Raksha Bandhan 2023 : આ વર્ષે રક્ષાબંધ પર બની રહ્યો છે ખાસ સંયોગ, આ 4 રાશિઓને મળશે ભાગ્યનો સાથ, ખુલશે આવકના નવા સ્ત્રોત

raksha bandhan 2023, shubh yog, zodiac sign impact : આ ઉપરાંત 30 ઓગસ્ટ રાત સુધી ભદ્રાનો છાયો રહેશે. વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, સુકર્મા, ધૃતિ અને અતિગંડ યોગ બની રહ્યો છે. આ સાથે જ ચંદ્રમા કુંભ રાશિમાં વિરાજમાન છે. જ્યાં પહેલા જ શનિગ્રહ સ્થિત છે.

Written by Ankit Patel
August 15, 2023 13:10 IST
Raksha Bandhan 2023 : આ વર્ષે રક્ષાબંધ પર બની રહ્યો છે ખાસ સંયોગ, આ 4 રાશિઓને મળશે ભાગ્યનો સાથ, ખુલશે આવકના નવા સ્ત્રોત

Raksha Bandhan 2023 : હિન્દુ પંચાગ અનુસાર દરેક વર્ષે શ્રાવણ મહિનાની પૂર્ણિમા તિથિએ રક્ષાબંધનનું પર્વ ઉજવવામાં આવે છે. વર્ષ પૂર્ણિમા તિથિ 30 ઓગસ્ટે સવારે 10.58 મિનિટથી લઈને 31 ઓગસ્ટ સવારે 7.5 વાગ્યા સુધી છે. આવી સ્થિતિમાં 30 વર્ષથી 31 ઓગસ્ટ સુધી બાંધવામાં આવશે. આ ઉપરાંત 30 ઓગસ્ટ રાત સુધી ભદ્રાનો છાયો રહેશે. વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, સુકર્મા, ધૃતિ અને અતિગંડ યોગ બની રહ્યો છે. આ સાથે જ ચંદ્રમા કુંભ રાશિમાં વિરાજમાન છે. જ્યાં પહેલા જ શનિગ્રહ સ્થિત છે. આવી સ્થિતિમાં રક્ષાબંધન માટે કેટલીક રાશિઓને સતર્ક રહેવાની જરૂરત છે. તો કેટલીક રાશિઓને વિશેષ લાભ મળનાર છે. જાણો રક્ષા બંધનનો દિવસ કઇ રાશિઓ માટે કેવો રહેશે.

મેષ રાશિ

રક્ષાબંધનનો દિવસ મેષ રાશિના જાતકો માટે ખુબ જ ખાસ રહેશે. આ રાશિઓના જાતકોને પરિવારનો પુરો સહયોગ મળશે. લાંબા સમયથી રોકાયેલા કામ પુરા થશે. વેપારમાં પણ તેજી આવશે. આવી સ્થિતિમાં ધનલાભની સાથે તરક્કી પણ મળશે. આવકના નવા સ્ત્રોત ખુલશે. નોકરિયાત લોકોની પદોન્નતિની સાથે ઇન્ક્રીમેન્ટ થઇ શકે છે. પરિવારમાં ખુશિઓ આવશે.

કન્યા રાશિ

કન્યા રાશિના જાતકોને પણ અપાર સફળતા મળી શકે છે. રોકાયેલા પૈસા પરત મળી શકે છે. સરકારી ક્ષેત્રથી જોડાયેલા લોકોને અપાર લાભ મળશે. સમાજમાં માન સમ્માનની વૃદ્ધિ થશે. પરિવાર સાથે સારો સમય વિતશે. ઘરમાં લાંબા સમયથી ચાલતો વિવાદ પણ સમાપ્ત થશે.

મકર રાશિ

આ રાશિના જાતકો માટે નોકરીમાં અપાર સફળતા મળવાની સાથે પદોન્નતિ મળી શકે છે. આ સાથે જ કાર્યક્ષેત્રમાં મોટી જવાબદારી મળ શકે છે. એટલા માટે પોતાની લગન સાથે તેને પુરી કરવાની કોશિશ કરો. વેપારમાં પણ લાભ મળશે.

મીન રાશિ

મીન રાશિના જાતકોને ધનલાભ થઇ શકે છે. બિઝનેશમાં નફો મળી શકે છે. જો કોઈ વેપારી શરુઆત કરવા માંગે તો આ સમય ખુબ જ સારો છે. કારણ કે આ સમયે સફળતાની સાથે ધન લાભ થઇ શકે છે. લગ્નજીવનમાં ખુશીઓ જ ખુશીઓ આવશે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ