Premanand Maharaj: જન્મો જનમના પાપ આ જન્મમાં નષ્ટ કરવા શું કરવું? જાણો પ્રેમાનંદ મહારાજે ભક્તોને શું કહ્યું

Premanand Maharaj Satsang Video: પ્રેમાનંદ મહારાજ કહે, પાપ ભસ્મ કરવાની દિવાસળી ભગવાન પાસે છે, આપણે ભગવાનનું નામ જાપ ભજન કિર્તન કરવું જોઇએ. મુશ્કેલીનો સામનો વિવેક બુદ્ધથી કરવો જોઇએ. ભગવાન રામ 14 વર્ષ વનવાસમાં રહ્યા છે.

Written by Ajay Saroya
June 05, 2025 17:45 IST
Premanand Maharaj: જન્મો જનમના પાપ આ જન્મમાં નષ્ટ કરવા શું કરવું? જાણો પ્રેમાનંદ મહારાજે ભક્તોને શું કહ્યું
Premanand Maharaj Satsang: પ્રેમાનંદ ગોવિંદ શરણ વૃંદાવનના રાધાવલ્લભ સંપ્રદાયના પ્રખ્યાત ધાર્મિક ગુરુ છે. (Photo: Social Media)

Premanand Maharaj Satsang Video: મનુષ્ય જીવનમાં પાપ કરવાથી બચવું જોઇએ. કહેવાય છે કે, મનુષ્યે જન્મો જન્મના પાપ ભોગવવા પડે છે. આથી મનુષ્ય જીવનમાં વ્યક્તિએ પાપ કરવાનું ટાળવું જોઇએ અને વધુમાં વધુ પુણ્ય કર્મ કરવા જોઇએ. ઘણા લોકો કહે છે કે, પુણ્ય કર્મ કરવાથી પાપ નષ્ટ થાય છે. હવે તમારા મનમાં સવાલ થશે કે મનુષ્યના જન્મો જનમના પાપ કેવી રીતે નષ્ટ થશે? આ સવાલનો વૃંદાવનના પ્રેમાનંદ મહારાજ સરસ રીતે જવાબ આપે છે.

જન્મો જનમના પાપ આ જન્મમાં નષ્ટ કરવા શું કરવું?

પ્રેમાનંદ મહારાજ નામથી પ્રખ્યાત વૃંદાવનના રાધાવલ્લભ સંપ્રદાયના અનુયાયી પ્રેમાનંદ ગોવિંદ શરણના સત્સંગમાં એક વ્યક્તિએ સવાલ કર્યો કે, મનુષ્યના જન્મો જન્મના પાપ કેવી રીતે નષ્ટ થશે? પ્રેમાનંદ મહારાજ કહે છે, જેવી રીતે એક દિવાસળી રૂના પહાડને ભસ્મ કરી નાંખે છે, આવી દિવાસળી ભગવાન પાસે છે. આપણે ભગવાનનું નામ જાપ કરવો જોઇએ, ભગવાનનું નામ કિર્તન કરવું જોઇએ, ભગવાનની લીલા કથા સાંભળવી જોઇએ, ભગવાનના ભક્તોનો સંગ કરવો જોઇએ. બધામાં ભગવાન હોવાની ભાવના સાથે સેવા કરવી જોઇએ. આપણા બધા પાપ ભગવાન નષ્ટ કરી દેશે.

પ્રેમાનંદ મહારાજ શ્રીમદભગવદ ગીતાના 18માં અધ્યાયનો 66માં શ્લોક ઉચ્ચારતા કહે છે

सर्वधर्मान्परित्यज्य मामेकं शरणं व्रज |अहं त्वां सर्वपापेभ्यो मोक्षयिष्यामि मा शुच:

અર્થાત્ – તુ બધા ધર્મ કર્મ મને સમર્પિત કરી, મારી શરણમાં આવી જા, હું તારા બધા પાપ નષ્ટ કરીશ.

જીવનમાં મુશ્કેલીનો સામનો કેવી રીતે કરવો?

દરેક મુશ્કેલીથી લડવા માટે મનુષ્ય જીવન મળ્યું છે, ભાગવા માટે નહીં, દરેકને મુશ્કેલી હોય છે, ભલે બાબા હોય કે ગૃહસ્થી હોય, યુવાન હોય કે વૃદ્ધ હોય, સ્ત્રી હોય કે પુરુષ, કોઇ એવો વ્યક્તિ નથી જેના જીવનમાં મુશ્કેલી ન હોય. હું પણ મુશ્કેલીમાં છું અને તમે પણ મુશ્કેલીમાં છો. અમે હસીયે રહીયે છીએ તમે ચિંતામાં છો. સ્મિત યથાવત રહે એટલા માટે જ મનુ્ષ્ય અવતાર મળ્યો છે અને આવું ત્યારે જ થશે જ્યારે ભગવાન સાથે જોડાયેલા હશો.

તેઓ વધુમાં કહે છે, જો ભગવાન સાથે જોડાયેલા નહીં હોવ તો હસી શકશો નહીં. મોટામાં મોટી મુશ્કેલીમાં હસીને આગળ વધે તે જ મનુષ્ય છે. જ્યારે ભગવાનને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો તો આપણે મનુષ્યને કેમ ન આવે. ભગવાન રામજીને સવારે રાજ મળવાનું હતું અને સાંજે 14 વર્ષનો વનવાસ મળ્યો , થોડોક વિચાર કરો, જો આપણને આવી મુશ્કેલી પડે તો જીવન મુશ્કેલ થઇ જાય.

સવારે ચક્રવર્તી રાજા બનવાનું હતું અને સાંજે ઉઘાડા પગે વનવાસી વેશમાં 14 વર્ષ કોઇ ગામમાં નહીં જવાનું, 14 વર્ષ સુધી વનવાસ, કંદમૂળ પર જીવવાનું ક્યારેય દાળ રોટલી ખાવાની નહીં, તપસ્વીનો વેશ, ચહેરા પર ઉદાસી અને 14 વર્ષ સુધી રામ વનવાસી રહ્યા. કેટલું મોટું કષ્ટ ભગવાનને સહન કરવું પડ્યું, જ્યારે મૃત્યુલોકમાં આપણે મનુષ્ય થઇ આવી નાની સમસ્યામાં રડીયે તો, આવી નાની નાની સમસ્યાઓનો સમાધાન આપણે વિવેક અને ભજન દ્વારા કરી શકાય છે, દરેક સમસ્યાનું સમાધાન ભગવાન છે.

પ્રેમાનંદ મહારાજ કહે છે, આપણ ભગવાનનું સ્મરણ કરીશું તો આપણી અંદર એવી બૃદ્ધિ આવશે આપણે લડી શકીશું, દુઃખમાં પણ જીવી શકશું, આ કલા તમે પણ શીખી શકો છો. નામ જાપ કરો ભગવાન સાથે મનને જોડો, એક દિવસ બધા એ મરવાનું છે, રડી રડીને કેમ મરવું, મિત્રો આજે આપણને દુઃખ છે હસીને જીવો આવતીકાલ સુખ આવશે, રાત પછી દિવસ ઉગે છે, તેવી જ રીતે દુઃખ પછી સુખ આવે છે, આ ચક્ર ચાલતું રહે છે, હંમેશા માટે કોઇ દુઃખી કે સુખી નથી રહેતું. પરિસ્થિતિ બદલાતી રહે છે.

આથી આપણે મુશ્કેલીના સમયમાં ભગવાનનો સહારો લઇ જીતવાનું છે હારવાનું નથી. મનુષ્ય શરીર મળ્યું છે ભૂલ સુધારવા માટે અને મુશ્કેલીનું સમાધાન લાવવા માટે, આપણી મુશ્કેલીઓ વિવેકથી સંભાળીયે સામનો કરીયે, સંઘર્ષ કરીયે અને આપણે વિજય થઇશું કારણે આપણે ભગવાનના ભજન કિર્તન કરીયે છે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ