હસ્તરેખાશાસ્ત્ર: હસ્તરેખાશાસ્ત્ર અનુસાર, વ્યક્તિની હથેળીમાં હાજર દરેક રેખા ભૂતકાળ, ભવિષ્ય અને વર્તમાનના ઘણા રહસ્યો જણાવે છે. રેખાઓ દ્વારા વ્યક્તિ તેના ભવિષ્ય, લગ્ન, કારકિર્દી, વ્યવસાય, નોકરી વગેરે વિશે ઘણી હદ સુધી જાણી શકે છે. તેની સાથે હાથમાં આવી ઘણી રેખાઓ છે, જે વ્યક્તિને શારીરિક, માનસિક અને આર્થિક રીતે તોડી નાખે છે. આવો જાણીએ આવી જ કેટલીક રેખાઓ વિશે, જેને અશુભ માનવામાં આવે છે.
હથેળીમાં રહેલી આ રેખાઓ અશુભ માનવામાં આવે છે
સૂર્ય પર્વત પર અશુભ ચિહ્ન
જો કોઈ વ્યક્તિની હથેળીમાં બનેલી સૂર્ય રેખામાં કોઈ પ્રકારનું અશુભ નિશાન હોય તો તેને કોઈને કોઈ શારીરિક, આર્થિક કે માનસિક સમસ્યાનો સામનો કરવો પડે છે. ધંધામાં સતત નુકસાન થવાથી તમે દેવાના બોજ હેઠળ દટાઈ શકો છો. આ સાથે, કોઈના ષડયંત્રનો શિકાર થવાથી, તમે સમાજમાં માન ગુમાવી શકો છો.
શનિના પર્વત પર ક્રોસનું ચિહ્ન
એવું કહેવાય છે કે, જેમના હાથમાં શનિ પર્વત પર ક્રોસનું નિશાન હોય છે, તેમને આવનારા સમયમાં કેટલીક બદનામીનો સામનો કરવો પડે છે. તેની સાથે જીવનમાં ઘણી મોટી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.
રાહુની રેખા
રાહુની રેખાને ચિંતા રેખા અથવા વિજ્ઞાન રેખા કહેવામાં આવે છે. હથેળીમાં આ રેખા હોવાની વાત કરીએ તો, આ મંગળ પર્વતના નીચેના ભાગથી શરૂ થાય છે અને જીવન રેખાની નજીક અથવા તેને પાર કરી ખતમ થાય છે. હથેળીમાં આ રેખા હોવાથી વ્યક્તિનું પુરૂ જીવન ચિંતાઓ સાથે વીતી જાય છે. આ સાથે કેટલીક સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓનો પણ સામનો કરવો પડી શકે છે.
આડી રેખા
ઘણા લોકોના હાથ પર એવું જોવા મળ્યું હશે કે ઘણી બધી પ્રકારની આડી રેખાઓ હોય છે, જે સતત એકબીજાને કાપતી રહે છે. હસ્તરેખાશાસ્ત્ર અનુસાર જે લોકોની હથેળીમાં આવી રેખા હોય છે તેમને હંમેશા નિષ્ફળતાનો સામનો કરવો પડે છે. નાનામાં નાના કામ માટે પણ અનેક પડકારોનો સામનો કરવો પડે છે. આ સાથે તેઓ એક યા બીજી બીમારીથી પીડાય છે.