Pink Full Moon 2024 Date : એપ્રિલમાં કયા દિવસે જોવા મળશે પિંક મૂન? આકાશમાં આ સમય દેખાશે અદ્ભૂત નજારો

Pink Full Moon 2024 Date : અમે તમને જણાવી રહ્યા છીએ કે પિંક મૂન એટલે શું? આ સાથે જાણો પિંક મૂનની ડેટ, સમય અને લાઇવ સ્ટ્રીમિંગની દરેક ડિટેલ

Pink Full Moon 2024 Date : અમે તમને જણાવી રહ્યા છીએ કે પિંક મૂન એટલે શું? આ સાથે જાણો પિંક મૂનની ડેટ, સમય અને લાઇવ સ્ટ્રીમિંગની દરેક ડિટેલ

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
pink full moon, pink moon, Pink Full Moon 2024 Date

23 એપ્રિલની રાત્રે આકાશમાં પિંક મૂન જોવા મળશે (તસવીર -સોશિયલ મીડિયા)

Pink Full Moon 2024 Date, Live Streaming : એપ્રિલ 2024 ખૂબ જ મહત્વપૂર્ણ મહિનો સાબિત થયો છે. આ મહિને વિશ્વમાં 54 વર્ષનું સૌથી લાંબુ સૂર્યગ્રહણ જોવા મળ્યું હતું અને હવે આ મહિને પૂર્ણ ચંદ્ર દેખાવાનો છે જેને પિંક મૂન કહેવામાં આવે છે. આજે અમે તમને જણાવી રહ્યા છીએ કે પિંક મૂન એટલે શું? આ સાથે જાણો પિંક મૂનની ડેટ, સમય અને લાઇવ સ્ટ્રીમિંગની દરેક ડિટેલ.

Advertisment

શું છે પિંક મૂન?

તમને જણાવી દઈએ કે એપ્રિલ મહિનામાં આવતી પૂર્ણિમા એટલે કે ચૈત્ર પૂર્ણિમાને પિંક મૂન કહેવામાં આવે છે. જોકે એપ્રિલમાં દેખાવનાર આ ફુલ મૂન પિંક જોવા મળશે નહીં. પિંક મૂન ખરેખર સંપૂર્ણ ગુલાબી નથી લાગતો, પરંતુ તે હંમેશાની જેમ સિલ્વર અને ગોલ્ડન કલરમાં જોવા મળે છે. પિંક મૂન નામ પૂર્વ અમેરિકામાં જોવા મળતી હર્બ મોસ પિંકના નામ પરથી રાખવામાં આવ્યું છે.

પિંક મૂન તારીખ, સમય

23 એપ્રિલની રાત્રે આકાશમાં પિંક મૂન જોવા મળશે. એપ્રિલ 2024ના સમયની વાત કરીએ તો મંગળવારે એટલે કે 23 એપ્રિલ સવારે 3:25 વાગ્યે શરૂ થશે અને બીજા દિવસે 24 એપ્રિલ, બુધવારે સવારે 5:18 વાગ્યા સુધી ચાલશે.

આ પણ વાંચો - 100 વર્ષ પછી બની રહ્યો છે શક્તિશાળી ચતુર્ગ્રહી યોગ, આ 3 રાશિઓને મળશે અપાર ધન અને પદ-પ્રતિષ્ઠા

Advertisment

ગુલાબી ચંદ્ર ક્યારે દેખાય છે?

આ એક ખગોળીય ઘટના છે જ્યારે ચંદ્ર પૃથ્વીની ખૂબ જ નજીક આવે છે અને તેના કારણે ચંદ્રનું કદ મોટું થઈ જાય છે અને ચમકીલો દેખાય છે. આ સિવાય જો એક સાથે પૂનમ હોય તો પિંક ફુલ મૂન હોય છે.

પિંક મૂનના બીજા નામો

પિંક મૂન બીજા ઘણા નામથી પણ ઓળખાય છે. પિંક મૂનને એગ મૂન, ફિશ મૂન, ફસહ મૂન, સ્પ્રાઉટિંગ ગ્રાસ મૂન, પક પોયા અને ફેસ્ટિવલ મૂન તરીકે પણ ઓળખવામાં આવે છે.

પિંક મૂન લાઇવ સ્ટ્રીમિંગ

જો તમે ઘરે બેઠા ઓનલાઇન પિંક સુપરમૂન જોવા માંગો છો તો તેને ઘણી યુટ્યુબ ચેનલો પર લાઇવ જોઇ શકાય છે. પિંક મૂનને Slooh અને THEREALPAX જેવી યુટ્યુબ ચેનલો પર લાઇવ સ્ટ્રીમ કરવામાં આવે તેવી પણ અપેક્ષા છે.

ધર્મ ભક્તિ