Adhik Shravan maas date and significance : પુરુષોત્તમ માસ : હિન્દુ પંચાગ અનુસાર વર્ષ 2023માં એક પુરુષોત્તમ માસ છે જેને અધિક માસ પણ કહેવાય છે. શાસ્ત્રોમાં પુરુષોત્તમ માસનું વિશેષ મહત્વ છે. તમને જણાવી દઈએ કે પુરુષોત્તમ માસ એટલે કે અધિક માસ દર 3 વર્ષ બાદ એક વખત આવે છે. ચાલુ વર્ષે અધિક શ્રાવણ માસ છે, આથી તેનું ધાર્મિક મહત્વ અનેક ગણું છે. ઉત્તર ભારતમાં 4 જુલાઇથી અધિક માસ શરૂ થયો છે જ્યારે ગુજરાતમાં આગામી 18 જુલાઇ, મંગળવારથી પુરુષોત્તમ માસ શરૂ થઈ રહ્યો છે અને 16મી ઓગસ્ટે સમાપ્ત થશે.
પુરુષોત્તમ માસમાં કોની પૂજા કરાય છે
આ અધિક માસને પુરુષોત્તમ માસ તરીકે ઓળખાય છે. પુરુષોત્તમ માસ ભગવાન વિષ્ણુને સમર્પિત છે અને આ મહિનામાં તેમની પૂજાનું વિશેષ મહત્વ રહેલુ છે. વર્ષ 2023માં પુરુષોત્તમ માસ છે અને તે પણ શ્રાવણ માસ. આથી આ વખતે પુરુષોત્તમ માસમાં ભગવાન વિષ્ણુની સાથે સાથે અને ભોલેનાથની પૂજા કરવાનું મહાત્મ્ય રહેશે. પુરુષોત્તમ માસ પૂજા-દાન વિશેષ મહત્વ છે, જેના થકી તમે અક્ષય પુણ્યની પ્રાપ્તિ કરી શકો છે. અધિક માસમાં કઇ-કઇ ચીજવસ્તુઓનું દાન કરવાથી ઇશ્વરની કૃપાની સાથે સુખ-શાંતિની પ્રાપ્તિ થશે જાણો
પુસ્તકોનું દાન કરો
પુરૂષોત્તમ માસમાં જરૂરિયાતમંદ અને ગરીબ બાળકોને પુસ્તકોનું દાન કરવું જોઈએ. આમ કરવાથી માતા સરસ્વતીની કૃપા બની રહેશે. તેમજ વ્યક્તિના જ્ઞાનમાં પણ વધારો થાય છે.
દીપ દાન કરો
શાસ્ત્રોમાં અધિક માસ દરમિયાન દીપ પ્રગટાવવાનું પણ વિશેષ મહત્વ જણાવવામાં આવ્યું છે. દીપ દાન કરવાથી વ્યક્તિનું જીવન પ્રકાશિત થાય છે અને અંધકાર દૂર થાય છે. આથી અધિક માસમાં ઘર અને મંદિરોમાં દીપ પ્રગટાવવા જોઈએ.
પુરુષોત્તમ માસમાં પીળા વસ્ત્રોનું દાન કરો
પુરુષોત્તમ માસમાં ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને વસ્ત્રોનું દાન કરવું જોઇએ. આવું કરવાથી તમને ભગવાન વિષ્ણુના આશીર્વાદ પ્રાપ્ત થશે. ઉપરાંત જો બની શકે તો પીળા વસ્ત્રોનુ દાન કરવું જોઇએ, તેનાથી જીવનમાં સકારાત્મકતા આવશે અને આર્થિક સ્થિતિમાં સુધારો થશે.
અધિકમાસમાં નારિયેળનું દાન કરો
નારિયેળને મા લક્ષ્મી સાથે સંબંધ હોવાનું માનવામાં આવે છે. એટલા માટે પુરુષોત્તમ માસમાં નારિયેળનું દાન અવશ્ય કરવું જોઈએ, જેનાથી જીવનમાં સુખ-સમૃદ્ધિ તેમજ દેવી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે. ઉપરાંત વ્યક્તિના જીવનમાં ક્યારેય પૈસા અને અનાજની તંગી આવતી નથી.
જરૂરિયાતમંદ અને ગરીબોને અનાજનું દાન કરો, ભોજન કરાવો
પુરુષોત્તમ માસમાં અન્નનું દાન કરવાથી પણ અક્ષય પુણ્ય મળે છે. આ સાથે જ દેવી લક્ષ્મી અને દેવી અન્નપૂર્ણા પ્રસન્ન થાય છે અને આશીર્વાદ આપે છે. તેમજ ઘરમાં ધન-ધાન્યનો વાસ રહે છે. એટલા માટે તમે પુરુષોત્તમ મહિનામાં ગમે ત્યારે અનાજનું દાન કરી શકો છો. ઉપરાંત પુરુષોત્તમ માસમાં કેળાનું દાન પણ કરી શકો છો. કેળાનું દાન કરવાથી ઘરમાં સકારાત્મકતા આવે છે. આ સાથે પરિવારના સભ્યો વચ્ચે પ્રમે-સ્નેહ વધે છે.