Papankusha Ekadashi 2024: પાપાંકુશા એકાદશી ક્યારે છે 13 કે 14 ઓક્ટોબર? જાણો તારીખ, પૂજા શુભ મુહૂર્ત, મહત્વ અને પારણાનો સમય

Papankusha Ekadashi 2024 Date: પાપાંકુશા એકાદશી નવરાત્રી બાદ આસુ સુદ 11 તિથિ પર આવે છે. આ વખતે એકાદશી તિથિ બે દિવસ હોવાથી ક્યા દિવસે વ્રત ઉપવાસ રાખવો તે અંગે અસમંજસ છે. જાણો પાપાંકુશા એકાદશીની ચોક્કસ તારીખ, પૂજા શુભ મુહૂર્ત અને પારણાનો સમય

Written by Ajay Saroya
October 05, 2024 18:00 IST
Papankusha Ekadashi 2024: પાપાંકુશા એકાદશી ક્યારે છે 13 કે 14 ઓક્ટોબર? જાણો તારીખ, પૂજા શુભ મુહૂર્ત, મહત્વ અને પારણાનો સમય
Papankusha Ekadashi 2024: પાપાકુંશા એકાદશી વ્રત આસો સુદ 11 તિથિ પર રાખવામાં આવે છે.

Papankusha Ekadashi 2024 Date: પાપાંકુશા એકાદશી વ્રત હિન્દુ ધર્મમાં વિશેષ મહત્વ ધરાવે છે. હિન્દુ પંચાગ અનુસાર, આખા વર્ષ દરમિયાન કુલ 24 એકાદશી આવે છે અને દરેક એકાદશીનું પોતાનું મહત્વ છે. તેવી જ રીતે આસો સુદ પક્ષની એકાદશીનું વિશેષ મહત્વ છે. તેને પાપંકુશા એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે.

શારદીય નવરાત્રિ બાદ આવતી આ એકાદશીનું વિશેષ મહત્વ છે. આ દિવસે, ભક્તો ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીની પૂજા કરે છે અને વ્રત ઉપવાસ રાખે છે. એવી માન્યતા છે કે આ દિવસે પૂજા કરવાથી વ્યક્તિને દરેક દુઃખ, પીડા અને પાપોથી મુક્તિ મળે છે અને સુખ-સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. આ વખતે એકાદશી તિથિ બે દિવસ આવવાને કારણે પાપંકુશા એકાદશીનું વ્રત કયા દિવસે રાખવામાં આવશે તે અંગે અસમંજસ છે. આવો જાણીએ પાપંકુશા એકાદશીની ચોક્કસ તારીખ, પૂજા વિધિ શુભ મુહૂર્ત અને મહત્વ.

Papankusha Ekadashi 2024 Date : પાપંકુશા એકાદશી 2024 તારીખ

હિન્દુ પંચાંગ અનુસાર આસો સુદ અગિયારસ તિથિ 13 ઓક્ટોબર, રવિવારે સવારે 9.08 વાગ્યે શરૂ થાય છે, જે 14 ઓક્ટોબર, સોમવારે સવારે 6.41 વાગ્યે સમાપ્ત થાય છે. ઉદય તિથિ મુજબ પાપંકુશા એકાદશીનું વ્રત 14 ઓક્ટોબરે રાખવામાં આવશે. પરંતુ ટુંકા સમયના કારણે 13 ઓક્ટોબરે પાપંકુશા એકાદશીનું વ્રત કરવામાં આવશે.

Papankusha Ekadashi 2024 Puja Shubh Muhurat : પાપંકુશા એકાદશી 2024 પૂજા શુભ મુહૂર્ત

સવારે 7.47 થી બપોરે 12.07 વાગ્યા સુધી રહેશે.રવિ યોગ – સવારે 6.21 વાગેથી 14 ઓક્ટોબર સવારે 2.51 વાગે સુધીઅભિજીત મુહૂર્ત- 13 ઓક્ટોબર સવારે 11.44 વાગે થી બપોર 12.30 વાગે સુધી

Papankusha Ekadashi 2024 Paran Time : પાપંકુશા એકાદશી 2024 પરણ સમય

14 ઓક્ટોબરના રોજ પરાણા કરવાનો સમય – બપોરે 01:17 થી 03:35 વાગે સુધીપારણા તિથિના દિવસે હરિ વાસર સમાપ્ત થવાનો સમય – સવારે 11.56 વાગે15 ઓક્ટોબરના રોજ એકાદશી માટે પરણા સમય – સવારે 6:23 થી 08:41 વાગે સુધી

Papankusha Ekadashi 2024 Significance : પાપંકુશા એકાદશી 2024 મહત્વ

હિંદુ ધર્મમાં પાપંકુશા એકાદશીનું વિશેષ મહત્વ છે. આ દિવસે ભગવાન વિષ્ણુની વિધિવત પૂજા કરવાની સાથે સાથે વ્રત રાખવાની સાથે ઉપવાસ કરવાથી શુભ ફળ મળે છે. આ સાથે એવી માન્યતા છે કે પાપંકુશા એકાદશીના દિવસે વ્રત કરવાથી જાણતા – અજાણતા કરેલા પાપો માંથી મુક્તિ મળી શકે છે. જીવનમાં સુખ આવી શકે છે. વ્યક્તિ તેના પાપનું ભયાનક ફળ ભોગવવાથી બચી જાય છે. આ સાથે જ દેવી લક્ષ્મી પણ ખૂબ જ પ્રસન્ન રહે છે.

(ડિસ્ક્લેમર- આ લેખમાં આપવામાં આવેલી કોઈપણ માહિતીની સચોટતા અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ કે શાસ્ત્રો જેવા વિવિધ માધ્યમોમાંથી આ માહિતી એકત્ર કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ માત્ર માહિતી પહોંચાડવાનો છે. અમે તેના સાચા અને સાબિત થવાની પ્રામાણિકતા આપી શકતા નથી. કૃપા કરીને તેનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લો.)

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ