પરશુરામ જયંતિ 2024 : ભીષ્મ અને કર્ણના ગુરુ હતા ભગવાન પરશુરામ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી કેટલીક રોચક વાતો

Parshuram Jayanti 2024 : વૈશાખ સુદ ત્રીજના દિવસે પરશુરામ જયંતિ ઉજવવામાં આવે છે. આ પ્રસંગે ભગવાન પરશુરામના જીવન સાથે જોડાયેલી રોચક વાતો જણાવી રહ્યા છીએ

Written by Ashish Goyal
Updated : May 10, 2024 07:27 IST
પરશુરામ જયંતિ 2024 : ભીષ્મ અને કર્ણના ગુરુ હતા ભગવાન પરશુરામ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી કેટલીક રોચક વાતો
Parshuram Jayanti 2024 : : વૈશાખ સુદ ત્રીજના દિવસે પરશુરામ જયંતિ ઉજવવામાં આવે છે

Parshuram Jayanti 2024 : વૈશાખ સુદ ત્રીજના દિવસે પરશુરામ જયંતિ ઉજવવામાં આવે છે. આ દિવસે અખાત્રીજનો પવિત્ર તહેવાર પણ આવે છે. આ વખતે 10 મે ને શુક્રવારના રોજ પરશુરામ જયંતિની ઉજવણી કરવામાં આવશે. આ પ્રસંગે ભગવાન પરશુરામના જીવન સાથે જોડાયેલી રોચક વાતો જણાવી રહ્યા છીએ.

ભગવાન પરશુરામના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

– ભગવાન પરશુરામને ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે તેઓ ચિરંજીવી છે અને હજી પણ પૃથ્વી પર હાજર છે.

– ભગવાન પરશુરામને ખૂબ ક્રોધિત સ્વભાવના માનવામાં આવતા છે. એક સમયે તેમના ક્રોધનો સામનો ભગવાન ગણેશને કરવો પડ્યો હતો. ગણેશજીએ એક વખત પરશુરામજીને કૈલાશ જતા રોક્યા હતા. જેના કારણે પરશુરામ ક્રોધિત થઈ ગયા હતા અને ગણેશજીનો એક દાંત તોડી નાખ્યો હતો.

– ભગવાન રામ અને પરશુરામની મુલાકાત ત્યારે થઈ જ્યારે ભગવાને રામે સીતા સ્વયંવરના સમયે ભગવાન શિવના ધનુષને તોડી નાખ્યું હતું. જેના કારણે ભગવાન પરશુરામ ક્રોધિત થઈ ગયા અને તેમણે શ્રી રામનો વધ કરવાનો વિચાર કર્યો હતો. પરંતુ જ્યારે ભગવાન રામે ભગવાન વિષ્ણુના શારંગ ધનુષથી તીર ચલાવ્યું તે સમયે પરશુરામજી ભગવાન રામને ઓળખી ગયા હતા અને આશીર્વાદ આપીને જતા રહ્યા હતા.

આ પણ વાંચો – અખાત્રીજ પર બની રહ્યો છે રવિ યોગ, જાણો ખરીદીનું શુભ મુહૂર્ત, પૂજા વિધિ અને મહત્વ

– સતયુગથી દ્વાપર યુગ સુધી ભગવાન પરશુરામની ઉપસ્થિતિની કથા જોવા મળે છે. ભગવાન રામે તેમને પોતાનું સુદર્શન ચક્ર ભેટ આપ્યું હતું. જે દ્વાપર યુગમાં પરશુરામજીએ ભગવાન શ્રીકૃષ્ણને સોંપ્યું હતું.

– ભગવાન પરશુરામ માતા રેણુકા અને ઋષિ જમદગ્નિના ચોથા સંતાન હતા. પિતાની આજ્ઞા બાદ પરશુરામજીએ પોતાની જ માતાનો વધ કરી દીધો હતો. જેના કારણે તેમને માતૃ હત્યાનું પાપ પણ લાગ્યું હતું. આ પાપમાંથી મુક્તિ મેળવવા માટે તેમણે ભગવાન શિવની કઠોર તપસ્યા પણ કરી હતી. ભગવાન શિવે પરશુરામને મૃત્યુલોકના કલ્યાણ માટે પરશુ શસ્ત્ર આપ્યું હતું. જેના કારણે પાછળથી તેમને પરશુરામ કહેવામાં આવ્યા હતા.

– એવું માનવામાં આવે છે કે પરશુરામજીએ 21 વખત પૃથ્વીને ક્ષત્રિય-રહિત બનાવી હતી. આવું તેમણે પોતાના માતા-પિતાના અપમાનનો બદલો લેવા માટે કર્યું હતું.

ડિસ્ક્લેમર – આ લેખમાં આપેલી કોઈપણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ લાવવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પૂરી પાડવાનો છે. તેના સાચા અને સાબિત હોવાની અધિકૃતતા આપી શકતા નથી. કોઈપણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા, કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ