pitrudosh : વૈદિક જ્યોતિષ અનુસાર ગ્રહ સમય સમય પર શુભ અને અશુભ દોષોનું નિર્માણ કરે છે. જેનો પ્રભાવ માનવ જીવન અને પૃથ્વી પર જોવા મળે છે. 14 એપ્રિલથી પિતૃદોષનું નિર્માણ થવા જઇ રહ્યું છે. આ યોગ સૂર્ય અને રાહુની યુતિથી બનશે. સુર્ય દેવ 14 એપ્રિલથી મેષ રાશિમાં પ્રવેશ કરશે. જ્યાં પહેલાથી જ રાહુ ગ્રહ વિરાજમાન છે. મેષ રાશિમાં પિતૃદોષનું નિર્માણ થશે. જેનાથી કેટલીક રાશિઓના જાતકોને સાવધાન રહેવાની જરૂર છે.
કન્યા રાશિ
કન્યા રાશિના જાતકો માટે પિતૃદોષ નુકસાનદાયક સાબિત થઇ શકે છે. કારણ કે દોષ તમારી રાશિના અષ્ટમ ભાવમાં બનવા જઇ રહ્યો છે. એટલા માટે આ સમયે તમારે સ્વાસ્થ્ય અંગે સમસ્યા થઇ શકે છે. ઘરમાં કોઇ વૃદ્ધનું સ્વાસ્થ્ય ખરાબ થઇ શકે છે. સાથે જ જીવનસાથીની સાથે કોઈ વિષયને લઇને કંકાસ થઈ શકે છે. જે લોકો સરકારી વિભાગમાં કાર્યરત છે તેમને થોડું સાવધાન રહેવાની જરૂરત છે. આ સમયગાળામાં તમારે વાહન સાવધાની પૂર્વક ચલાવવું જોઇએ. કારણ કે દુર્ઘટનાનો યોગ બની રહ્યો છે.
આ પણ વાંચોઃ- Hanuman jyanti 2023 : ક્યારે છે હનુમાન જ્યંતિ? જાણો શુભ મુહૂર્ત,યોગ, પૂજા વિધિ, ભોગ અને મંત્ર વિશે
વૃશ્ચિક રાશિ
પિતૃદોષનું બનવું વૃશ્ચિક રાશિના જાતકો માટે અશુભ સાબિત થઇ શકે છે. કારણ કે આ દોષનું નિર્માણ તમારી કુંડળીના છઠ્ઠા ભાવમાં થવા જઇ રહ્યું છે. એટલા માટે આ સમયે તમારે કોર્ટ કચેરીના મામલાઓમાં અસફળતા મળી શકે છે. સાથે જ સ્વાસ્થ્ય ખરાબ થઇ શકે છે. પરંતુ સંતાન પક્ષથી શુભ સમાચાર આવવાના સંકેત છે. જોકે આ સમયે તમારે નવું કાર્ય શરુ ન કરવું જઇએ. આ સમયે થોડા નકામા ખર્ચા પણ થઇ શકે છે. જેનાથી બજેટ બગડી શકે છે.
કુંભ રાશિ
આ રાશિના જાતકો માટે પિતૃદોષ થોડો પ્રતિકૂળ સિદ્ધ થઇ શકે છે. કારણ કે પિતૃદોષ તમારી રાશિના ત્રીજા ભાવમાં બનશે. એટલા માટે આ સમય તમારે ખભા અને સાંધા સંબંધી કોઈ મુશ્કેલીઓ થઇ શકે છે. સાથે જ આ સમયમાં અવધિમાં કોઇ આર્થિક નુકસાન થઇ શકે છે. આ સમયે તમારો વેપાર થોડો ધીમો ચાલી શકે છે. સાથે વિરોધી તમારા પર હાવી થઇ શકે છે. આ સમયે તમે નકામી યાત્રા કરી શકો છો. આનાથી તમારો ધનખર્ચ થઇ શકે છે. પરંતુ આ સમયે તમારે વિવાહનો પ્રસ્તાવ આવી શકે છે. આ સમય નવા રોકાણથી બચો.