના આધારનું નિશાન બની રહ્યું હોય તો આ ધાર્મિક પ્રવૃતિનો સંકે માનવામાં આવે છે. કહેવામાં આવે છે કે આનાથી વ્યક્તિ ધાર્મિક અને આધ્યાત્મિક પ્રવૃત્તિનો હોય છે. આવા જાતક જીવનમાં પ્રતિષ્ઠાવાન હોય છે. અને તેમની પાસે ક્યારેય પૈસાની કમી નથી હોતી.

આ પણ વાંચોઃ- સામુદ્રિક શાસ્ત્ર : હોઠથી જાણી શકાય વ્યક્તિનું નશીબ અને સ્વભાવ, જાણો શું કહે છે સમુદ્રી શાસ્ત્ર

કનિષ્ઠિકા આંગળી ઉપર માછલીનું નિશાનનો સંકેત

જે જાતકની હથેળી ઉપર બુધ પર્વત એટલે કે કનિષ્ઠિકા આંગળીની નીચે માછલીનું નિશાન બને છે તો આ શુભ સંકેત માનવામાં આવે છે. હસ્તરેખા શાસ્ત્ર અનુસાર આવા જાતક વાણીમાં ખુબ જ પ્રભાવશાળી હોય છે. પોતાની વાતોથી લોકોને પ્રભાવિત કરે છે. જાતકોને પોતાના કાર્યક્ષેત્રમાં સફળતા મળે છે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ