Pitru Paksha 2023 : પિતૃ પક્ષમાં કાળા તલના 4 સિદ્ધ જ્યોતિષ ઉપાય કરો, પિતૃઓ પ્રસન્ન થશે અને ધન સંપત્તિના આશીર્વાદ આપશે

Pitru Paksha Black Sesame Remedies : પિતૃ પક્ષમાં પિતૃઓ માટે તર્પણ, પિંડદાન અને શ્રાદ્ધ વિધિ કરવામાં આવે છે, જેમાં કાળા તલના અમુક જ્યોતિષ ઉપાય કરવાથી પૂર્વજો ખુશ થાય છે અને આપણને સુખ-શાંતિ તેમજ ધન-સમૃદ્ધિના આશીર્વાદ આપે છે

Written by Ajay Saroya
October 05, 2023 18:43 IST
Pitru Paksha 2023 : પિતૃ પક્ષમાં કાળા તલના 4 સિદ્ધ જ્યોતિષ ઉપાય કરો, પિતૃઓ પ્રસન્ન થશે અને ધન સંપત્તિના આશીર્વાદ આપશે
પિતૃ પક્ષમાં શ્રાદ્ધ, તર્પણ અને પિંડદાન કરવાનું વિશેષ મહત્વ છે. (Photo - Jansatta)

Pitru Paksha 2023 Shradh Tarpan Pind Daan Vidhi : પિતૃ પક્ષ 2023 ઉપયઃ વૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં પિતૃ પક્ષ એટલે કે શ્રાદ્ધ પક્ષનું ઘણું મહત્વ છે. હાલ પિતૃ પક્ષ ચાલી રહ્યો છે. પિતૃ પક્ષ 29 સપ્ટેમ્બરથી શરૂ થયો છે અને 14 ઓક્ટોબર, 2023ના રોજ પિતૃ અમાવસ્યા સુધી ચાલુ રહેશે. આ 15 દિવસ પૂર્વજોને સમર્પિત છે. આ દિવસો દરમિયાન પિતૃઓ માટે તર્પણ, પિંડ દાન, શ્રાદ્ધ વિધિ વગેરે કરવાની પરંપરા છે. એવું માનવામાં આવે છે કે તર્પણ અને શ્રાદ્ધ કરવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે. પિતૃ દોષને કુંડળીમાંથી દૂર કરવા માટે પિતૃ પક્ષનો સમય શ્રેષ્ઠ માનવામાં આવે છે. એટલા માટે જ્યોતિષમાં કાળા તલના કેટલાક ઉપાયોનું વર્ણન કરવામાં આવ્યું છે, જેને કરવાથી પિતૃ દોષમાંથી મુક્તિ મળી શકે છે. તેના બદલામાં તમને પૂર્વજો પાસેથી આશીર્વાદ મળી શકે છે. પિતૃ પક્ષમાં કાળા તલના જ્યોતિષ ઉપાય જાણો

અર્યમાની પૂજા-અર્ચના કરવી

શાસ્ત્રોમાં અર્યમાને પૂર્વજોના દેવતા કહેવામાં આવે છે. તેથી પિતૃ પક્ષ દરમિયાન અયર્મા દેવની પૂજા – અર્ચના કરવી જોઇએ. અર્યમા દેવની પૂજામાં કાળા તલ પણ અર્પણ કરો. આમ કરવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે અને તેમના આશીર્વાદ પ્રાપ્ત થાય છે.

ભગવાન વિષ્ણુને કાળા તલ અર્પણ કરો

પિતૃ પક્ષ દરમિયાન ઈન્દિરા એકાદશી આવે છે. આ દિવસે પિતૃઓ માટે વ્રત રાખવામાં આવે છે. આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવાની પરંપરા છે. તેથી આ દિવસે ભગવાન વિષ્ણુને કાળા તલ અર્પણ કરો. આમ કરવાથી ભગવાન વિષ્ણુ અને પિતૃઓ બંને પ્રસન્ન થશે. સાથે સાથે તમારા જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવશે.

Pitru Paksha 2023 | Pitru Paksha 2023 Date | Pitru Paksha 2023 Tithi | Shradh Paksha 2023 | Shradh Vidhi | Pitru Tarpan | Pinddan Vidhi | Pind daan
પિતૃ પક્ષ દરમિયાન પૂર્વજો માટે શ્રાદ્ધ કર્મ, પિતૃ તર્પણ અને પિંડદાન કરવામાં આવે છે.

પિતૃ તર્પણમાં કાળા તલનો ઉપયોગ કરો

પિતૃપક્ષ દરમિયાન પિતૃઓને દરરોજ અર્પણ કરવું જોઈએ. તર્પણ કરતી વખતે પાણીમાં કાળા તલ ઉમેરી દો. આમ કરવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે તેમજ ધન – સંપત્તિ અને સુખ – સમૃદ્ધિના આશીર્વાદ આપે છે. કાળા તલના ઉપયોગથી યમરાજ પણ પ્રસન્ન થાય છે. કારણ કે યમરાજને તલ પ્રિય છે.

આ પણ વાંચો | પિતૃ પક્ષનું રહસ્ય અને પુનર્જન્મનો ખ્યાલ, આપણે આપણા પૂર્વજોને તર્પણ શા માટે અર્પણ કરીએ છીએ?

સર્વ પિતૃ અમાસે પૂજા કરવી

પિતૃ પક્ષનો છેલ્લો દિવસ સર્વ પિતૃ અમાસ હોય છે, જે આ વર્ષે 14 ઓક્ટોબરે છે. સર્વ પિતૃ અમાસના દિવસે એવા લોકોનું શ્રાદ્ધ કરવામાં આવે છે, જેમના મૃત્યુની તિથિની ખબર નથી. તેથી આ દિવસનું વિશેષ મહત્વ છે. આ દિવસે તમારા પિતૃઓને કાળા તલ અને પાણીથી તર્પણ અર્પણ કરો. તેનાથી તમારા પિતૃદોષ દૂર થશે અને તમારા પૂર્વજો પણ ખુશ રહેશે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ