Shri Hit Premanand Govind Sharan Ji Maharaj: શ્રાવણ માસ હિન્દુ ધર્મમાં સૌથી પવિત્ર મહિનો માનવામાં આવે છે. શ્રાવણ માસમાં ભગવાન શંકરની પુજા આરાધના અવે ઉપવાસ કરવામાં આવે છે છે. ઘણા લોકો સમગ્ર શ્રાવણ માસ દરમિયાન વ્રત ઉપવાસ કરે છે. શ્રાવણ માસના ઉપવાસમાં ઘણા નીતિ નિયમોનું પાલન કરવું પડે છે. ઉપવાસ દરમિયાન સાત્વિક ભોજન કરવાનું હોય છે. ઉપરાંત લસણ અને ડુંગળી કે તેમાંથી બનેલું ભોજન ખાવાની મનાય હોય છે. આવી સ્થિતિમાં સવાલ ઉદભવે છે કે, શ્રાવણ માસમાં લસણ ડુંગળી કેમ ન ખાવી જોઇએ? આ સવાલનો જવાબર પ્રેમાનંદ મહારાજે બહુ સરળ રીતે આપ્યો છે.
આજકાલ લોકો પ્રેમાનંદ મહારાજના વીડિયો બહુ ધ્યાનથી સાંભળે છે. પ્રેમાનંદ મહારાજના સોશિયલ મીડિયા પર લાખો ફોલોઅર્સ છે. સોશિયલ મીડિયા પર તેમના સત્સંગના વીડિયો વાયરલ થાય છે. તમને જણાવી દઈએ કે પ્રેમાનંદ મહારાજના શબ્દો સરળ અને સ્પષ્ટ ભાષામાં હોય છે. પ્રેમાનંદ ગોવિંદ શરણ મહારાજ રાધા રાણીના પરમ ભક્ત છે. તેઓ વૃંદાવનમાં રહે છે. સાથે જ તમને જણાવી દઈએ કે મહારાજજી પોતાના સત્સંગ દ્વારા લોકોને માર્ગદર્શન આપે છે. તેમના પ્રશ્નોના જવાબ પણ આપે છે.
પ્રેમાનંદ ગોવિંદ શરણ મહારાજના સત્સંગમાં અનેક પ્રખ્યાત હસ્તીઓ જાય છે. આ યાદીમાં અનુષ્કા શર્મા, વિરાટ કોહલી, અભિનેતા આશુતોષ રાણા અને એએસએસના વડા મોહન ભાગવતના નામ સામેલ છે. પ્રેમાનંદ મહારાજનું સાચું નામ અનિરુદ્ધ પાંડે છે. તેમના ગુરુનું નામ શ્રી ગૌરાંગી શરણ મહારાજ છે.
પ્રેમાનંદ મહારાજનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં એક ભક્ત તેમને પૂછી રહ્યો છે કે શું શ્રાવણ માસમાં ડુંગળી અને લસણ ન ખાવા જોઇએ. આ સવાલના જવાબમાં પ્રેમાનંદ ગોવિંદ શરણ મહારાજ કહે છે, ડુંગળી અને લસણ જમીનમાંથી જ ઉત્પન્ન થાય છે અને જેમ બટાકા ઉગે છે તેમ ડુંગળીનું ઉત્પાદન થાય છે.

પ્રેમાનંદ મહારાજ એમ પણ કહ્યું કે, ડુંગળી અને લસણ તમો ગુણ ધરાવે છે. જેના કારણે તમારી અંદર ક્રોધ અને વાસના ઉત્પન્ન થાય છે અને તમે ભક્તિના માર્ગ પર ચાલી રહ્યા છો, જેમાં વાસના અને ક્રોધને સ્થાન નથી, પરંતુ ડુંગળી અને લસણની તુલના માંસ સાથે ન કરવી જોઈએ. કારણ કે માંસ કોઇ પણ પ્રાણીને મારીને બનાવવામાં આવે છે. તેથી જે લોકો ભક્તોના રસ્તે ચાલી રહ્યા છે તેમને ડુંગળી અને લસણ ખાવાની મનાઈ છે.
આ પણ વાંચો | જ્યોતિષ, તંત્ર મંત્રની મનુષ્ય પર અસર થાય છે? પ્રેમાનંદ મહારાજે આપ્યો આ જવાબ
આ સાથે જ બીજો એક વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે જેમાં એક ભક્ત તેમને પૂછે છે કે, કોઈ વ્યક્તિએ પોતાના જન્મદિવસ પર શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ. આ સવાલનો જવાબ આપતા પ્રેમાનંદ મહારાજ કહે છે, કોઈ વ્યક્તિએ વૃદ્ધાશ્રમમમાં જઈ પોતાના જન્મદિવસ પર વૃદ્ધ લોકોને જમાડવા જોઈએ. વળી, તેમને વસ્ત્ર આપો અને ફળનું વિતરણ કરવું જોઈએ. આમ કરવાથી વ્યક્તિને પુણ્ય પ્રાપ્ત થાય છે.