scorecardresearch

ઘરમાં કબૂતરનું આવવું શુભ હોય કે અશુભ, જાણો શું કહે છે જ્યોતિષ શાસ્ત્ર

Pigeon Astrology : શકુન શાસ્ત્ર અનુસાર ઘરમાં કબૂતરનું આવવું શુભ મનાય છે, કબૂતર ઘરની છત કે બાલ્કનીમાં આવે તો કબૂતરને દાણા જરૂર આવા જોઈએ

ઘરમાં કબૂતરનું આવવું શુભ હોય કે અશુભ, જાણો શું કહે છે જ્યોતિષ શાસ્ત્ર
(Source: freepik)

Astrology: શાસ્ત્રોમાં રોજિંદા જીવનમાં થતી ઘટનાઓ સંબંધિત વાતો કહેવાઈ છે. કોઈ પણ વસ્તુનું અશુભ અને કઈ વસ્તુના શુભ સંકેત હોય છે એ પણ કહ્યું છે. વૈદિક જ્યોતિષ, શકુન શાસ્ત્ર અને વાસ્તુ શાસ્ત્રમાં પશુ- પક્ષીઓનું પણ મહત્વ અને ફાયદા કહ્યા છે. ઘરમાં કેટલાક પક્ષીઓનું આવવું શુભ અને કેટલાક પક્ષીઓનું આવવું અશુભ ગણાય છે. આવો જાણીએ કે ઘરમાં કબૂતરનું આવવું કઈ વાતનો સંકેત છે. ઘરમાં કબૂતરનું આવવું શુભ હોય છે કે અશુભ.

જ્યોતિષમાં કબૂતરનું મહત્વ

જ્યોતિષ શાસ્ત્રમાં કબૂતરનું ખુબજ મહત્વ છે. કબૂતરને શાંતિનું પ્રતીક અને ધન અને વૈભવની દેવીમાં લક્ષ્મીનું ભક્ત મનાય છે.

શું ઘરમાં કબૂતરનું આવવું શુભ મનાય છે?

શકુન શાસ્ત્ર અનુસાર ઘરમાં કબૂતરનું આવવું શુભ મનાય છે, કબૂતર ઘરની છત કે બાલ્કનીમાં આવે તો કબૂતરને દાણા જરૂર આવા જોઈએ. માન્યતા છે કે તેનાથી જીવનની સમસ્યાઓ સમાપ્ત થઇ જાય છે. અને એવું પણ મનાય છે કે જો કબૂતર ઘરમાં આવી ગયું છે, તો માં લક્ષ્મીની કૃપાથી તમારે ધન કે અન્ય કોઈ લાભ પણ થઇ શકે છે.

આ પણ વાંચો: બુધવાર ગજાનંદ ગણપતિનો દિવસ, સિદ્ધિ વિનાયક મંદિરથી દાદાના કરો Live દર્શન

શું ઘરમાં કબૂતરનો માળો અશુભ મનાય છે?

વસ્તુ શાસ્ત્ર અનુસાર જો કબૂતર તમારા ઘરમાં માળો બનાવી રહ્યા છે, તો આ અશુભ સંકેત છે. માન્યતા છે કે કબૂતર ઘરમાં સમસ્યાઓ આવવાની સાથે આર્થિક રીતે પણ નુકસાન થાય છે.

આ પણ વાંચો: વાસ્તુ ટીપ્સ : પર્સમાં આ વસ્તુ રાખવાથી થઈ શકે છે આર્થિક નુકશાન, શું કહે છે વાસ્તુ શાસ્ત્ર?

કબૂતર સંબંધી અન્ય માન્યતા

જ્યોતિષ શાસ્ત્રમાં કબૂતર સંબંધી કેટલીક માન્યતા પણ બતાવાઈ છે. જેના જીવન પર સકારાત્મક પ્રભાવ પડે છે. જેની કુંડળીમાં રાહુ દોષ હોય છે, તેને લોકોએ કબૂતરને ઘરના આંગણામાં દાણા ખવડાવા જોઈએ. માન્યતા છે કે રાહુ ગ્રહ દોષ દૂર કરે છે. અને કબૂતરને ખવડાવાથી લગ્ન કે પ્રેમ સંબંધમાં આવેલ સમસ્યા દૂર થઇ જાય છે. અને વસ્તુ શાસ્ત્ર અનુસાર જો કબૂતર માથા પર , તો જલ્દી તમારી બધી સમસ્યાઓ દૂર થઇ જાય છે.

Web Title: Pigeon astrology news pigeon in the house is good or bad updates news

Best of Express